કયા ઉમેદવારની કેટલી સંપત્તિ?:અમદાવાદ શહેરની 16 બેઠક પર કોઈ લાખ તો કોઈ કરોડોની સંપત્તિના માલિક, વાંચો તમામ ઉમેદવારોની સંપત્તિની સંપૂર્ણ વિગતો

અમદાવાદ9 દિવસ પહેલા
  • કૉપી લિંક

અમદાવાદ શહેરની 16 બેઠક પર ભાજપ, કોંગ્રેસ, AAP અને અપક્ષો સહિત કુલ 48 ઉમેદવાર વચ્ચે 5 ડિસેમ્બરે ચૂંટણી જંગ યોજાશે. તમામ ઉમેદવારોએ ફોર્મ ભરતી વખતે એફિડેવિટમાં પોતાની સંપત્તિ જાહેર કરી છે. જેમાં એલિસબ્રિજ બેઠકના AAPના ઉમેદવારે માત્ર 2 લાખ સંપત્તિ જાહેર કરી છે. તો ભાજપના દસક્રોઈ બેઠકના ઉમેદવારે 61 કરોડની સંપત્તિ જાહેર કરી છે. આ ઉપરાંત ગુજરાતના મુખ્યમંત્રી અને અમદાવાદના ઘાટલોડિયા બેઠકના ઉમેદવાર ભૂપેન્દ્ર પટેલે 8 કરોડની સંપત્તિ જાહેર કરી છે. આમ હજારો લઈને કરોડોની સંપત્તિ ઉમેદવારોએ જાહેર કરી છે.

કયા ઉમેદવાર કેટલુ ભણેલા?
આ ઉપરાંત અમદાવાદ શહેરના તમામ પક્ષના ઉમેદવારોના એજ્યુકેશનની માહિતી પણ સામે આવી છે. જેમાં ધોરણ 5 પાસથી લઈને માસ્ટર ડિગ્રી અને Ph.d સુધી ઉમેદવારોએ આ વખતે ચૂંટણી જંગમાં ઝંપલાવ્યું છે. દિવ્ય ભાસ્કર વાચકો માટે લઈને આવ્યું છે, ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના તમામ ઉમેદવારોની એફિડેવિટની સંપૂર્ણ વિગતો. જેમાં ઉમેદવારની સંપત્તિ, શિક્ષણ અને ક્રિમિનલ રેકોર્ડ સહિતની તમામ માહિતી છે.

કોંગ્રેસના ઉમેદવારની સંપત્તિ, શિક્ષણ અને ક્રિમિનલ માહિતી

આમ આદમી પાર્ટીના ઉમેદવારની સંપત્તિ, શિક્ષણ અને ક્રિમિનલ માહિતી

અન્ય સમાચારો પણ છે...