તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોનાનું સંક્રમણ:અમદાવાદ શહેરમાં હવે 91 માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનઃ નવા 4 માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન ઉમેરાયા, 2ને મુક્ત કરવામાં આવ્યા

અમદાવાદ5 મહિનો પહેલા
 • કૉપી લિંક

છેલ્લા ઘણા સમયથી શહેરના પૂર્વ કરતાં પશ્ચિમ વિસ્તારમાં માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન વધી રહ્યો છે. શહેરમાં આજે 2 વિસ્તારને માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનમાંથી મુક્ત કરવામાં આવ્યા છે. જ્યારે નવા કેસ નોંધાતા 4 માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન ઉમેરાયા છે. હાલમાં શહેરમાં 91 માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન અમલમાં છે. જેમાં દક્ષિણ ઝોનના જનપથ રો હાઉસ, મુરલીધર સોસાયટીના ઘર નંબર 127થી 134 અને 145થી 152, પાંચાલી એપાર્ટમેન્ટના A1-A4 અને B1,3ને માઇક્રો કન્ટેનમેન્ટમાં મૂકવામાં આવ્યા છે. આ ઉપરાંત નોર્થ વેસ્ટ ઝોનના મેમનગર વિસ્તારના સર્જન ટાવરને માઇક્રો કન્ટેનમેન્ટમાં મૂકાયો છે.

2 વિસ્તારને મુક્ત કરવામાં આવ્યા
માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનમાંથી 2 વિસ્તારને મુક્ત કરવામાં આવ્યા છે. જેમાં પશ્ચિમ ઝોનના વટવા વિસ્તારમાં આવેલા પૂજન એપાર્ટમેન્ટના બ્લોક 19 અને 21ના બીજા માળને માઇક્રો કન્ટેનમેન્ટમાંથી મુક્ત કરવામાં આવ્યો છે. આ સિવાય ઉત્તર-પશ્ચિમ ઝોનના સુકાન ગોલ્ડના ચોથા માળનો ઇ બ્લોક, 2-3 માળનો જે બ્લોક અને 4થા માળનો એલ બ્લોક માઇક્રો કન્ટેનમેન્ટમાંથી મુક્ત કરાયો છે.

આજે 219 નવા કેસ, 185 દર્દી ડિસ્ચાર્જ
અમદાવાદ શહેર જિલ્લામાં કોરોનાએ ફરી એકવાર ઉથલો માર્યો છે. 24 કલાકમાં શહેર અને જિલ્લામાં કુલ 219 નવા કેસ નોંધાયા છે. જ્યારે 3 દર્દીના મોત થયા છે. તેમજ કુલ 185 દર્દી સાજા થતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 12 નવેમ્બરની સાંજથી 13 નવેમ્બરની સાંજ સુધીમાં શહેરમાં 190 અને જિલ્લામાં 29 નવા કેસ નોંધાયા છે. જ્યારે શહેરમાં 3 દર્દીના મોત થયા છે. તેમજ શહેરમાં 167 અને જિલ્લામાં 18 દર્દી સાજા થતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આ સાથે જ શહેર અને જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો આંકડો 44,909 થયો છે. જ્યારે 39,666 દર્દી સાજા થઈને ઘરે પરત ફર્યા છે અને મૃત્યુઆંક 1,932 થયો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

  વધુ વાંચો