તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાહતના સમાચાર:અમદાવાદમાં 10 દિવસમાં ઓક્સિજનનો વપરાશ 100 ટન ઘટી ગયો, 325 ટનને બદલે હવે 225 ટનની જરૂરિયાત

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • છેલ્લા 1 મહિનામાં વપરાશ 6 ગણો વધ્યો હતો

અમદાવાદમાં કોરોનાના કેસ ઘટી રહ્યાં છે તે કારણે હવે ઓક્સિજનની માગ પણ ઓછી થઈ રહી છે. 10 દિવસ પહેલાં શહેરની હોસ્પિટલોમાં લગભગ 325 મેટ્રિક ટન જેટલા ઓક્સિજનનો વપરાશ હતો, જે હવે ઘટીને 225 મેટ્રિક ટન થયો છે.

શહેરમાં જુદાજુદા રિફિલિંગ પ્લાન્ટમાંથી હોસ્પિટલોને ઓક્સિજન મળી રહ્યો છે. છેલ્લા એક મહિના દરમિયાન ઓક્સિજન પર નિર્ભર કોરોનાના દર્દીઓની સંખ્યા વધી હતી તે કારણે અમદાવાદમાં જ ઓક્સિજનનો વપરાશ 6 ગણો વધ્યો હતો.

મ્યુનિ.ના એક અધિકારીએ કહ્યું, બુધવારે ફકત એક જ હોસ્પિટલમાંથી ઓક્સિજનની ડિમાન્ડ આવી હતી ત્યાં ફકત પાંચ સિલિન્ડરની જ જરૂર પડી હતી. આ જોતાં ધ્યાને આવી રહ્યું છે કે, શહેરની હોસ્પિટલોને હાલ ઓક્સિજનનો સ્ટોક પૂરો પાડવાની માથાકૂટ રહી નથી.

સિવિલમાં વધુ એક ઓક્સિજન પ્લાન્ટ
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ‘કોરોના સેવા યજ્ઞ’ની પહેલ કરી છે. ડિજિટલ ફાઉન્ડેશન સર્વિસિસ પ્લેટફોર્મના સહયોગથી ઓક્સિજન પ્લાન્ટ અને 100 ઓક્સિજન કોન્સન્ટ્રેટર ઉપલબ્ધ થયા છે. ઓક્સિજન પ્લાન્ટ અસારવા સિવિલ હોસ્પિટલ ખાતે સ્થાપિત કરાશે. જ્યારે 100 કોન્સન્ટ્રેટરો પૈકી 20 અમદાવાદ સિવિલને મળશે.

અન્ય સમાચારો પણ છે...