તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જય રણછોડ માખણ ચોર:અમદાવાદની મહિલા આર્ટિસ્ટે 2 દિવસની મહેનતથી 7 કિલો ચોકલેટમાંથી રથ તૈયાર કરીને જગન્નાથ મંદિરને અર્પણ કર્યો

અમદાવાદ19 દિવસ પહેલા
ચોકલેટના રથમાં ભગવાન જગન્નાથ
  • છેલ્લા 3 વર્ષોથી આર્ટિસ્ટ શિલ્પા ભટ્ટ ભગવાન જગન્નાથ માટે ચોકલેટનો રથ તૈયાર કરે છે
  • આ ચોકલેટના રથનો મંદિર દ્વારા પ્રસાદ તરીકે ઉપયોગ કરાશે

ભગવાન જગન્નાથજીની 144મી રથયાત્રા નીકળવાની છે ત્યારે અનેક ભક્તો મંદિરમાં દર્શન કરવા આવે છે. ભક્તો પોતાની યથાશક્તિ પ્રમાણે દાન પણ કરે છે ત્યારે એક મહિલા આર્ટીસ્ટ 7 કિલો ચોકલેટનો રથ તૈયાર કરીને મંદિરને અર્પણ કર્યો છે. ચોકલેટનો રથ મંદિરમાં ભગવાનને અર્પણ કરીને મંદિર દ્વારા તેનો પ્રસાદ તરીકે ઉપયોગ કરવામાં આવશે.

7 કિલો ચોકલેટમાંથી રથ તૈયાર કરાયો
7 કિલો ચોકલેટમાંથી રથ તૈયાર કરાયો

2 દિવસની મહેનતથી રથ તૈયાર કરાયો
અમદાવાદના મહિલા આર્ટીસ્ટ શિલ્પા ભટ્ટ દ્વારા રથયાત્રા પૂર્વે ભગવાન જગન્નાથ માટે ચોકલેટનો રથ તૈયાર કરવામાં આવ્યો છે.રથ સંપૂર્ણ ચોકલેટથી તૈયાર કરવામાં આવ્યો છે અને 7 કિલો ચોકલેટનો ઉપયોગ આ રથમાં કરવામાં આવ્યો છે. ચોકલેટના રથમાં ભગવાન જગન્નાથ, બલરામ અને સુભદ્રાજીની પ્રતિમા પણ મૂકવામાં આવી છે. 2 દિવસની મહેનત બાદ આ રથ તૈયાર કરવામાં આવ્યો છે અને આજે રથયાત્રાના અગાઉના દિવસે મંદિરમાં અર્પણ કરવામાં આવ્યો છે.

મહિલા આર્ટિસ્ટે તૈયાર કરેલા રથની તસવીર
મહિલા આર્ટિસ્ટે તૈયાર કરેલા રથની તસવીર

છેલ્લા 3 વર્ષથી ચોકલેટનો રથ મંદિરમાં અર્પણ કરે છે
શિલ્પા ભટ્ટે Divya Bhaskar સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, 3 વર્ષથી ચોકલેટનો રથ તૈયાર કરું છું અને મંદિરમાં અર્પણ કરું છું. આ વર્ષે પણ ચોકલેટનો રથ તૈયાર કરીને મંદિરમાં અર્પણ કરવા આવી છું. મંદિરમાં રથ અર્પણ કર્યા બાદ ભગવાન સમક્ષ લઈ જઈને ચોકલેટના રથનો પ્રસાદ તરીકે ઉપયોગ કરવામાં આવશે.