સાચા રાષ્ટ્રરક્ષક / ‘બોર્ડર પર ના જઈ શકું તો શું થઈ ગયું, શહેરને સ્વચ્છ રાખીને તો દેશ સેવા કરી જ શકું’

X

  • કોરોનાના કહેર વચ્ચે અમદાવાદવાસીઓ સહિત આખો દેશ ઘરમાં શાંતિથી સૂતો હોય છે ત્યારે સફાઈ કામદારો ડર વિના શહેરને સ્વચ્છ કરે છે
  • ઘરના પરિવારજનો ચિંતા કરે તો હિંમતભાઈ જેવા સફાઈકર્મી શાંતિથી સમજાવે છે કે, દેશમાં વાઈરસ ન ફેલાય તે માટે તો સફાઈ કરવી જ પડે

દિવ્ય ભાસ્કર

Mar 26, 2020, 06:17 PM IST

ચેતન પૂરોહિત, અમદાવાદઃ કોરોનાના કહેર વચ્ચે દેશ આખો લોકડાઉન છે ત્યારે આ વાઈરસના ખાત્મા માટે અશોકભાઈ અને હિંમતભાઈ જેવા રાષ્ટ્રરક્ષકો આખી રાત સફાઈકામ કરીને શહેરને ચોખ્ખું રાખે છે. અત્ચારે ઘરની બહાર નિકળવાની પણ કોઈ હિંમત નથી કરી રહ્યું ત્યારે આ સફાઈકર્મીઓ પરિવારજનોની ચિંતા અને ઘરની બહાર ન નિકળવાના આગ્રહ વચ્ચે પણ પોતાનું કામ ચૂકતા નથી. તેમનો ઉદ્દેશ એટલો જ છે કે, શહેર સ્વચ્છ રહેવું જોઈએ અને આ માટે તેમણે કામ પર જવું જ પડે. અમદાવાદના વાડજ વિસ્તારમાં કામ કરતા આવા જ એક સફાઈકર્મી સાથે DivyaBhaskarએ વાત કરી તો તેમણે ગર્વભેર કહ્યું કે, અમે બોર્ડર પર જઈને નથી લડી શકતા તો શું થઈ ગયું, અહીં આ વાઈરસ સામેની જંગ તો લડી જ શકીએ. આ માટે ભલે દિવસ-રાત કામ કરવું પડે પણ શહેરને ચોખ્ખું રાખવું ખૂબ જરૂરી છે.

સફાઈકર્મીઓની જુસ્સાપૂર્ણ વાત તેમની જ જુબાનીમાં...

‘‘સાહેબ, અમે રાતે શહેરને સફાઈ કરવા ઘરેથી નિકળીએ તો બાળકો કહે છે કે તમે શું લેવા જાવ છો... મા-બાપ પૂછે છે કે તું ના જાય તો ના ચાલે? પણ હું છોકરાને કહું છું કે બેટા, દેશ માટે તો જવું જ પડે ને. આપણે બોર્ડર પર જઈ ના શકીએ તો કાંઈ નહીં લોકો તો આપણા માટે કામ કરે જ છે. અત્યારે કોરોનાની બિમારી ફેલાયેલી છે તો પણ પોલીસવાળા દિવસ-રાત જોયા વિના આપણા માટે કામ કરે છે. ડોક્ટરો-નર્સો ઘડિયાળ જોયા વિના લોકોની સેવા કરે છે. તો આપણે દેશ માટે આટલું કરવું જ જોઈએ. ગુજરાતમાં સાફસફાઈ કરવી જરૂરી છે જેથી રોગચાળો ના ફેલાય. સાંજે સફાઈ કામ માટે જોઉં છું ત્યારે મને પરિવારની અને પરિવારને મારી સતત ચિંતા હોય. અમે ઘરે આવીને હાથ પગ ધોઈએ છે. છતાં કોરોનાની દહેશત અમને ડરાવે છે .મારો પરિવાર પણ મને ઘરની બહાર જવાની ના પાડે છે.’’

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી