તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અમદાવાદના વોર્ડ નં-13નો ગ્રાઉન્ડ રિપોર્ટ:સૈજપુર વર્ષોથી ગાર્ડન, લાયબ્રેરી, કોમ્યુનિટી હોલ જેવી સુવિધાઓથી વંચિત, મુખ્ય રસ્તાના કામ પણ બાકી

અમદાવાદ11 દિવસ પહેલાલેખક: આનંદ મોદી
  • આ વોર્ડમાં સૈજપુરબોઘા, મેમ્કો, નરોડા પાટિયા, પ્રેમનગર સહિતના વિસ્તારનો સમાવેશ
  • સૈજપુર ટાવરની ઘડિયાળમાં વર્ષોથી 11-30 વાગ્યાનો જ સમય બતાવે છે

રાજ્યની 6 મહાનગરપાલિકાની ચૂંટણી ફેબ્રુઆરીમાં યોજાવાની છે. 6 મહાનગરપાલિકા અમદાવાદ, ભાવનગર, જામનગર,રાજકોટ, સુરત અને વડોદરા માટે 21 ફેબ્રુઆરીએ સવારના 7થી સાંજના 6 વાગ્યા સુધી મતદાન યોજાશે. આ 6 મહાનગરપાલિકા માટે 23 ફેબ્રુઆરીએ મતગણતરી થશે અને એ જ દિવસે પરિણામો જાહેર થશે. આ ચૂંટણીને પગલે DivyaBhaskar રાજ્યના ચાર 4 મહાનગરોમાં 5 વર્ષના કાર્યકાળ દરમિયાન ચૂંટાયેલા પ્રતિનિધિઓએ પાયાની જરૂરિયાત એવા નળ, ગટર અને રસ્તા એટલે કે ‘નગર’ માટે શું શું કામ કર્યું અને કયા કયા કામો નથી થયા તે અંગે ગ્રાઉન્ડ રિપોર્ટની એક સીરિઝ ચલાવી રહ્યું છે. જેમાં જનતાના મિજાજ પરથી કામગીરીનો તાગ મેળવીને રેટિંગ આપવામાં આવ્યા છે. આજે અમદાવાદ શહેરના વોર્ડ નંબર-13 એટલે કે સૈજપુર વોર્ડ વિશે પ્રજાના મિજાજ અંગે જણાવીશું.

ગટરના પાણીથી લોકો પરેશાન-સ્થાનિક
સૈજપુર વિસ્તારમાં મોટાભાગની શ્રમજીવી વસ્તી છે. વિસ્તારમાં પાણી ભરાવવા અને ગટરના પાણીની સમસ્યાથી લોકો પરેશાન છે. સ્થાનિકોએ DivyaBhaskar સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, આ વિસ્તારમાં અનેક સમસ્યાઓ છે. જેમાં લાયબ્રેરી, ગાર્ડન, કોમ્યુનિટી હોલ જેવી સુવિધાઓ જ નથી. ઉપરાંત ગટરના પાણી પણ ઉભરાય આવે છે.

વિકાસની વાતો થાય છે- સ્થાનિક
સ્થાનિક ઘનશ્યામ ઠાકોર જણાવ્યું હતું કે, કેટલાક વિસ્તારમાં રોડ-રસ્તાની ઘણા સમયથી સમસ્યા છે. રોડ-રસ્તા માટે રજુઆત કરવામાં આવે છે. પરંતુ તે બનતા નથી. ઉપરાંત સૈજપુર ટાવર છે જ્યાં વર્ષોથી ઘડિયાળમાં 11-30નો જ સમય બતાવે છે તે પણ સુધારવામાં આવ્યો નથી. માટે વિકાસની વાતો થાય છે વિકાસ થતો નથી.

વરસાદી પાણી ન ભરાય તેવી ગટર લાઈન નાખવી જોઇએ- દુકાનદાર
સ્થાનિક દુકાનદાર ગિરીશ સોનીએ જણાવ્યું હતું કે, ગ્રામ પંચાયત કક્ષાનું ગામ છે. ગટર લાઈન અને અન્ય સમસ્યા હતી તે પૂર્ણ થઈ છે. અહીંયા મુખ્ય રોડ-રસ્તાનાં કામ બાકી છે તે થવા જોઈએ, ઉપરાંત વરસાદી પાણી ન ભરાય તે માટે કામ થવું જોઈએ અને ગટર લાઈન માટેનું કામ પૂર્ણ થાય તેવી આશા છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો