તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લખલૂંટ ખર્ચો એળે ગયો:અમદાવાદ સિવિલની ઓટીના નવાનક્કોર સેન્સરવાળા ન‌ળ બગડી ગયા, ડોક્ટર્સ સાબુનો ઉપયોગ કરવા મજબૂર

અમદાવાદ25 દિવસ પહેલાલેખક: સમીર રાજપૂત
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર

સિવિલના ટ્રોમા સેન્ટરમાં રાજ્ય સરકાર દ્વારા લખલૂંટ રૂપિયા ખર્ચીને અદ્યતન મોડ્યુલર ઓપરેશન થિયેટર તૈયાર કરાયા છે, પરંતુ ચોંકાવનારી વાત એ છે કે, સર્જરી પહેલા અને પછી ડોકટર પોતાના હાથ જંતુમુકત કરવા માટે બનાવેલા સ્ક્રબ એરિયામાં મોંઘાદાટ સેન્સરવાળા નળ બગડી ગયા છે, તેમજ જંતુમુક્ત કરવા અપાતું લિક્વિડ પાતળુું હોવાથી હાથ સ્વચ્છ થતાં ન હોવાથી ડોકટરોને સાબુ મંગાવીને હાથ સ્વચ્છ કરવાની ફરજ પડતી હોવાનું જાણવા મળ્યું છે.

હોસ્પિટલના સૂત્રોના જણાવ્યાં મુજબ, સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટરમાં સર્જરી પહેલા અને પછી ડોકટર અને હોસ્પિટલ સ્ટાફ હાથને જંતુમુક્ત કરી શકે તે માટે બે ઓપરેશન થિયેટર વચ્ચે સ્ક્રબ એરિયા બનાવ્યાં છે. ડોકટરો કે અન્ય સ્ટાફમાં ઇન્ફેક્શન ન લાગે તે માટે સ્ક્રબ એરિયામાં હાથ ધોવા માટે સેન્સરવાળા નળ પગથી ચાલુ થાય તેવી અદ્યતન સિસ્ટમ ઊભી કરવામાં આવી છે. સેન્સરવાળા નળમાં નળ નીચે હાથ ધરતાં પાણી ચાલુ થઇ જાય છે, જેથી ડોકટરે નળને અડવું પડતું નથી, પરંતુ છેલ્લાં કેટલાંક સમયથી આ સેન્સવાળા નળ‌ બગડી ગયા છે, જેથી ડોકટરોને પગથી નળ ચાલુ કરીને હાથ ધોવા પડે છે. એટલું જ નહિ, હાથ ધોવા માટેનું સોફ્ટ લિકવિડ હેન્ડ વોશ લટકાવેલું હોય છે, આ લિક્વિડ એકદમ પાતળું હોવાથી હાથ યોગ્ય રીતે જંતુમુક્ત થતાં ન હોવાથી ડોકટરોને સાબુ મંગાવીને હાથને જંતુમુક્ત કરવાની ફરજ પડતી હોવાનું જાણવા મળ્યું છે.

નળમાંથી સતત1 મિનિટ પાણી વહે છે
સ્ક્રબ એરિયામાં સેન્સરવાળા નળ સતત 1 મિનિટ પાણી ચાલુ રહે તે પ્રમાણે સેન્સર સેટ કરેલું છે, જેથી ડોકટર કે સ્ટાફ નળ નીચે હાથ ધરે તેવું નળમાંથી પાણી ચાલુ થઇ જાય છે, પરંતુ સેન્સરમાં એક મિનિટનું પ્રોગ્રામિંગ કર્યું હોવાથી હાથ ધોવાઇ ગયા બાદ પણ પાણી ચાલંુ રહેતંુ હોવાથી પાણીનો બગાડ થાય છે. ફરીથી સેન્સરવાળા નળ રિપેર કરાય તો તેમાં 30 સેકન્ડનું પ્રોગ્રામિંગ કરીને પાણીનો બગાડ અટકાવી શકાય છે.

અન્ય સમાચારો પણ છે...