મોઁઘવારીનો વિરોધ:અમદાવાદ શહેર યુથ કોંગ્રેસનું મોંઘવારી મુદ્દે પ્રચંડ વિરોધ પ્રદર્શન, બળદગાડા અને બેનરો સાથે ઉગ્ર સૂત્રોચ્ચાર

અમદાવાદ25 દિવસ પહેલા
  • કૉપી લિંક
બળદગાડા પર સવાર થઈને યુથ કોંગ્રેસના કાર્યકરો-નેતાઓએ વિરોધ કર્યો - Divya Bhaskar
બળદગાડા પર સવાર થઈને યુથ કોંગ્રેસના કાર્યકરો-નેતાઓએ વિરોધ કર્યો
  • મોંઘવારીના વિરોધમાં મોટી સંખ્યામાં યુવાનો કાર્યકર્તાઓ અને લોકો જોડાયા
  • યુથ કોંગ્રેસ રાષ્ટ્રીય પ્રવક્તા,શહેર યુથ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ સહિત આગેવાનો કાર્યકરોની અટકાયત

આજે 5 જૂનના રોજ મેમ્કો ખાતે અમદાવાદ શહેર યુથ કોંગ્રેસ દ્વારા મોંઘવારી મુદ્દે વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. બળદગાડા પર સવાર થઈને યુથ કોંગ્રેસના કાર્યકરોએ દેખાવો યોજ્યા હતા. જેમાં અમદાવાદ શહેર યુથ કોંગ્રેસ કાર્યકારી પ્રમુખ જયમન શર્માની આગેવાનીમાં મોટી સંખ્યામાં યુવાનો અને કાર્યકર્તાઓ એકત્રિત થયા હતા.

મોંઘવારી અને બેકારીનો કારમો વાર
આજે એક તરફ મોંઘવારીનો માર અને બીજી તરફ ઘેર ઘેર યુવાનો છે. બેરોજગાર ત્યારે જનતા પિસાઈ રહી છે. જનતાની વેદનાને વાચા આપવા માટે યુથ કોંગ્રેસ રસ્તાઓ પર ઉતરીને લડાઈ લડી રહી છે.

મોંઘવારી સામે યુથ કોંગ્રેસ રસ્તાઓ પર ઉતરી
મોંઘવારી સામે યુથ કોંગ્રેસ રસ્તાઓ પર ઉતરી

યુથ કોંગ્રસના કાર્યકરો અને આગેવાનોની અટકાયત
આજના મોંઘવારીના વિરોધ પ્રદર્શન કાર્યક્રમને નિષ્ફળ બનાવવા મોટી સંખ્યામાં પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો હતો અને યુથ કોંગ્રેસ રાષ્ટ્રીય પ્રવક્તા કપિલ દેસાઈ, અમદાવાદ શહેર યુથ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ જયમન શર્મા સહિત આગેવાનો કાર્યકરોની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી.

યુથ કોંગ્રેસ નેતાઓની અટકાયત
યુથ કોંગ્રેસ નેતાઓની અટકાયત
અન્ય સમાચારો પણ છે...