તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોનાનું સંક્રમણ:અમદાવાદ શહેરમાં હવે 100 માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનઃ નવા 14 માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન ઉમેરાયા, 5ને મુક્ત કરવામાં આવ્યા

અમદાવાદ5 મહિનો પહેલા
 • કૉપી લિંક

છેલ્લા ઘણા સમયથી શહેરના પૂર્વ કરતાં પશ્ચિમ વિસ્તારમાં માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન વધી રહ્યો છે. શહેરમાં આજે 5 વિસ્તારને માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનમાંથી મુક્ત કરવામાં આવ્યા છે. જ્યારે નવા કેસ નોંધાતા 14 માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન ઉમેરાયા છે. હાલમાં શહેરમાં 100 માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન અમલમાં છે. જેમાં સાઉથ ઝોનના 5, નોર્થ ઝોનના 1, સાઉથ વેસ્ટ ઝોનના 4, સેન્ટ્રલ ઝોનના 1, ઇસ્ટ ઝોનના2, નોર્થ વેસ્ટ ઝોનના 1 વિસ્તારને માઇક્રો કન્ટેનમેન્ટમાં મૂકવામાં આવ્યું છે.

5 વિસ્તારને મુક્ત કરવામાં આવ્યા
માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનમાંથી 5 વિસ્તારને મુક્ત કરવામાં આવ્યા છે. સાઉથ વેસ્ટ ઝોનના 2 વિસ્તાર, નોર્થ વેસ્ટ ઝોનના 1 વિસ્તાર, ઇસ્ટ ઝોનના 1 વિસ્તાર, વેસ્ટ ઝોનના 1 વિસ્તારને માઇક્રો કન્ટેન્ટમેન્ટમાંથી મુક્ત કરવામાં આવ્યા છે.

નવા 220 કેસ, 221ને ડિસ્ચાર્જ કર્યા
અમદાવાદ શહેર જિલ્લામાં કોરોનાએ ફરી એકવાર ઉથલો માર્યો છે. 24 કલાકમાં શહેર અને જિલ્લામાં કુલ 220 નવા કેસ નોંધાયા છે. જ્યારે 5 દર્દીના મોત થયા છે. તેમજ કુલ 221 દર્દી સાજા થતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 17 નવેમ્બરની સાંજથી 18 નવેમ્બરની સાંજ સુધીમાં શહેરમાં 207 અને જિલ્લામાં 13 નવા કેસ નોંધાયા છે. જ્યારે શહેરમાં 4 દર્દીના અને જિલ્લામાં 1 મોત થયા છે. તેમજ શહેરમાં 205 અને જિલ્લામાં 16 દર્દી સાજા થતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આ સાથે જ શહેર અને જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો આંકડો 46,023 થયો છે. જ્યારે 40,739 દર્દી સાજા થઈને ઘરે પરત ફર્યા છે અને મૃત્યુઆંક 1,949 થયો છે. ઉલ્લેખનીય છે કે, 30 દિવસ બાદ ફરી એકવાર 5 દર્દીના મોત થયા છે. છેલ્લે 18મી ઓક્ટોબરે 5 મોત નોંધાયા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો