આંધળો પ્રેમ​​​​​​​:અમદાવાદમાં નર્સિંગનો અભ્યાસ કરતી યુવતી ઈન્સ્ટાગ્રામ પર યુવકના પ્રેમમાં પડી, જેને ક્યારેય જોયો નથી તેની સાથે લગ્નની જીદે ચડી

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દીકરીને સમજાવવા માટે માતા-પિતાએ મહિલા હેલ્પલાઈનની મદદ લેવી પડી

સોશિયલ મીડિયા એપ ઇન્સ્ટાગ્રામ પર મિત્રતા બાદ પ્રેમમાં પડેલી યુવતીએ આંતરજ્ઞાતિના યુવક સાથે લગ્ન કરવાની જીદ પકડતા માતા-પિતાએ મહિલા હેલ્પલાઇનની મદદ લેવી પડી હતી. યુવતી છેલ્લા એક વર્ષથી યુવક સાથે ફોન પર વાતચીત કરતી હતી અને તેને રૂબરૂ જોયો પણ નથી છતાં તેની સાથે લગ્ન કરવાની જીદ કરતી હતી. મહિલા હેલ્પલાઇનની ટીમ દ્વારા યુવતીને સમજાવી તેના ભવિષ્ય અંગે વિચારી યુવક સાથે સંબંધ ન રાખવા કહ્યું હતું, જેથી યુવતી માની ગઈ હતી અને યુવક સાથે સંબંધ નહીં રાખે તેમ જણાવ્યું હતું.

નર્સિંગનો અભ્યાસ કરતી યુવતી ઈન્સ્ટાગ્રામ પર યુવકના પ્રેમમાં પડી
અમદાવાદના એક વિસ્તારમાંથી મહિલા હેલ્પલાઈનની ટીમને યુવકનો ફોન આવ્યો હતો કે મારી બહેનને એક છોકરા સાથે પ્રેમ સંબંધ છે અને તેને સમજાવવા માટે મદદ જોઈએ છીએ. જેથી હેલ્પલાઇનની ટીમ ત્યાં પહોંચી હતી. પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું હતું કે, યુવતી નર્સિંગ કોલેજમાં નર્સનો અભ્યાસ કરે છે અને તેને ઇન્સ્ટાગ્રામ પર એક યુવક સાથે મિત્રતા થઈ હતી.

આ તસવીર પ્રતિકાત્મક છે
આ તસવીર પ્રતિકાત્મક છે

1 વર્ષથી બંને વચ્ચે પ્રેમ સંબંધ હતો
યુવક સાથે સોશિયલ મીડિયાથી મિત્રતા બાદ બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાતા તેઓ ફોન પર વાતચીત કરતા હતા. એક વર્ષથી બંને ફોન પર વાતચીત કરતા હોવાની વાત પરિવારજનોને જાણ થઈ હતી. જોકે માતા-પિતાએ લગ્નની ના પાડતા યુવતી કંઈ સમજવા તૈયાર ન હતી અને યુવકને રૂબરૂ જોયો ન હોવા છતાં લગ્ન કરવાની જીદ કરતી હતી.

કાઉન્સેલિંગ બાદ યુવતીએ લગ્નની જીદ છોડી
મહિલા હેલ્પલાઇનની ટીમે યુવતીનું કાઉન્સેલિંગ કરી અને તેના ભવિષ્ય વિશે સમજાવી હતી. યુવતી આખરે હેલ્પલાઇન ટીમની વાત માની અને યુવક સાથે સંબંધ નહીં રાખે તેની બાંયધરી આપતા પરિવારજનોએ મહિલા હેલ્પલાઇનની ટીમનો આભાર માન્યો હતો.