કોરોનાથી ડિસ્ટન્સિગ:અમદાવાદ સિવિલના બે ટોચના હોદ્દા પર રહેલા ડોક્ટર એકેયવાર કોરોના સંક્રમિત થયા નથી, SMS ફોર્મ્યુલાથી મહામારી સામે છે અડીખમ

અમદાવાદ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
ડાબેથી  સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ ડૉ. રાકેશ જોષી અને એડિશનલ સુપ્રિટેન્ડેન્ટ ડૉ. રજનીશ પટેલ - Divya Bhaskar
ડાબેથી સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ ડૉ. રાકેશ જોષી અને એડિશનલ સુપ્રિટેન્ડેન્ટ ડૉ. રજનીશ પટેલ

દેશ અને દુનિયામાં પોણા બે વર્ષથી મહામારી સામે મહાયુદ્ધ લડી રહી છે. કોરોનાની ત્રીજી લહેર પણ સુનામી જેવી સાબિત થઈ છે. પરંતુ આ મહામારી સામે લડવાનું અમોઘ શસ્ત્ર જો કોઈ હોય તો માસ્ક. જ્યારથી કોરોના આવ્યો ત્યારથી સોશિયલ ડિસ્ટન્સિગ, માસ્ક અને સેનેટાઇઝર(SMS)નું મહત્વ વધી ગયું છે. જો કે આમ છતાં નાગરિકો માસ્ક પહેરતા નથી કે નથી સોશિયલ ડિસ્ટન્સિગનું પાલન કરતા. જેને કારણે કોરોનાનો ભોગ બને છે. કોરોના સંક્રમણથી બચવા માસ્ક અને કોવિડ અનુરૂપ વ્યવહારને અનુસરવું કેટલું મહત્વનું છે તેનું દ્રષ્ટિવંત ઉદાહરણ એશિયાની સૌથી મોટી સિવિલ હોસ્પિટલના ટોચના હોદ્દા પર રહેલા બે તબીબોએ પૂરું પાડ્યું છે.

બન્ને ડોક્ટરોએ રાઉન્ડ ઘ ક્લોક સેવાઓ બજાવી અમદાવાદ સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ ડૉ. રાકેશ જોષી અને એડિશનલ સુપ્રિટેન્ડેન્ટ ડૉ. રજનીશ પટેલ મે-2020થી કોરોના સામેની લડતમાં સિવિલ હોસ્પિટલમાં કાર્યરત હોવા છતાં પણ આજદિન સુધી એક પણ વખત કોરોના સંક્રમિત થયા નથી. આ બંને કોવિડ બડ્ડીસ(મિત્રો)એ કોરોના વોરિયર બનીને કોરોના સામેના જંગમાં અને જંગના મેદાનમાં રાઉન્ડ ઘ ક્લોક સેવાઓ બજાવી છે.

નિયત પધ્ધતિ પ્રમાણે જ PPE કિટ પહેરીને દર્દીઓને તપાસે છે
20 મહિનાથી કોરોનાના અતિસંવેદનશીલ અને વાયરસના સંક્રમણની મહત્તમ સંભાવના ધરાવતા વિસ્તારમાં ફરજો અદા કર્યાં છતાં પણ તેઓ સંક્રમિત ન થયા હોય તો તેનું એક માત્ર હથિયાર હતું. માસ્ક અને કોવિડ અનુરૂપ વ્યવહાર. શરૂઆતના સમયથી જ N-95, સર્જીકલ માસ્ક કાળજીપૂર્વક પહેરીને, સમયાંતરે નિયમ પ્રમાણે તેને બદલીને તેઓએ શરીરમાં કોરોનાનું સંક્રમણ જે વિસ્તારમાંથી પ્રવેશે છે તેવા ચહેરાને સુરક્ષિત રાખી શક્યા. કોવિડ વોર્ડમાં PPE કીટ પહેરીને જાય ત્યારે નિયત પધ્ધતિ પ્રમાણે જ PPE કિટ પહેરીને દર્દીઓને તપાસવાના તેમની સાથે ચર્ચા કરવાની.

કોરોના વોર્ડમાં ના હોય ત્યારે પણ સતત માસ્ક પહેરી રાખે છે
કોરોના વોર્ડમાં ના હોય ત્યારે પણ સતત માસ્ક પહેરી રાખવુ, સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવું અને જરૂર જણાયે સેનિટાઇઝ કરતા રહેવાના SMSના નિયમોને ચુસ્તપણે તેઓ અનુસરતા રહ્યા. 16મી જાન્યુઆરીએ કોરોના રસીકરણની શરૂઆત થઇ ત્યારે પ્રથમ જ દિવસે કોરોના રસીકરણ કરાવીને પોતાને અને અન્યોને પણ કોરોના સામેના સુરક્ષા કવચ થી સજ્જ કર્યાં. 10મી જાન્યુઆરીએ જ્યારે સમગ્ર રાજ્યમાં પ્રિકોશન ડોઝની શરૂઆત થઇ ત્યારે ફરી વખત કોરોના રસીકરણનો પ્રિકોશન ડોઝ લઇને કોરોના સામેની લડતમાં પોતાની સજ્જતા દર્શાવી અન્ય સ્ટાફને પણ રસીકરણ માટે પ્રેરણા આપી.

બંને તબીબો જાણે છે કે રસીકરણનું કેટલું મહત્વ છે. રસીકરણ શરીરમાં કોરોના સામે લડવાના એન્ટીબોડીઝ બનાવે છે. જેથી અતિસંવેદનશીલ વિસ્તારમાં પણ કોરોનાના સંક્રમણથી બચી શકાય છે અથવા કોરોનાનું સંક્રમણ લાગે તો પણ હળવા લક્ષણો જ રહે છે.

આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે પણ આ સંદર્ભે નાગરિકોને માસ્ક પહેરવા અને કોરોના રસીકરણ કરાવવા અનુરોધ કરતા કહ્યું કે, કોરોનાગ્રસ્ત દર્દીઓને જ્યાં સારવાર આપવામા આવે છે તેવા સામાન્ય વોર્ડથી લઈ ICU સહિતના વિસ્તારમાં સતત માસ્ક પહેરી અને કોવિડ અનુરૂપ વ્યવહારનું ચુસ્તપણે પાલન કરતા હોય ત્યારે આપણે પણ જાગૃત નાગરિક તરીકે જાહેરમાં અને અન્ય સ્થળે સ્વ અને અન્યોની રક્ષા કાજે કોવિડ ગાઇડલાઇનનું ચુસ્તપણે પાલન કરીને માસ્ક પહેરવું જોઇએ.

અન્ય સમાચારો પણ છે...