હવે ભારતીય નાગરિક:અમદાવાદ કલેક્ટરે 32 પાકિસ્તાની હિંદુઓને ભારતીય નાગરિકતા પત્ર એનાયત કર્યા, 7 વર્ષથી શહેરમાં સ્થાયી હતા

અમદાવાદ10 દિવસ પહેલા
અમદાવાદ કલેક્ટર કચેરીએ પાક. હિંદુઓને ભારતીય નાગરિકતા પત્ર એનાયત કરાયા
  • અત્યાર સુધીમાં અમદાવાદ જિલ્લા કલેક્ટર કચેરી દ્વારા 900 વ્યક્તિઓને ભારતીય નાગરીકતા આપવામાં આવી
  • અમદાવાદ કલેક્ટર કચેરી ખાતે 32 પાક. હિંદુઓને ભારતીય નાગરિકતા પત્ર અને 18ને સ્વીકૃતિ પત્ર એનાયત કરાયા

અમદાવાદ જિલ્લા કલેક્ટર સંદીપ સાગલે દ્વારા આજે રવિવારે 32 પાકિસ્તાની લઘુમતી ધરાવતા હિંદુઓને નાગરિકતા પત્ર એનાયત કરવામાં આવ્યા હતા. આ 32 પાકિસ્તાની હિંદુઓ છેલ્લા 7 વર્ષથી અમદાવાદમાં સ્થાયી હતા. નાગરિકતા અધિનિયમ પ્રમાણે 7 વર્ષથી એક જ સ્થળે રહેતા વિદેશી નાગરિકોને બંધારણીય પ્રક્રિયા અનુસરીને નાગરિકતા પત્ર આપવામાં આવે છે.નવા 18 પાકિસ્તાની હિંદુઓની નાગરિકતા માટેનું અરજીપત્રક સ્વીકારીને આગામી નાગરીકતા પ્રક્રિયા માટે એનાયત કરવામાં આવ્યું હતું.

રાજ્ય અને આઈબીની ટીમ ટીમ ચકાસણી કરે પછી સ્વીકાર પત્ર મળે
અત્રે નોંધનીય બાબત છે કે, રાજ્ય અને કેન્દ્રની આઇ.બી. ટીમ દ્વારા યોગ્ય ચકાસણી થયા બાદ તેઓને સ્વીકાર પત્ર એનાયત કરવામાં આવે છે. જેને આધારે બાકીના નિયમોનુસાર જરૂરી પૂરાવા રજૂ કર્યા બાદ જિલ્લા કલેક્ટર કચેરી દ્વારા આખરી નાગરિકતા પ્રમાણપત્ર આપવામાં આવે છે. ખૂબ જ ટૂંકા ગાળામાં આ 18 વ્યક્તિઓની પણ સમગ્ર પ્રક્રિયા પૂર્ણ કરીને તેઓને પણ નાગરિકતા પત્ર એનાયત કરવામાં આવશે. વર્ષ 2016થી અત્યાર સુધીમાં 900 લોકોને નાગરિકતા પત્ર અમદાવાદ જિલ્લા કલેક્ટર કચેરી દ્વારા એનાયત કરવામાં આવ્યા છે.

છેલ્લા 7 વર્ષથી પાકિસ્તાની હિંદુઓ અમદાવાદમાં સ્થાયી થયા છે
છેલ્લા 7 વર્ષથી પાકિસ્તાની હિંદુઓ અમદાવાદમાં સ્થાયી થયા છે

2016 અને 2018ના ગેઝેટથી 3 દેશના લધુમતીઓને નાગરિકતા અપાય છે
અત્રે નોંધનીય બાબત છે કે, વર્ષ 2016 અને 2018ના ગેઝેટથી ગુજરાત રાજ્યમાં અમદાવાદ, ગાંધીનગર અને કચ્છ જિલ્લા કલેક્ટરને અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ અને પાકિસ્તાની લધુમતી ધરાવતા( હિંદુ, શીખ, બૌધ્ધ, જૈન, પારસી અને કિશ્ર્ચન) ધર્મના લોકોને નાગરિકતા અધિનિયમ અંતર્ગતની પ્રક્રિયા અનુસરીને ભારતીય નાગરિકતા આપવામાં આવે છે.

હવે ભારતીય બન્યાંની ખુશી પાકિસ્તાની હિંદુઓમાં સ્પષ્ટ ઝલકતી હતી
હવે ભારતીય બન્યાંની ખુશી પાકિસ્તાની હિંદુઓમાં સ્પષ્ટ ઝલકતી હતી
અમદાવાદ કલેક્ટર સંદીપ સાંગલેએ પાકિસ્તાની લધુમતીઓને ભારતીય નાગરિકતા પત્ર એનાયત કર્યા
અમદાવાદ કલેક્ટર સંદીપ સાંગલેએ પાકિસ્તાની લધુમતીઓને ભારતીય નાગરિકતા પત્ર એનાયત કર્યા
32 પાકિસ્તાની હિંદુઓને અમદાવાદ કલેક્ટર કચેરીએ ભારતીય નાગરિકતા અપાઈ હતી
32 પાકિસ્તાની હિંદુઓને અમદાવાદ કલેક્ટર કચેરીએ ભારતીય નાગરિકતા અપાઈ હતી
અન્ય સમાચારો પણ છે...