તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોઇન કલેક્શન:અમદાવાદના સેટેલાઇટના અમી દલાલે પાંચ વર્ષમાં દેશ-વિદેશના 1000 જેટલાં કોઇન કલેક્ટ કર્યા

અમદાવાદએક મહિનો પહેલા
 • કૉપી લિંક

અમદાવાદ મેમનગરમાં રહેતાં અમી દલાલે છેલ્લાં 5 વર્ષમાં દેશ-વિદેશના જુદા-જુદા કોઇનનું કલેક્શન કર્યું છે. તેમણે 1947થી 2020 સુધીના સિક્કાઓનું કલેકશન સિરીઝ મુજબ કર્યું છે. તેમની પાસે ત્રાંબાનાં કાંણિયા સિક્કા, પાઇ, આના, દસ પૈસા, વીસ પૈસા જેવાં જૂના ભારતીય સિક્કાઓનું પણ કલેક્શન છે.

આધુનિક સમયમાં લોકો પ્લાસ્ટિક ચલણનો વધુ ઉપયોગ કરે છે. તેમજ બાળકોને પણ જૂનાં સિક્કાની ઓળખ અંગે વધારે ખ્યાલ હોતો નથી. તેથી તેઓ આ પ્રકારનું અનોખું કલેક્શન કરી રહ્યાં છે. આ સિવાય તેઓ વિવિધ સ્ટોનમાંથી જ્વેલરી પણ બનાવવાનો શોખ ધરાવે છે.

અન્ય 12 દેશના ચલણ પણ તેમના કલેક્શનમાં છે
પોતાના કોઇન કલેક્શન વિશે વાત કરતાં અમી દલાલે જણાવ્યું હતું કે, હું એક હાઉસ વાઇફ છું. ઘણીવાર ઘરમાં બાળકો મોટાં થઇ જવાથી એકલતા અનુભવતી હોવ છું તેથી મેં આ સંગ્રહ કરવાનું શરૂ કર્યું છે. મારી પાસે યુ.એસ.એ., યુ.કે.,જર્મની, નેધરલેન્ડ, ફ્રાંસ, દુબઇ, યમન જેવાં અન્ય 12 દેશના ચલણનું પણ કલેક્શન છે. - અમી રશ્મિક દલાલ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

  વધુ વાંચો