કોરોના અમદાવાદ LIVE:અમદાવાદમાં 24 કલાકમાં 2666 કેસ નોંધાયા, 6 મહિના બાદ એક જ દિવસમાં 2 દર્દીના મોત, આજે 14 નવા માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોન આવ્યા

અમદાવાદ9 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • શહેરમાં 2621 અને જિલ્લામાં 45 નવા કેસ નોંધાયા
  • અમદાવાદ શહેરમાં હાલ 157 માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોન એક્ટિવ

અમદાવાદમાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે. છેલ્લા 24 કલાકમાં શહેરમાં 2621 અને જિલ્લામાં 45 મળીને કુલ 2666 કેસ નોંધાયા છે. જ્યારે 2481 દર્દી કોરોનાને માત આપીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયા છે. અમદાવાદ શહેરમાં 6 મહિના બાદ પહેલીવાર એક જ દિવસમાં 2 દર્દીના મોત નોંધાયા છે. આ પહેલા 1લી જુલાઈ 2021ના રોજ 2 દર્દીના એક દિવસમાં મોત થયા હતા.

આ પહેલાં 13 જાન્યુઆરીએ અમદાવાદમાં એક દર્દીનું કોરોનાથી મોત થયું હતું. આમ માત્ર જાન્યુઆરી મહિનામાં જ 15 દિવસમાં 3 દર્દીના કોરોનાથી મોત થયા છે. શહેરમાં અગાઉ 24 ડિસેમ્બરે એક દર્દીનું મોત થયું હતું. શહેર અને જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 2 લાખ 72 હજાર 399 કેસ નોંધાઈ ચૂક્યા છે. જ્યારે 2 લાખ 46 હજાર 946 દર્દી સાજા થઈ ગયા છે અને મૃત્યુઆંક વધીને 3,413 પર સ્થિર છે.

અમદાવાદના કલેક્ટરને કોરોના
શહેરીજનો સાથે સાથે અધિકારીઓ પણ કોરોના સંક્રમિત થઈ રહ્યા છે. ત્યારે હવે અમદાવાદના કલેક્ટર સંદીપ સાંગલે કોરોના પોઝિટિવ આવ્યા છે. હાલમાં તેઓ ઘરમાં જ સારવાર લઈ રહ્યા છે.

14 માઇક્રો કન્ટેન્મેન્ટ ઝોન ઉમેરાયા
શહેરમાં 165 માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોન અમલમાં હતા. જેમાં આજે વધુ 22 માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોન દૂર કરવામાં આવ્યા છે જ્યારે 14 માઇક્રો કન્ટેન્મેન્ટ ઝોન ઉમેરાયા છે. આમ હવે શહેરમાં કુલ 157 માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોન અમલમાં છે.

124 મકાનોના 148 લોકોને માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોનમાં મૂકવામાં આવ્યા
નવા ઉમેરાયેલા માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોનની વાત કરીએ તો 124 મકાનોના 452 લોકોને માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોનમાં મૂકવામાં આવ્યા છે. શહેરમાં ગોમતીપુરના જીવરામ ભટ્ટની ચાલીમાં 20 મકાનમાં 65 લોકો અને પરમાનંદની ચાલીમાં 18 મકાનના 75 લોકોને માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોનમાં મુકવામાં આવ્યા છે. આ ઉપરાંત મણીનગરના એલાઈડ એપાર્ટમેન્ટના 19 મકાનના 61 લોકો, ઘોડાસરની રત્નદીપ સોસાયટીના 15 મકાનના 61 લોકો પણ માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોનમાં મૂકાયા છે.

1લી ડિસેમ્બરથી શહેરમાં આવેલા પોઝિટિવ કેસ, મોત અને ડિસ્ચાર્જના આંકડા

તારીખપોઝિટિવ કેસમોતડિસ્ચાર્જ
1 ડિસેમ્બર1104
2 ડિસેમ્બર1508
3 ડિસેમ્બર15018
4 ડિસેમ્બર12013
5 ડિસેમ્બર17010
6 ડિસેમ્બર10010
7 ડિસેમ્બર26010
8 ડિસેમ્બર2504
9 ડિસેમ્બર1305
10 ડિસેમ્બર13010
11 ડિસેમ્બર11011
12 ડિસેમ્બર10016
13 ડિસેમ્બર19015
14 ડિસેમ્બર14013
15 ડિસેમ્બર8017
16 ડિસેમ્બર2009
17 ડિસેમ્બર8025
18 ડિસેમ્બર14023
19 ડિસેમ્બર18013
20 ડિસેમ્બર13017
21 ડિસેમ્બર33010
22 ડિસેમ્બર26010
23 ડિસેમ્બર43018
24 ડિસેમ્બર32119
25 ડિસેમ્બર6302
26 ડિસેમ્બર53020
27 ડિસેમ્બર10008
28 ડિસેમ્બર182015
29 ડિસેમ્બર278018
30 ડિસેમ્બર278013
31 ડિસેમ્બર317033
1 જાન્યુઆરી559028
2 જાન્યુઆરી404045
3 જાન્યુઆરી643036
4 જાન્યુઆરી1,314072
5 જાન્યુઆરી1,660062
6 જાન્યુઆરી1,8650545
7 જાન્યુઆરી2,3110584
8 જાન્યુઆરી25670566
9 જાન્યુઆરી25190410
10 જાન્યુઆરી19120655
11 જાન્યુઆરી290301314
12 જાન્યુઆરી3,90401664
13 જાન્યુઆરી3,75411849
14 જાન્યુઆરી3,16402342
15 જાન્યુઆરી266622481
કુલ41,841413070
અન્ય સમાચારો પણ છે...