તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મ્યુકરની સર્જરી:અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં છેલ્લા 2 મહિનામાં 850 દર્દીઓએ મ્યુકોરમાઈકોસિસની સારવાર મેળવી, 456 દર્દીઓની સર્જરી થઈ

અમદાવાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
456 દર્દીઓની સર્જરી સફળતાપૂર્વક હાથ ધરવામાં આવી - Divya Bhaskar
456 દર્દીઓની સર્જરી સફળતાપૂર્વક હાથ ધરવામાં આવી
  • 50 લાખનું વિમા કવચ ધરાવતા ખાનગી વીમા કંપનીના આસિસટન્ટ ડિવિઝનલ મેનેજરને મ્યુકોરમાઇકોસિસ થતા સિવિલમાં દાખલ થયા.

કોરોનાના હાહાકાર વચ્ચે રાજ્યમાં મ્યુકોરમાઈકોસિસ જેવા રોગનું પ્રમાણ વધવા માંડ્યું છે. હાલમાં કોરોના કાબુમાં આવ્યો છે પરંતુ આ ફંગસની બિમારી વધારે ગંભીર બની રહી છે. ત્યારે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં છેલ્લા 2 મહિનામાં મ્યુકોરમાઈકોસિસના 850 દર્દીઓએ સારવાર મેળવી છે. સિવિલ હોસ્પિટલ સુપ્રીન્ટેન્ડેન્ટ ડૉ. જે.વી. મોદીએ કહ્યું કે, કોરોનાકાળ દરમિયાન એપ્રિલ અને મે મહિનામાં કોરોનાની સાથે સાથે સિવિલ હોસ્પિટલમાં 850 મ્યુકરમાઇકોસીસના દર્દીઓની સારવાર કરવામાં આવી છે. જેમાંથી 456 દર્દીઓની સર્જરી સફળતાપૂર્વક હાથ ધરાઈ હતી.

વિમા કંપનીના મેનેજરની સર્જરી કરવામાં આવી
ખેડા જિલ્લાના નડીઆદ તાલુકામાં વસતા વિલાસ આંબેટકર ખાનગી વિમા કંપનીમાં મદદનીશ ડિવિઝનલ મેનેજર તરીકે ફરજ બજાવી રહ્યા છે. તેઓ 20મી એપ્રિલે કોરોનાથી સંક્રમિત થયા હતા. નડીઆદ સ્થિત ખાનગી હોસ્પિટલમાં દાખલ થઇ સારવાર મેળવી હતી. કોરોનાની સારવાર દરમિયાન તેઓને લાંબા સમય સુધી ઓક્સિજન પર રાખવા પડ્યા અને રેમડેસીવીર તેમજ અન્ય દવાઓની સારવારથી તેઓ સાજા થયા. 15મી મે ના રોજ માથામાં અને આંખની આજુ-બાજુના ભાગમાં એકાએક દુખાવો થતા તેમજ સોજા આવતા તેઓ ચિંતીત બન્યા.

મ્યુકોરમાઇકોસિસમાં ઘનાઢ્ય વર્ગની સિવિલ હોસ્પિટલમાં સારવારને પ્રાથમિક પંસદગી
મ્યુકોરમાઇકોસિસમાં ઘનાઢ્ય વર્ગની સિવિલ હોસ્પિટલમાં સારવારને પ્રાથમિક પંસદગી

એન્ડોસ્કોપીમાં સાયનસના ફંગસ હોવાનું નિદાન થયું
16મી મે ના રોજ ખાનગી તબીબ સાથે પરામર્થ કરીને તેઓએ બ્રેઇનનું MRI કરાવ્યું. જેમાં કંઇક શંકાસ્પદ જણાઇ રહ્યું હતુ. ત્યારબાદ તેઓએ ENT તબીબને રીપોર્ટ દેખાડતા અને પ્રાથમિક લક્ષણો અંગેની વિગતવાર માહિતી આપતા તબીબ દ્વારા એન્ડોસ્કોપી કરવામાં આવી. જેમાં સાયનસના ફંગસ હોવાનું નિદાન થયું. વિલાસભાઇને અગાઉથી ડાયાબિટીસ, થાયરોઇડ અને આર્થરાઇટીસ જેવી બિમારી હોવાથી તેઓ મ્યુકરમાઇકોસીસને લઇ ચિંતીત બન્યા અને ક્ષણભરનો પણ વિલંબ કર્યા વિના તેઓએ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં જ મ્યુકોરમાઇકોસિસની સમગ્ર સારવાર કરાવવાનું નક્કી કર્યું.

સિવિલના મ્યુકર વોર્ડમાં દાખલ થવાનો નિર્ણય કર્યો
વિલાસ ભાઇ પોતે ખાનગી વિમા કંપનીમાં ઉચ્ચ હોદ્દા પર વર્ષોથી ફરજ બજાવી રહ્યા છે. તેઓને 50 લાખનું જીવનરક્ષક મેડિકલ કવચ હોવા છતા તેઓએ સિવિલ હોસ્પિટલની તબીબી સારવાર પધ્ધતિ ઉપર જ વિશ્વાસ મૂકીને સિવિલ હોસ્પિટલના મ્યુકર વોર્ડમાં દાખલ થવાનો નિર્ણય કર્યો. અહીં તેઓને 17મી મે ના રોજ સિવિલ હોસ્પિટલની કોરોના ડેઝીગ્નેટેડેટ 1200 બેડ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. કોરોના રીપોર્ટ નેગેટીવ આવતા તેઓને અમદાવાદ સિવિલ હોસ્પિટલના મ્યુકરમાઇકોસીસ વોર્ડમાં સારવાર અર્થે શીફ્ટ કરવામાં આવ્યા.

વિલાસ આંબેડકર ખાનગી વિમા કંપનીમાં મદદનીશ ડિવિઝનલ મેનેજર
વિલાસ આંબેડકર ખાનગી વિમા કંપનીમાં મદદનીશ ડિવિઝનલ મેનેજર

તેઓ છેલ્લા 8 દિવસથી સારવાર હેઠળ છે
સિવિલ હોસ્પિટલના મ્યુકરમાઇકોસીસના અલાયદા વોર્ડમાં દાખલ થયા બાદ તેઓની બાયોપ્સી કરવામાં આવી. જેમાં મ્યુકરની ફંગસ ચહેરાના કયા ભાગમાં કેટલા પ્રમાણમાં છે તેનો અંદાજો આવ્યો. ત્યારબાદ 24 મી મે ના રોજ તેઓની સર્જરી હાથ ધરવામાં આવી. અંદાજે ૩ કલાક ચાલેલી સર્જરી બાદ તેઓને પોસ્ટ ઓપરેટીવ વોર્ડમાં લાવવામાં આવ્યા. આ પોસ્ટ ઓપરેટીવ વોર્ડમાં તેઓ છેલ્લા 8 દિવસથી સારવાર હેઠળ છે. જેમાં તેઓને મ્યુકોરમાઇકોસિસ સામેના જીવનરક્ષક એમ્ફોટેરેસીન બી તેમજ સપોર્ટીવ દવાઓ દ્વારા સારવાર આપવામાં આવી રહી છે.

લોકોનો જીવ બચાવવાના સંકલ્પ સાથે તમામ મેડિકલ અને પેરામેડિકલ સ્ટાફ કાર્યરત
લોકોનો જીવ બચાવવાના સંકલ્પ સાથે તમામ મેડિકલ અને પેરામેડિકલ સ્ટાફ કાર્યરત

તમામ મેડિકલ અને પેરામેડિકલ સ્ટાફ કાર્યરત
વિલાસભાઇનો વોર્ડમાં જઇ સંપર્ક કરતા તેઓએ જણાવ્યું હતું કે, સિવિલ હોસ્પિટલના તબીબોની કર્તવ્યનિષ્ઠાને હું બિરદાવું છું. સિવિલ હોસ્પિટલના તબીબોથી લઇ સફાઇકર્મીઓ સહિતનો તમામ સ્ટાફ પોતાના ફરજ પ્રત્યે કર્તવ્યનિષ્ઠ છે. સિવિલ હોસ્પિટલની સ્વચ્છતા, તબીબોનો સમર્પણભાવ અને નર્સિંગ સ્ટાફના સેવાભાવથી હું ખુબ જ પ્રભાવિત થયો છું સિવિલ હોસ્પિટલના તબીબો પર સારવાર અને કામનું ભારણ હોવા છતા પણ હસ્તામુખે દિવસ રાત મહેનત કરીને ગમે તે ભોગે દર્દીઓની સેવા કરી તેમનો જીવ બચાવવાના સંકલ્પ સાથે તમામ મેડિકલ અને પેરામેડિકલ સ્ટાફ કાર્યરત છે.

અન્ય સમાચારો પણ છે...