તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોનાનું સંક્રમણ:અમદાવાદ શહેરમાં હવે 90 માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનઃ નવા 3 માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન ઉમેરાયા, 4ને મુક્ત કરવામાં આવ્યા

અમદાવાદ5 મહિનો પહેલા
 • કૉપી લિંક

શહેરમાં આજે 4 વિસ્તારને માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનમાંથી મુક્ત કરવામાં આવ્યા છે. જ્યારે નવા કેસ નોંધાતા 3 માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન ઉમેરાયા છે. હાલમાં શહેરમાં 90 માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન અમલમાં છે. જેમાં પશ્ચિમ ઝોનના ચાંદખેડા વિસ્તારના સર્વોત્તમ નગરમાં આવેલા હાઉસ 58થી 72 અને રાણીપ વિસ્તારના નરનારાયણનગરના ઘર નંબર 16થી 28ને માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં મૂકવામાં આવ્યા છે. નોર્થ વેસ્ટ ઝોનના મેમનગરના અક્ષત એપાર્ટમેન્ટને કન્ટેનમેન્ટ ઝોનમાં મૂકવામાં આવ્યા છે.

4 વિસ્તારને મુક્ત કરવામાં આવ્યા
માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનમાંથી 4 વિસ્તારને મુક્ત કરવામાં આવ્યા છે. જેમાં ઇસ્ટ ઝોનના 1, સાઉથ વેસ્ટ ઝોનના 1, નોર્થ વેસ્ટ ઝોનના 2 વિસ્તારને માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનમાંથી મુક્ત કરવામાં આવ્યા છે.

આજે 215 નવા કેસ, 195ને ડિસ્ચાર્જ કર્યા
અમદાવાદ શહેર જિલ્લામાં કોરોનાએ ફરી એકવાર ઉથલો માર્યો છે. 24 કલાકમાં શહેર અને જિલ્લામાં કુલ 215 નવા કેસ નોંધાયા છે. જ્યારે 2 દર્દીના મોત થયા છે. તેમજ કુલ 195 દર્દી સાજા થતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 13 નવેમ્બરની સાંજથી 14 નવેમ્બરની સાંજ સુધીમાં શહેરમાં 198 અને જિલ્લામાં 17 નવા કેસ નોંધાયા છે. જ્યારે શહેરમાં 2 દર્દીના મોત થયા છે. તેમજ શહેરમાં 174 અને જિલ્લામાં 21 દર્દી સાજા થતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આ સાથે જ શહેર અને જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો આંકડો 45,124 થયો છે. જ્યારે 39,861 દર્દી સાજા થઈને ઘરે પરત ફર્યા છે અને મૃત્યુઆંક 1,934 થયો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ મિત્રો તથા પરિવારના લોકો સાથે મોજ-મસ્તીમાં પસાર થશે. સાથે જ લાભદાયક સંપર્ક પણ સ્થાપિત થશે. ઘરના રિનોવેશનને લગતી યોજના બનશે. તમે સંપૂર્ણ મનથી ઘરના બધા સભ્યોની જરૂરિયાતોને પૂર્ણ કરવા...

  વધુ વાંચો