તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોનાનું સંક્રમણ:અમદાવાદ શહેરમાં હવે 93 માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનઃ નવા 6 માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન ઉમેરાયા, 3ને મુક્ત કરવામાં આવ્યા

અમદાવાદ5 મહિનો પહેલા
 • કૉપી લિંક

છેલ્લા ઘણા સમયથી શહેરના પૂર્વ કરતાં પશ્ચિમ વિસ્તારમાં માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન વધી રહ્યો છે. શહેરમાં આજે 3 વિસ્તારને માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનમાંથી મુક્ત કરવામાં આવ્યા છે. જ્યારે નવા કેસ નોંધાતા 6 માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન ઉમેરાયા છે. હાલમાં શહેરમાં 93 માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન અમલમાં છે. જેમાં સાઉથ ઝોનના 4, વેસ્ટ ઝોનના 1 અને નોર્થ વેસ્ટ ઝોનના 1 વિસ્તારને માઇક્રો કન્ટેનમેન્ટમાં મૂકવામાં આવ્યું છે.

3 વિસ્તારને મુક્ત કરવામાં આવ્યા
માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનમાંથી 3 વિસ્તારને મુક્ત કરવામાં આવ્યા છે. નોર્થ વેસ્ટ ઝોનના આનંદ સફીરના સી બ્લોક 2, 7, 8, 9 નંબરના ફ્લોરને માઇક્રો કન્ટેનમેન્ટમાંથી મુક્ત કરવામાં આવ્યા છે. ચાંદલોડિયા વિસ્તારના કિર્તિ પ્લેટીનિયમમાં સી બ્લોકના 2થી 5 બ્લોકને અને બોડકદેવ વિસ્તારના પંચગીની એપાર્ટમેન્ટના ફર્સ્ટ ફ્લોરના ડી બ્લોકને કન્ટેનમેન્ટ મુક્ત કરવામાં આવ્યો છે.

નવા 219 કેસ, 229 ડિસ્ચાર્જ કર્યા
અમદાવાદ શહેર જિલ્લામાં કોરોનાએ ફરી એકવાર ઉથલો માર્યો છે. 24 કલાકમાં શહેર અને જિલ્લામાં કુલ 219 નવા કેસ નોંધાયા છે. જ્યારે 3 દર્દીના મોત થયા છે. તેમજ કુલ 229 દર્દી સાજા થતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 14 નવેમ્બરની સાંજથી 15 નવેમ્બરની સાંજ સુધીમાં શહેરમાં 202 અને જિલ્લામાં 17 નવા કેસ નોંધાયા છે. જ્યારે શહેરમાં 3 દર્દીના મોત થયા છે. તેમજ શહેરમાં 199 અને જિલ્લામાં 30 દર્દી સાજા થતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આ સાથે જ શહેર અને જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો આંકડો 45,343 થયો છે. જ્યારે 40,090 દર્દી સાજા થઈને ઘરે પરત ફર્યા છે અને મૃત્યુઆંક 1,937 થયો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો