કાર્યવાહી:અમદાવાદ શહેર પોલીસે સપાટો બોલાવ્યો, છેલ્લા બે દિવસમાં દારૂ સાથે અને દારૂ પીધેલા 525 લોકોને ઝડપી પાડ્યા

અમદાવાદ17 દિવસ પહેલા
પોલીસે દારૂડિયાઓ અને બુટલેગરો પર તવાઈ બોલાવી
  • સિવિલ હોસ્પિટલમાં પીધેલાઓને ચેકિંગ માટે લવાયા ત્યારે રીતસર લાઈન લાગી હતી
  • હોસ્પિટલની બહાર પણ પોલીસના વાહનોની કતારો જોવા મળી હતી

અમદાવાદમાં બુટલેગરો બેફામ બન્યાં છે અને દારૂ પીને છાકટા થનારા લોકોને પકડવામાં પોલીસ ક્યાંક પાંગળી સાબિત થઈ હોય એવું ચર્ચાઈ રહ્યું હતું. પોલીસ પર દારુ અને બુટલેગરો મુદ્દે અનેક આક્ષેપો થતા હોય છે. તેવામાં શહેરમાં પોલીસ દ્વારા અલગ અલગ વિસ્તારમા દારૂ પીધેલા અને દારૂ વેચનારા લોકોને પકડી પાડવા માટે એક ખાસ ડ્રાઈવ રાખવામાં આવી છે. આ ડ્રાઈવમાં પોલીસે બે દિવસમાં જ 525 જેટલા દારુડિયા અને દારુ સાથે એમ મળીને કુલ 525 લોકોને પકડી પાડ્યાં છે.

પોલીસ નશો કરેલા લોકોને સિવિલ હોસ્પિટલમાં ચેકિંગ માટે લઈ ગઈ હતી
પોલીસ નશો કરેલા લોકોને સિવિલ હોસ્પિટલમાં ચેકિંગ માટે લઈ ગઈ હતી

સિવિલ હોસ્પિટલમાં ચેકિંગ માટે લાઈનો લાગી
પોલીસે પકડાયેલા તમામ લોકો વિરૂદ્ધ કાર્યવાહી શરૂ કરી છે. દારૂ પીધેલાને પકડીને તેમને ચેકિંગ કરવા માટે હોસ્પિટલમાં લાવવામાં આવતાં હોય છે. જ્યાં બુધવારે રાત્રે સિવિલ હોસ્પિટલમાં પીધેલા લોકોને ચેકિંગ માટે લાવવામાં આવ્યાં હતાં. આ લોકોની લાંબી લાઈનો લાગી હતી. એટલું જ નહીં હોસ્પિટલની બહાર પોલીસના વાહનોની કતારો પણ જોવા મળી હતી.

હોસ્પિટલ બહાર પીધેલા લોકોને લઈ આવેલી પોલીસના વાહનોની કતાર લાગી હતી
હોસ્પિટલ બહાર પીધેલા લોકોને લઈ આવેલી પોલીસના વાહનોની કતાર લાગી હતી

પોલીસની દારૂડિયા અને બુટલેગરો પર તવાઈ
અમદાવાદ શહેરમાં પોલીસે છેલ્લા બે દિવસમાં દારૂડિયા અને બુટલેગરોને પકડવા માટે ડ્રાઈવ શરૂ કરી છે. જેમાં બે દિવસથી આવા લોકો પર પોલીસે તવાઈ બોલાવી છે. જેમાં આખા શહેરમાં અધધધ દારૂડિયા અને બુટલેગરો ઝડપાયા છે. સામાન્ય રીતે 31મી ડિસેમ્બરની રાત્રે પોલીસ દ્વારા આ પ્રકારની મેગા ડ્રાઈવ યોજવામાં આવે છે. પોલીસે પાંચમી ઓક્ટોબરે શહેરમાંથી 191 અને છઠ્ઠી ઓક્ટોબરે 334 દારૂડિયા અને બુટલેગરોને ઝડપી પાડ્યા હતાં.

શહેરમાં આ વિસ્તારોમાં પોલીસે કાર્યવાહી કરી

વિસ્તારકેસ
ઘાટલોડિયા10
સોલા8
વસ્ત્રાપુર2
યુનિવર્સિટી3
નારણપુરા2
નવરંગપુરા4
રિવરફ્રન્ટ વેસ્ટ1
વાડજ8
ચાંદખેડા3
માધુપુરા6
રાણિપ9
રિવરફ્રન્ટ ઇસ્ટ2
સાબરમતી7
કારંજ2
શાહપુર5
કાલુપુર7
શહેરકોટડા36
ગા.હવેલી10
ખાડીયા11
સેટેલાઇટ4
એલિસબ્રિજ4
સરખેજ7
વાસણા10
વેજલપુર12
શાહીબાગ3
એરપોર્ટ2
કૃષ્ણનગર4
મેઘાણીનગર3
નરોડા5
સરદારનગર6
બાપુનગર9
ગોમતીપુર9
રખિયાલ3
અમરાઈવાડી7
ખોખરા7
નિકોલ8
ઓઢવ10
રામોલ4
વટવા13
વટવા GIDC9
ઇસનપુર11
મણિનગર10
દાણીલીમડા10
કાગડાપીઠ15
નારોલ13
અન્ય સમાચારો પણ છે...