તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • Ahmedabad City Now Has 127 Micro Containment Zones: 1150 People In Quarantine At ISKCON Platinum In Bopal, Bhuyangdev Society Quarantine In Ghatlodia

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોનાનું સંક્રમણ:અમદાવાદમાં હવે 127 માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનઃ બોપલના ઇસ્કોન પ્લેટિનમમાં 1150 લોકો માઇક્રો કન્ટેનમેન્ટમાં, ઘાટલોડિયાની ભૂયંગદેવ સોસાયટી ક્વોરન્ટીન

અમદાવાદ10 દિવસ પહેલા
  • કૉપી લિંક

છેલ્લા ઘણા સમયથી શહેરના પૂર્વ કરતાં પશ્ચિમ વિસ્તારમાં માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન વધી રહ્યો છે. શહેરમાં આજે 6 વિસ્તારને માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનમાંથી મુક્ત કરવામાં આવ્યા છે. જ્યારે નવા કેસ નોંધાતા 22 માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન ઉમેરાયા છે. હાલમાં શહેરમાં 127 માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન અમલમાં છે. જેમાં નવા ઉમેરાયેલા સાઉથ ઝોનના 10, સેન્ટ્રલ ઝોનના 1, સાઉથ વેસ્ટ ઝોનના 3, ઇસ્ટ ઝોનના 3, વેસ્ટ ઝોનના 1, નોર્થ વેસ્ટ ઝોનના 4 વિસ્તારને માઇક્રો કન્ટેનમેન્ટમાં મૂકવામાં આવ્યા છે.

આ પણ વાંચોઃ સાઉથ બોપલમાં કોરોનાનો હાહાકાર, સફલ પરિસર-આરોહી હોમ્સ-આરોહી રેસિ.ના 52 મકાન કન્ટેન્મેન્ટ ઝોનમાં, 173 લોકો હોમ ક્વોરન્ટીન

જેમાં નોર્થ વેસ્ટ ઝોનમાં આવેલા બોપલ વિસ્તારના ઇસ્કોન પ્લેટિનમને માઇક્રો કન્ટેનમેન્ટમાં મૂકવામાં આવ્યો છે. જેમાં કુલ 304 જેટલા ઘરમાં 1150 લોકો કન્ટેનમેન્ટ ઝોનમાં મૂકાયા છે. આ સિવાય મણિનગર વિસ્તારમાં નિકેતા એપાર્ટમેન્ટ, આવકાર એપાર્ટમેન્ટ, સુકુન એવન્યૂ, કામનાથ સોસાયટી, મિલનપાર્ક સોસાયટી, ગંગેશ્વર સોસાયટીના મકાન નંબર 1થી 25ને માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં મૂકાયા છે. આ વિસ્તારમાં રહેતા 500 લોકોને માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં મૂકવામાં આવ્યા છે.

5 વિસ્તારને મુક્ત કરવામાં આવ્યા
માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનમાંથી 5 વિસ્તારને મુક્ત કરવામાં આવ્યા છે. ઇસ્ટ ઝોનના 2 વિસ્તાર, નોર્થ વેસ્ટ ઝોનના 2 વિસ્તાર, સાઉથ ઝોનના 1 વિસ્તારને માઇક્રો કન્ટેન્ટમેન્ટમાંથી મુક્ત કરવામાં આવ્યા છે.

આજે નવા 341 કેસ નોંધાયા, 370ને ડિસ્ચાર્જ કર્યા
અમદાવાદ શહેર જિલ્લામાં કોરોના ફરીવાર આતંક મચાવી રહ્યો છે. જેને કારણે શહેરમાં બે દિવસનો કર્ફ્યૂ લાદવામાં આવ્યો છે. જો કે 23મી નવેમ્બરથી દિવસનો કર્ફ્યૂ હટી જશે, પરંતુ રાતના 9 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી કર્ફ્યૂ ચાલુ રહેશે. 24 કલાકમાં શહેર અને જિલ્લામાં સતત ત્રીજા દિવસે 300થી વધુ એટલે કે 341 નવા કેસ નોંધાયા છે અને 370 દર્દી સાજા થયા છે. જ્યારે 6 જુલાઈ બાદ પહેલીવાર 7થી વધુ એટલે કે 8 દર્દીના મોત થયા છે. આમ સાડા ચાર મહિના બાદ દૈનિક મૃત્યુઆંક 7ને વટાવી ગયો છે. આ પહેલા 6 જુલાઈએ 7 દર્દીના મોત થયા હતા.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Gujarati News
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય વિવેક અને ચતુરાઈથી કામ લેવાનો છે. તમારા છેલ્લાં થોડા સમયથી અટવાયેલાં કામ આજે પૂર્ણ થશે. બાળકના કરિયર અને અભ્યાસને લગતી કોઇ સમસ્યાનું પણ સમાધાન મળી શકશે. નેગેટિવઃ- રૂપિયા-પૈસાના મામલ...

વધુ વાંચો