તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મિશન 150 માટે નવી સ્ટ્રેટેજી:અમદાવાદ શહેર ભાજપનું માળખું આજકાલમાં જાહેર થશે, બે ટર્મ સંગઠન અને ત્રણ ટર્મ કોર્પોરેટર રહેલા નેતાઓને સ્થાન નહીં મળે

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ડાબેથી મેયર કિરીટ પરમાર, સહ કોષાધ્યક્ષ ધર્મેન્દ્ર શાહ, શહેર પ્રમુખ અમિત શાહ, ઉપાધ્યક્ષ ગોરધન ઝડફિયા અને સાંસદ કિરીટ સોલંકી - Divya Bhaskar
ડાબેથી મેયર કિરીટ પરમાર, સહ કોષાધ્યક્ષ ધર્મેન્દ્ર શાહ, શહેર પ્રમુખ અમિત શાહ, ઉપાધ્યક્ષ ગોરધન ઝડફિયા અને સાંસદ કિરીટ સોલંકી
  • શહેર ભાજપની નવી ટીમમાં ધર્મેન્દ્ર શાહ અને પ્રદીપસિંહ વાઘેલાના વધુ માણસો ગોઠવવા ચાલી રહી છે મથામણ

આમ આદમી પાર્ટીની સક્રિયતા અને ભાજપના પ્રદેશ પ્રભારીની ગુજરાત મુલાકાત બાદ રાજ્યમાં 2022ની વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ થવા લાગી છે. તેમાં પણ ગૃહમંત્રી અમિત શાહની ગુજરાત મુલાકાત બાદ રાજકીય ગતિવિધિઓ તેજ થઈ ગઈ છે. જેને પગલે ગુજરાત ભાજપે 2022ની ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. જેના ભાગરૂપે હાલ નવા સંગઠનની કામગીરી ચાલી રહી છે.

અમદાવાદ શહેર ભાજપની નવી ટીમ આવતીકાલે(5 જુલાઈ) જાહેર થાય તેવી શક્યતા છે. શહેર ભાજપની નવી ટીમમાં ત્રણ ટર્મ કોર્પોરેટર રહેલા અને બે ટર્મ સુધી શહેર સંગઠનમાં રહેલા નેતાઓને સ્થાન નહીં આપવાનો નિર્ણય કર્યો હોવાનું જાણવા મળ્યું છે.

પાટીદારોને પ્રાધાન્ય આપવામાં આવી શકે
અમદાવાદ શહેર ભાજપની નવી ટીમમાં જ્ઞાતિ મુજબ નિમણૂંકો આપવામાં આવે તેવી હિલચાલ છે, જેમાં પાટીદારોને પ્રાધાન્ય આપવામાં આવી શકે છે. નવી ટીમમાં નવા લોકોને સ્થાન મળે તે માટે પણ ખાસ નિર્ણયો લેવામાં આવ્યા છે. જેમાં ત્રણ ટર્મથી કોર્પોરેટર રહેલા અને બે ટર્મ સુધી સંગઠનમાં રહેલા નેતાઓને બાકાત રાખવામાં આવશે. તેની સાથે સાથે સ્કૂલ બોર્ડની નવી બોડીમાં પણ નિવૃત્ત શિક્ષક કે સ્કૂલ સંચાલકને મુકવામાં આવે તેવી શક્યતા છે.

શહેર ભાજપની નવી ટીમમાં શહેરના સહ પ્રભારી એવા ધર્મેન્દ્ર શાહ અને પ્રદેશ નેતા પ્રદીપસિંહ વાઘેલાના ‘ખાસ’ને ટીમમાં સ્થાન આપવાની પણ વેતરણ ચાલી રહી હોવાનું જાણવા મળ્યું છે.

દરેક શહેર-જિલ્લાના નવા સંગઠન બનાવવા આદેશો
ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ દ્વારા દરેક શહેર-જિલ્લાના નવા સંગઠન બનાવવાના આદેશો કરવામાં આવ્યા હતા. જેના ભાગરૂપે અમદાવાદ શહેરનું સંગઠન પણ તૈયાર કરવામાં આવી રહ્યું છે. 2022ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપના 150થી વધુ બેઠક મેળવવાના લક્ષ્ય સાથે આગળ વધી રહેલા પાટીલને સંગઠનના નેતાઓ સાથે ગ્રાસ રૂટ લેવલ સુધી જોડાયેલા ભાજપના કાર્યકરોની ટીમ ઉભી કરવાની તૈયારીઓ છે. તેમજ પેજ પ્રમુખ અને પેજ સમિતિની પણ કામગીરી ચાલી રહી છે.

અમદાવાદ શહેર ભાજપની કારોબારી મળી
આજે સવારે શહેર ભાજપ પ્રમુખ અમિત પી. શાહની અધ્યક્ષતામાં વર્ચ્યુઅલ શહેર કારોબારી યોજાઈ હતી. જેમાં ખાનપુર શહેર કાર્યાલય ખાતે શહેર પ્રમુખ સહીત પ્રદેશ નેતૃત્વ તેમજ અપેક્ષિત કાર્યકરો વર્ચ્યુઅલ કારોબારીમાં જોડાયા હતા.

આ બેઠકમાં પ્રદેશ મહામંત્રી પ્રદિપસિંહ વાધેલા, ઉપાધ્યક્ષ ગોરધનભાઈ ઝડફિયા, પ્રદેશ મંત્રી મહેશ કસવાલા, સહકોષાઘ્યક્ષ ધર્મેન્દ્ર શાહ, શહેર પ્રમુખ અમિત શાહ, મેયર કિરીટ પરમાર, સાંસદો ડો. કિરીટ સોલંકી, એચ.એસ. પટેલ, મહાનગર હોદ્દેદારો તેમજ ધારાસભ્યો, મહાનગર પ્રમુખ-મહામંત્રી, કાઉન્સિલરઓ તેમજ અન્ય મહાનુભાવો વર્ચ્યુઅલ માધ્યમથી જોડાયા હતા.

અન્ય સમાચારો પણ છે...