તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મૃત્યુદર વધ્યો:2020માં વિસ્ફોટક રહી સિવિલ હોસ્પિટલ, કોવિડ સિવાય પણ રોજના 20, એક વર્ષમાં કોરોના સિવાયના 7035 દર્દીનાં મોત

અમદાવાદ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
ફાઈલ ફોટો - Divya Bhaskar
ફાઈલ ફોટો
 • ગત વર્ષે દર્દીઓની સંખ્યા વધુ હતી એ અરસામાં અસારવા સિવિલમાં 9920 મોત થયાં હતાં

અમદાવાદમાં કોરોનાકાળ દરમિયાન શહેરની સિવિલ હોસ્પિટલમાં ચાલુ વર્ષમાં કોવિડ સિવાયની અન્ય બીમારીમાં 7035 લોકોનાં મોત થયાં છે. સિવિલ હોસ્પિટલમાં આ વર્ષે રોજના 20 જેટલા કોરોના સિવાયના દર્દીઓનાં મોત નીપજ્યાં હતાં. લૉકડાઉનના સમયગાળા દરમિયાન સિવિલ હોસ્પિટલમાં કોરોનાને કારણે થયેલાં મોતને પગલે લોકોમાં એટલો બધો ગભરાટ હતો કે વર્ષ દરમિયાન અન્ય બીમારીના દર્દીઓ સારવાર માટે આવ્યા જ નહોતા. એ છતાંય મોતનું પ્રમાણ ઊંચું રહ્યું છે.

અસારવા સિવિલમાં 9920 મોત થયાં હતાં
સિવિલ હોસ્પિટલમાં વર્ષ 2019ની સરખામણીએ ઓપીડીમાં 44.51 ટકા, ઈન્ડોર પેશન્ટમાં 38.43 ટકા, સર્જરીમાં 45.17 ટકા અને ડિલિવરીમાં 19.72 ટકાનો ઘટાડો નોંધાયો છે. પહેલી જાન્યુઆરી 2020થી 28મી ડિસેમ્બર 2020 સુધીમાં કોરોના સિવાયની સારવાર માટે આવનારા દર્દીઓમાં ધરખમ ઘટાડો નોંધાયો છે, તેમ છતાં 7035 લોકોનાં મોત થયાં છે. ગત વર્ષે દર્દીઓની સંખ્યા વધુ હતી એ અરસામાં અસારવા સિવિલમાં 9920 મોત થયાં હતાં. આમાં નવજાત બાળકો, સગર્ભા મહિલાઓ સહિતના દર્દીઓનો સમાવેશ થાય છે.

કોરોનાના ગભરાટમાં બીજી બધી સારવાર બંધ જેવી હતી
કોરોનાના ગભરાટમાં બીજી બધી સારવાર બંધ જેવી હતી, અન્ય સારવારમાં ધરખમ ઘટાડો છતાં ઊંચા મોતનું પ્રમાણ બતાવે છે કે આરોગ્ય સેવા કથળી રહી છે. ગુજરાત સરકાર સારી આરોગ્ય સેવાઓની વાહ-વાહ કરતી થાકતી નથી, પરંતુ આરોગ્ય માળખું ખોખલું હોવાનો ચિતાર મળી રહ્યો છે. કોરોનાના કપરાકાળમાં સિવિલમાં તબીબો સહિતના કોરોના વોરિયર્સે રાત-દિવસ મહેનત કરી છે. અલબત્ત, કોરોના સિવાયની સારવાર ઠપ જેવી રહી જેને કારણે મોતનું પ્રમાણ ઊંચું હોવાનું મનાય છે. બીજી તરફ, સિવિલ હોસ્પિટલના સુપરિન્ટેન્ડન્ટ ડો. જે.વી. મોદીએ એવો દાવો કર્યો કે સિવિલ હોસ્પિટલમાં એકંદરે મોતનું પ્રમાણ નીચું રહ્યું છે.

કોરોનાના ડરમાં સિવિલમાં એક જ વર્ષમાં સર્જરી 45 ટકા ઘટી
કોરોનાના ડરને કારણે સિવિલમાં નોન-કોવિડ માટે સારવાર લેનારાની સંખ્યામાં ધરખમ ઘટાડો નોંધાયો હતો, તેમ છતાં મોતનું પ્રમાણ ઘટવું જોઈએ એવું થયું નથી. સર્જરીમાં 2019ની સરખામણીએ 45 ટકા જેટલો ઘટાડો થયો છે. એ જ રીતે ગત વર્ષની સરખામણીએ ઓપીડીમાં 44.51 ટકા, ઈન્ડોર પેશન્ટમાં 38.43 ટકા, ડિલિવરીમાં 19.72 ટકા જેટલો ઘટાડો નોંધાયો હતો.

સિવિલમાં કોરોના સહિત કુલ 8235 દર્દીનાં મોત
અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં અત્યારસુધીમાં આશરે 1200 જેટલા દર્દીઓનાં મોત થયાં છે. નોન-કોવિડમાં 7035 મોત થયાં છે. આમ, સિવિલ હોસ્પિટલમાં 8235 જેટલા દર્દીઓનાં મોત થયાં છે. મહત્ત્વનું છે કે સરકાર સામે આક્ષેપો થતા રહ્યા છે કે કોરોનામાં મોત અને કેસના આંકડા છુપાવવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો