તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

અમદાવાદ:શહેરના નરોડા-કોતરપુરમાં પોણા બે ઈંચ વરસાદ, ઓઢવ, ચાંદખેડા અને મેમકોમાં હળવા વરસાદી ઝાપટાં

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક

બપોર બાદ અમદાવાદ અને ગાંધીનગરના વાતાવરણમાં પલટો આવ્યો હતો. સાંજે ભારે પવન ફુંકાયો હતો અને વાદળછાયું વાતાવરણ થઈ ગયું હતું. સાથે સાથે ધૂળની ડમરીઓ ઉડતા વાહનચાલકો હેરાન પરેશાન પણ થઈ ગયા હતા. જો કે થોડીવારમાં જ વીજળીના કડાકા ભડાકા સાથે ભારે વરસાદ શરૂ થયો હતો. શહેરમાં સવારના 6 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધીમાં સૌથી વધુ નરોડા અને કોતરપુરમાં પોણા બે ઈંચ વરસાદ પડ્યો હતો. ત્યાર બાદ ચાંદખેડામાં અડધો ઈંચ જ્યારે ઓઢવમાં 9.50 મિમિ, મેમકોમાં 8.50 મિમિ, રાણીપમાં 5.50 મિમિ વરસાદ પડ્યો હતો. આ સિવાયના વિસ્તારોમાં સામાન્ય ઝાપટા પડ્યાં હતા. આ સાથે જ શહેરમાં મૌસમનો સરેરાશ સાડા ઈંચ વરસાદ પડ્યો છે.

વાસણાથી લઈ મેઘાણીનગર સહિતના વિસ્તારોમાં વરસાદ
અમદાવાદના વાસણા, વેજલપુર, રાણીપ, એસજી હાઇવે, ગોતા, ન્યુ રાણીપ, સાબરમતી, ચાંદખેડા, મોટેરા, રાણીપ, અખબારનગર, બોડકદેવ, સેટેલાઈટ, મણિનગર, નરોડા, કુબેરનગર, શાહીબાગ, મેઘાણીનગર, એરપોર્ટ અને સરદારનગરમાં વરસાદ પડ્યો હતો. જ્યારે અડાલજમા ભારે વાવાઝોડા સાથે વરસાદ પડ્યો છે અને કાંકરીઓ ઉડી હતી. જેને પગલે કેટલાક વિસ્તારોમાં વીજળી પણ જતી રહી હતી.

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- લાભદાયક સમય છે. કોઇપણ કાર્ય તથા મહેનતનું સંપૂર્ણ ફળ મળશે. ફોન કોલ દ્વારા કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળવાની સંભાવના છે. માર્કેટિંગ અને મીડિયાને લગતાં કાર્યો ઉપર ધ્યાન આપો. નેગેટિવઃ- કોઇપણ પ્રક...

વધુ વાંચો