તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઘરે બેઠા કાઉન્સેલિંગ:કોરોનામાં લોકોને માનસિક રીતે મજબૂત અને ભયથી દૂર રાખવા અમદાવાદના યંગસ્ટર્સ ગ્રુપે હેલ્પલાઈન શરૂ કરી

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
કાઉન્સેલર ઉર્જા અને ચિન્મય - Divya Bhaskar
કાઉન્સેલર ઉર્જા અને ચિન્મય
  • ગ્રુપ દ્વારા 17 જેટલા નંબર જાહેર કરવામાં આવ્યાં છે, જેમા રોજ 50 કોલ્સ આવે છે

રાજ્યમાં કોરોનાનો કહેર ખૂબ જ વધી ગયો છે. કોરોનાના દર્દીઓ વધી રહ્યા છે અને લોકોના મૃત્યુ ઝડપથી થઈ રહ્યા છે જેના કારણે લોકોમાં ભય ચોક્કસ ફેલાયો છે. કોરોનાની બીજી લહેરે હાહાકાર મચાવતા લોકો માનસિક રીતે પણ પડી ભાંગ્યા છે. ખાસ કરીને જે વ્યક્તિ અને તેના પરિવારમાં કોરોના ફેલાયો છે તેની માનસિક સ્થિતિ ખૂબ જ ભાંગી પડે છે. ત્યારે આવા કપરા કાળમાં લોકોને માનસિક રીતે મજબૂત, ડર કે ભય દૂર કરવા તેમજ કોરોના સામે લડવાની હિંમત આપવા માટે અમદાવાદના યંગસ્ટર્સ ગ્રુપ દ્વારા હેલ્પલાઇન શરૂ કરવામાં આવી છે. જેમાં 17 જેટલા લોકોના નંબર જાહેર કરવામાં આવ્યા છે. કોરોનાના કપરાકાળમાં માનસિક રીતે તાણ અનુભવતા લોકોની મદદ માટે શરૂ કરવામાં આવેલી આ હેલ્પલાઇન પર રોજના 50 જેટલા કોલ આવવાના શરૂ થયા છે.

સાયકોલોજીસ્ટ ચિન્મયની ખાસ વાતચીત
હેલ્પલાઇનની મદદથી કાઉન્સેલિંગ કરનાર સાયકોલોજીસ્ટ ચિન્મયે દિવ્યભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, તેઓ આ હેલ્પલાઇન સાથે જોડાયેલા છે. અમદાવાદમાંથી આવેલા 35 વર્ષના યુવકનું કાઉન્સેલિંગ કર્યું હતું. યુવક અમદાવાદમાં મોટો કપડાનો બિઝનેસ કરે છે. કોરોનાના કારણે ગત લોકડાઉનના કારણે તેઓ થોડા માનસિક ભાગી પડ્યા હતા. પરંતુ ફરી વેપાર શરૂ થતાં તેઓ સ્વસ્થ હતા.

કોરોનાની સાળાનું મૃત્યુ બાદ પરિવારમાં ભય ફેલાયો
કોરોનાની બીજી લહેરમાં જે રીતે કોરોનાના કેસો અને દર્દીઓની સંખ્યામાં વધારો થતાં તેઓમાં ચિંતા ફેલાઈ હતી. તેમના સાળાને કોરોના થયો હતો અને કોરોનાના કારણે થોડા જ દિવસોમાં તેમનું મોત નીપજ્યું હતું. કોરોનાની સાળાનું મૃત્યુ નિપજતાં તેમના મનમાં વિચારો શરૂ થઈ ગયા હતા કે કોરોનાના કારણે મને તો કઈ નહિ થઈ જાયને? સતત મનમાં વિચારો આવતા હતા. જેના કારણે તેઓનું ધંધામાં પણ ધ્યાન રહ્યું ન હતું. આજુબાજુમાં જોઈ અને પોતે ખૂબ જ ડરી ગયા હતા. આવા સંજોગોમાં તેઓને હિંમત આપી પ્રાણાયામ-યોગ અને સકારાત્મક વિચારો કરવા કહ્યું હતું.

ગામમાં રહેતા માતા-પિતાની ચિંતા થાય છે
જ્યારે કાઉન્સેલિંગ કરનાર અન્ય સાયકોલોજીસ્ટ ઉર્જાએ જણાવ્યું હતું કે, અમદાવાદમાં રહેતા એક યુવક કોરોનાની આ લહેરમાં કેસો જોઈ માનસિક રીતે વિચારો કરવા લાગ્યા હતા કે, તેમને અને તેમના પરિવારને કોરોના નહિ થઈ જાયને? યુવક પત્ની અને પુત્રી સાથે અમદાવાદમાં રહેતા હતા અને તેમના માતા-પિતા નડિયાદની આસપાસ આવેલા ગામમાં રહેતા હતા. ગામમાં કેસો આવતાં તેમના માતા-પિતાને તો કોરોના નહીં થાય ને તેવા સતત વિચારો આવતા હતાં. સતત નેગેટિવ વિચારો આવતાં હતાં. તેઓએ પહેલાથી બધું ધ્યાન રાખવા લાગ્યા હતા. સતત નેગેટિવિટીના કારણે માનસિક તાણ અનુભવતા હતા. તેઓને સકારાત્મક વિચારો કરવા કહ્યું હતું​​​​​​​.

લોકો માટે TALK IT OUT હેલ્પલાઇન શરૂ કરી
હેલ્પલાઇન શરૂ કરનાર પાર્થિવરાજ કઠવાડીયાએ દિવ્યભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, આ હેલ્પલાઇન શરૂ કરવા પાછળ અમારો ઉદ્દેશ કોરોનામાં લોકો માનસિક રીતે ખૂબ જ ભાગી પડે છે તેઓની મનોદશા ખરાબ થતા તેઓ ખોટા વિચારો કરવા લાગે છે. તેઓમાં કોરોનાનો ખૂબ જ ડર ફેલાય છે તેઓની માનસિક રીતે તેમનું મનોબળ મજબૂત કરવા માટે અમારા યંગસ્ટર્સ ગ્રુપ દ્વારા TALK IT OUT (TIO) હેલ્પલાઇન શરૂ કરવામાં આવી છે.​​​​​​​

સાયકોલોજીસ્ટથી લઈ સમાજના અન્ય લોકો પણ જોડાયા
જેમાં 17 લોકોના નંબર જાહેર કર્યા છે. કોઈપણ વ્યક્તિ તેના પર કોલ કરી પોટર માનસિક તાણ અનુભવતો હોય તો તેમનું કાઉન્સેલિંગ કરવામાં આવે છે. એક ગ્રુપ બનાવ્યું છે. જેમાં સાયકોલોજીસ્ટથી લઈ સમાજના તમામ લોકોને જોડવામાં આવ્યા છે. જે પણ વ્યક્તિને કાઉન્સેલિંગની જરૂર પડે તેઓનો નંબર અને ટૂંક વિગત ગ્રુપમાં આપીએ છીએ અને બાદમાં કોઈ એક વ્યક્તિ તેનો સંપર્ક કરી અને કાઉન્સેલિંગ કરે છે.

અન્ય સમાચારો પણ છે...