તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
કોરોના વાઇરસના સંક્રમણને લીધે એરપોર્ટ પર માત્ર સ્પેશિયલ સેવા જ ચાલુ રાખવામાં આવી હતી, પરંતુ જ્યારથી દેશમાં અનલૉકની પ્રક્રિયા શરુ થઈ ત્યારથી ડોમેસ્ટિક ફ્લાઈટોને મંજૂરી આપવામાં આવી હતી. હવે એરપોર્ટ પર સ્થિતિ સામાન્ય થવા માંડી છે. ત્યારે દેશના જે એરપોર્ટ નાણાીકીય વર્ષ 2019-20માં સૌથી વધુ નફો કર્યો હોય એવા એરપોર્ટમાં અમદાવાદ એરપોર્ટનો નંબર છઠ્ઠા ક્રમે છે, પરંતુ છેલ્લાં ત્રણ વર્ષમાં અમદાવાદના એરપોર્ટના નફામાં ચાર ગણો ઘટાડો નોંધાયો છે. 2017-18માં અમદાવાદ એરપોર્ટનો નફો 176 કરોડ રૂપિયા હતો, જેમાં ભારે ઘટાડો નોંધાતાં 2019-20માં 45 કરોડ થયો છે.
અમદાવાદ એરપોર્ટના નફામાં છેલ્લાં 3 વર્ષમાં ચાર ગણો ઘટાડો નોંધાયો
નાણાકીય વર્ષ 2019-20માં દેશના જે એરપોર્ટે સૌથી વધુ નફો કર્યો એમાં કોલકાતા રૂપિયા 545.07 કરોડ સાથે મોખરે છે. આ સિવાય ગોવા એરપોર્ટને રૂપિયા 146.87 કરોડ, પુણે એરપોર્ટને રૂપિયા 123.13 કરોડ, કેલિકટ એરપોર્ટને રૂપિયા 69.14 કરોડ, ત્રિવેન્દ્રમ એરપોર્ટને રૂપિયા 64.41 કરોડનો નફો થયો છે અને ત્યાર બાદ અમદાવાદ એરપોર્ટનો ક્રમ આવે છે. અમદાવાદ એરપોર્ટના નફામાં છેલ્લાં 3 વર્ષથી સતત ઘટાડો થતો આવ્યો છે. 2017-18માં રૂપિયા 176.86 કરોડ, 2018-19માં રૂપિયા 52.46 કરોડ, જ્યારે 2019માં નફો ઘટીને રૂપિયા 45.71 કરોડ થયો છે. આમ, અમદાવાદ એરપોર્ટના નફામાં છેલ્લાં 3 વર્ષમાં ચાર ગણો ઘટાડો નોંધાયો છે.
ગુજરાતનાં અન્ય એરપોર્ટની કમાણી
ગુજરાતમાંથી માત્ર અમદાવાદ એરપોર્ટ જ 2019-20માં નફો કરવામાં સફળ રહ્યું છે, જેમાં વડોદરા એરપોર્ટને સૌથી વધુ રૂપિયા 42.66 કરોડ, સુરત એરપોર્ટને રૂપિયા 27.48 કરોડ, રાજકોટ એરપોર્ટને રૂપિયા 24.63 કરોડને ખોટનો સામનો કરવો પડયો હતો. અમદાવાદ સિવાય ગુજરાતનાં તમામ એરપોર્ટે 2017-18થી 2019-20 એમ સતત ત્રણ વર્ષ સુધી ખોટ ખાધી છે.
અમદાવાદ એરપોર્ટ કોરોના પહેલાં ધમધમતું હતું
કોરોના વાઇરસે પગપેસારો કર્યો એ અગાઉ અમદાવાદ એરપોર્ટમાં પ્રતિ દિન 235 ફ્લાઇટ અને 35 હજારથી વધુ મુસાફરોની અવરજવર હતી. અમદાવાદ એરપોર્ટ નફો કરી રહેલાં જૂજ એરપોર્ટમાં હોવા છતાં ખાનગી કંપનીને 50 વર્ષ માટે હસ્તગત કરી દેવાયું હતું.
પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.