તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અપહરણકારો ઝડપાયા:5 કરોડની ઉઘરાણીમાં ખેડૂતે અમદાવાદના બિલ્ડરનું અપહરણ કરાવી 1 કરોડની ખંડણી માગી, ક્રાઈમ બ્રાન્ચે CCTVના આધારે લીંબડીના રળોલથી હેમખેમ છોડાવ્યા

અમદાવાદ3 મહિનો પહેલા
આરોપીઓ નરેન્દ્રસિંહ રાઠોડ, વાઘા ભરવાડ, રઘુ ભરવાડ, અબ્દુલ ટિબલીયા અને યુનુસ વારૈયા સાથે ક્રાઈમ બ્રાન્ચની ટીમ
  • ભાયલાના નરેન્દ્રસિંહને 5 કરોડ લેવાના હોવાથી સુરેન્દ્રનગર જિલ્લાના વાઘા ભરવાડ પાસે અપહરણ કરાવ્યું
  • સવારે કૂતરાને બિસ્કિટ ખવડાવવા ઘર પાસેના મંદિરે ગયા ત્યારે અપહરણ થયું
  • ચાંદખેડાના બિલ્ડરને ક્રાઇમ બ્રાંચે સુરેન્દ્રનગરથી છોડાવી 5ની ધરપકડ કરી
  • બિલ્ડરે વધુ વ્યાજ, વળતર અપાવવાની લાલચે 5 કરોડ લીધા હતા

ઘર પાસે કૂતરાને બિસ્કિટ ખવડાવવા ગયેલા ચાંદખેડાના બિલ્ડરનું અપહરણ કરીને એક કરોડની ખંડણી માગનારા પાંચની ક્રાઇમ બ્રાંચે ધરપકડ કરી બિલ્ડરને હેમખેમ છોડાવ્યો હતો. 5 પૈકી નરેન્દ્રસિંહ જે ખેડૂત છે, તેની જમીન વેચાઈ હોવાથી કરોડો રૂપિયા આવ્યા હતા. તે પૈસાનું વધારે વ્યાજ-વળતર અપાવવાની લાલચ આપી બિલ્ડરે નરેન્દ્રસિંહ પાસેથી 5 કરોડ લીધા હતા. થોડો સમય તેનું વ્યાજ ચૂકવ્યા બાદ બિલ્ડરે ખેડૂતના પૈસાનો ફાંદો કર્યો હતો, જેથી પૈસા પાછા કઢાવવા નરેન્દ્રસિંહે બિલ્ડરનું અપહરણ કરાવ્યું હતું.

આશરો આપનાર સહિત 5ની ધરપકડ, ત્રણ અપહરણકાર ફરાર
ક્રાઈમ બ્રાન્ચે અપહરણ કરાવનાર મુખ્ય આરોપી અને આશરો આપનાર મળીને કુલ પાંચ આરોપીઓની ધરપકડ કરી છે. જ્યારે અપહરણ કરનાર ત્રણ આરોપીઓ ફરાર છે.

અપહ્યત બિલ્ડરને માર પણ મારવામાં આવ્યો હતો
અપહ્યત બિલ્ડરને માર પણ મારવામાં આવ્યો હતો

ન્યૂ સીજી રોડ પર મલબેરી હેબિટેટમાં રહેતા પ્રકાશ પ્રજાપતિ કન્સ્ટ્રક્શનનો વ્યવસાય કરે છે. 26 જૂને સવારે તે ઘર પાસેના મંદિર નજીક કૂતરાંને બિસ્કિટ ખવડાવવા ગયા, પછી પાછા આવ્યા ન હતા. જ્યારે પ્રકાશ સાથે વ્યવસાય કરતા શિવાકાંત તિવારીના ફોન પર 10 વાગ્યે અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો, જેમાં પ્રકાશે તેમની સાથે વાત કરીને કહ્યું હતું કે, ‘નરેન્દ્રસિંહ રાઠોડ અને વાઘા ભરવાડે મારું અપહરણ કર્યું છે અને મને છોડવા 1 કરોડ માગે છે. તમે પૈસા લઈને આવો.’

બે આરોપી હજુ ફરાર
આ અંગે શિવાકાંતે પ્રકાશનાં પત્ની હર્ષાબેનને વાત કરતાં હર્ષાબેને ચાંદખેડા પોલીસમાં ફરિયાદ નોંધાવતાં ક્રાઇમ બ્રાંચની ટીમ સીસીટીવી અને શિવાકાંત પર જે નંબર પરથી ફોન આવ્યો હતો, તેના આધારે તપાસ કરી સુરેન્દ્રનગરના લીમડી તાલુકાના રળોલ ગામમાં રહેતા અબ્દુલ ટિંબલિયાના ઘર સુધી પહોંચી પ્રકાશની ભાળ મેળવી હતી. આ સાથે પોલીસે અબ્દુલ, નરેન્દ્રસિંહ રાઠોડ, વાઘાભાઈ ભરવાડ, રઘુભાઈ ભરવાડ અને યુનુસભાઈ વૈરેયાને ઝડપી લીધા હતા. જ્યારે પ્રકાશનું અપહરણ કરનાર રામજી ભરવાડ તેમ જ બે અજાણ્યા માણસ હજુ ફરાર છે.

નરેન્દ્રસિંહે 4 કરોડ લેવાના હોવાથી અપહરણ કરાવ્યું
ચાંદખેડા વિસ્તારમાં પ્રકાશ પ્રજાપતિ નામના બિલ્ડર પરિવાર સાથે રહે છે. પ્રકાશભાઈ કન્સ્ટ્રક્શન વ્યવસાય કરતા હોવાથી કરોડો રૂપિયાની લેતી દેતી થતી હોય છે. બાવળાના ભાયલા ગામે રહેતા નરેન્દ્રસિંહ રાઠોડને ચાર કરોડ જેવી રકમ લેવાની નીકળતી હોવાથી 20 દિવસ પહેલા નરેન્દ્રસિંહે તેના સાગરિતો સાથે આવી ધમકી આપી હતી. શનિવારે વહેલી સવારે પ્રકાશભાઈ ઘરેથી નીચે કૂતરાને બિસ્કિટ ખવડાવવા ગયા ત્યારે બે શખ્સો પ્રકાશભાઈનું અપહરણ કરી ગયા હતા.

ડ્રાઈવરને ફોન આવ્યો એક કરોડ સનાથલ ખાતી આપી જાવ
ત્યારબાદ અપહરણકારોએ પ્રકાશભાઈના ડ્રાઈવરને ફોન કરી કહ્યું હતું કે, પ્રકશભાઈ તેમના કબ્જામાં છે. એક કરોડ રૂપિયા સનાથલ ખાતે તેમના માણસને આપી જાવ. નરેન્દ્રસિંહ પૈસા માંગતો હોય તેને જ અપહરણ કર્યું હોવાને લઇ તાત્કાલિક પોલીસને જાણ કરી હતી.

ડ્રાઇવરને આવેલા ફોન નંબર પરથી લોકેશન શોધ્યું
ક્રાઈમ બ્રાન્ચને જાણ કરતાં DYSP ડી.પી ચુડાસમાએ PI ડી.બી બારડ અને તેમના સ્ક્વોડની ટીમે ડ્રાઇવરને આવેલા ફોન નંબર અને નરેન્દ્રસિંહ અંગે તપાસ શરૂ કરી હતી. બનાવ સ્થળના સીસીટીવી અને લોકેશન મેળવી તપાસ કરતા ચાંગોદર તરફ ગયા હતા. આ નંબર સુરેન્દ્રનગર જિલ્લાના પરનાળા ગામે રહેતા વાઘા ભરવાડનો હતો.

નરેન્દ્રસિંહની અટકાયત કરી પૂછપરછ કરતા વાઘા ભરવાડ પાસે અપહરણ કરાવ્યું હોવાની અને લીંબડીના રળોલ ગામે અબ્દુલ ટિબલીયાને ત્યાં છુપાવ્યા હોવાની માહિતી મળી હતી. આ માહિતીના આધારે ક્રાઈમ બ્રાન્ચે દરોડો પાડી તેઓને મુક્ત કરાવ્યા હતા. પોલીસે નરેન્દ્રસિંહ રાઠોડ, વાઘા ભરવાડ, રઘુ ભરવાડ, અબ્દુલ ટિબલીયા અને યુનુસ વારૈયાની ધરપકડ કરી છે. જ્યારે અપહરણ કરનાર શખ્સો ફરાર છે.

7 વર્ષ પહેલાં પૈસા લઈને પાછા આપ્યા ન હતા
નરેન્દ્રસિંહની ભાયલા ગામમાં જ જમીન વેચાઈ હોવાથી કરોડો રૂપિયા આવ્યા હતા. તે પૈસાનું વધુ વ્યાજ-વળતર અપાવવાની લાલચ આપી પ્રકાશે તેમની પાસેથી 5 કરોડ લીધા હતા, પણ તે પાછા ન મળતાં ઝઘડા ચાલતા હતા.

20 દિવસ પહેલાં ઉઠાવી જવા ધમકી આપી હતી
20 દિવસ પહેલાં નરેન્દ્રસિંહ અને તેનો દીકરો વીરેન્દ્રસિંહ પ્રકાશભાઈના ઘરે આવ્યા હતા ત્યારે નરેન્દ્રસિંહે હર્ષાબેનને કહ્યું હતું કે, તારા પતિને કહેજે, મારા પૈસા આપી દે, નહીંતર તને અને તારાં છોકરાંને ઉઠાવી જઈ મારી નાખી નાખીશું.

ફોન ઘરે હોવાથી પત્ની એક્ટિવા લઈ શોધવા ગઈ
સવારે કૂતરાંને બિસ્કિટ ખવડાવવા ગયેલા પ્રકાશભાઈ ઘણા સમય સુધી ઘરે પાછા આવ્યા ન હતા. આથી હર્ષાબેને તેમને ફોન કરતા તેમનો ફોન પણ ઘરે જ હતો, જેથી તેમની તપાસ માટે હર્ષાબેને સ્વામિનારાયણ મંદિરની આસપાસ તપાસ કરી છતાં પ્રકાશભાઈની કોઈ ભાળ મળી ન હતી.