તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોનાનું સંક્રમણ:અમદાવાદ શહેરમાં હવે 111 માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનઃ બોડકદેવમાં દિપ ટાવરના 60 અને પ્રેરણા ટાવરમાં 32 ઘર માઇક્રો કન્ટેનમેન્ટમાં

અમદાવાદ11 દિવસ પહેલા
  • કૉપી લિંક

છેલ્લા ઘણા સમયથી શહેરના પૂર્વ કરતાં પશ્ચિમ વિસ્તારમાં માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન વધી રહ્યો છે. શહેરમાં આજે 5 વિસ્તારને માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનમાંથી મુક્ત કરવામાં આવ્યા છે. જ્યારે નવા કેસ નોંધાતા 11 માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન ઉમેરાયા છે. હાલમાં શહેરમાં 111 માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન અમલમાં છે. જેમાં નવા ઉમેરાયેલા સાઉથ ઝોનના 2, નોર્થ ઝોનના 1, સાઉથ વેસ્ટ ઝોનના 1, ઇસ્ટ ઝોનના 1, વેસ્ટ ઝોનના 3, નોર્થ વેસ્ટ ઝોનના 3 વિસ્તારને માઇક્રો કન્ટેનમેન્ટમાં મૂકવામાં આવ્યા છે.

સૌથી વધુ ઘર નોર્થ વેસ્ટ ઝોનમાં માઇક્રો કન્ટેનમેન્ટમાં મૂકાયા છે. જેમાં બોડકદેવ વિસ્તારમાં આવેલા દિપ ટાવરના આખા A બ્લોકને કન્ટેનમેન્ટમાં મૂકવામાં આવ્યો છે. જેમાં આવેલા 60 ઘરને માઇક્રો કન્ટેનમેન્ટમાં મૂકાયા છે. આ ઉપરાંત પ્રેરણા ટાવરના બી બ્લોકમાં આવેલા 1થી 3 ફ્લોર અને સી બ્લોકમાં આવેલા 1થી 5 ફ્લોરને માઇક્રો કન્ટેનમેન્ટમાં મૂકાયા છે. જેમાં કુલ 32 ઘર આવેલા છે.

આ પણ વાંચોઃ બોડકદેવના સેન્ચ્યુરી ટાવરમાં 64 અને સાઉથ બોપલની 3 સોસાયટીમાં 52 ફ્લેટ કન્ટેઇન્મેન્ટ ઝોનમાં

આ સિવાય ચાંદલોડિયા વિસ્તારની પુષ્પરાજ રેસિડેન્સીમાં આવેલા સી બ્લોકના 4થા અને 5મા, ડી બ્લોકના 3થી 5 ફ્લોર, ઈ બ્લોકના 1થી 3 ફ્લોરને માઇક્રો કન્ટેનમેન્ટમાં મૂકાયા છે. ઇસ્ટ ઝોનની વાત કરીએ તો, ન્યૂ મણિનગર વિસ્તારમાં આવેલા શ્રીનંદ સિટીમાં આવેલા બ્લોક I અને Jને માઇક્રો કન્ટેનમેન્ટમાં મૂકવામાં આવ્યો છે. જેમાં રહેલા 50 ઘર અને 189 લોકો માઇક્રો કન્ટેનમેન્ટમાં મૂકાયા છે.

5 વિસ્તારને મુક્ત કરવામાં આવ્યા
માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનમાંથી 5 વિસ્તારને મુક્ત કરવામાં આવ્યા છે. ઇસ્ટ ઝોનના 2 વિસ્તાર, નોર્થ વેસ્ટ ઝોનના 2 વિસ્તાર, સાઉથ ઝોનના 1 વિસ્તારને માઇક્રો કન્ટેન્ટમેન્ટમાંથી મુક્ત કરવામાં આવ્યા છે.

નવા 373 કેસ નોંધાયા, 322 દર્દીને ડિસ્ચાર્જ કર્યા
અમદાવાદ શહેર જિલ્લામાં કોરોનાએ ફરીવાર આતંક મચાવી રહ્યો છે. જેને કારણે શહેરમાં બે દિવસનો કર્ફ્યુ લાદવામાં આવ્યો છે. તેમાં પણ છેલ્લા 24 કલાકમાં તો કોરોનાનો બોમ્બ ફૂટ્યો છે. 24 કલાકમાં શહેર અને જિલ્લામાં કુલ 373 નવા કેસ નોંધાયા છે. 20 નવેમ્બરની સાંજથી 21 નવેમ્બરની સાંજ સુધીમાં શહેરમાં 354 અને જિલ્લામાં 19 નવા કેસ નોંધાયા છે. જ્યારે શહેરમાં 5 દર્દીના મોત થયા છે. તેમજ શહેરમાં 310 અને જિલ્લામાં 12 દર્દી સાજા થતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આ સાથે જ શહેર અને જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો આંકડો 46,969 થયો છે. જ્યારે 41,594 દર્દી સાજા થઈને ઘરે પરત ફર્યા છે અને મૃત્યુઆંક 1,960 થયો છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Gujarati News
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય વિવેક અને ચતુરાઈથી કામ લેવાનો છે. તમારા છેલ્લાં થોડા સમયથી અટવાયેલાં કામ આજે પૂર્ણ થશે. બાળકના કરિયર અને અભ્યાસને લગતી કોઇ સમસ્યાનું પણ સમાધાન મળી શકશે. નેગેટિવઃ- રૂપિયા-પૈસાના મામલ...

વધુ વાંચો