તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

એરપોર્ટ પર અવ્યવસ્થા:પેસેન્જરે મેન્યુઅલી ફોર્મ ભરવું પડતું હોવાથી વેઈટિંગ એરિયામાં ભારે ભીડ; ઈન્ટરનેશનલ ટર્મિનલમાં RTPCR રિપોર્ટ સબમિશન સોફ્ટવેરમાં ખામીથી હાલાકી

અમદાવાદએક મહિનો પહેલા
  • 10 કાઉન્ટરમાંથી 5 કાઉન્ટર બંધ: મુસાફર
  • સૉફ્ટવેરમાં ખામી સર્જાતાં વેઇટિંગ એરિયામાં લોકોની ભીડ, સોશિયલ ડિસ્ટન્સના લીરેલીરા ઊડ્યા

અમદાવાદ એરપોર્ટ પર આવતા પેસેન્જરોમાં રિપોર્ટ વગર આવનારાઓની સંખ્યા વધુ છે. જેના કારણે એરપોર્ટના બન્ને ટર્મિનલમાં ખાનગી લેબોરેટરીની મદદથી રિપોર્ટ કરવાની વ્યવસ્થા કરાઈ છે. ત્યારે ઇન્ટરનેશનલ ટર્મિલન ટી-2માં શુક્રવારે સાંજે રજિસ્ટ્રેશન કાઉન્ટરના સોફ્ટવેરમાં ખામી સર્જાઈ હતી. બરાબર એજ સમયે ત્રણ જેટલી ફ્લાઈટો એક સાથે આવી જતા ટર્મિનલમાં પેસેન્જરોની ભીડ જામી ગઈ હતી. પેસેન્જર પાસે આરટીપીસીઆર રિપોર્ટ નહીં હોય તો સ્વખર્ચે રૂ.800માં ટેસ્ટ કરાવવો પડશે. આ ઉપરાંત જ્યાં સુધી નેગેટિવ ન આવે ત્યાં સુધી એરપોર્ટ પર જ રહેવું પડશે.

આ વિશે એક પેસેન્જરે જણાવ્યું કે, કોરોના ટેસ્ટ માટે ફોર્મ ભરવામાં ખૂબ જ અવ્યવસ્થા સર્જાઈ હતી. મેન્યુઅલી ફોર્મ ભર્યા બાદ રજિસ્ટ્રેશન કરવાની પ્રક્રિયામાં પૂર્ણ કર્યા બાદ જ પેસેન્જરોના ટેસ્ટ કરાતા હતા. આ સંપૂર્ણ પ્રક્રિયામાં લોકોને 2 કલાકથી વધુ સમય સુધી રાહ જોવી પડી હતી જ્યારે તેમને લેવા આવેલા સ્વજનો પણ બહાર રાહ જોતા ઉભા રહ્યા હતા. ડોમેસ્ટિક ટર્મિનલ પર ત્રીજા દિવસે પણ અન્ય રાજ્યમાંથી નેગેટિવ રિપોર્ટ વગર આવતા પેસેન્જરો અને લેબ કર્મચારીઓ વચ્ચે વિવાદ સર્જાયો હતો. જેમાં કેટલાક પેસેન્જરો ટેસ્ટ કરાવ્યા વગર બહાર નિકળવાની કોશિશ કરતા તેમને અટકાવવા ટર્મિનલ એરિયામાં ખાનગી સિક્યોરિટી મુકી છે. અન્ય દેશમાંથી આવનારા મુસાફરોનો પણ RT-PCR ટેસ્ટ એરપોર્ટ પર કરવામાં આવી રહ્યો છે, પરંતુ એરપોર્ટ મેનેજમેન્ટની અવ્યવસ્થાને કારણે મુસાફરોને 2થી 2:30 કલાક એરપોર્ટ પર જ રોકાવું પડ્યું હતું.

700 મુસાફરો વેઈટિંગ એરિયામાં ભેગા થયા
શુક્રવારે અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર બપોરના સમયે 4 ફ્લાઇટ એકસાથે એરપોર્ટ પર આવી હતી, જેમાં લગભગ 700 જેટલા મુસાફરો એકસાથે એરપોર્ટના અરાઇવલના વેઈટિંગ એરિયામાં ભેગા થયા હતા. એમાં વેઈટિંગ એરિયામાં સીટિંગ વ્યવસ્થા કરતાં વધારે લોકો ભેગા થતાં સોશિયલ ડિસ્ટન્સિંગના લીરેલીરા ઊડ્યા હતા, કારણ કે વેઈટિંગ એરિયામાં સીટિંગ વ્યવસ્થામાં પણ એરપોર્ટ મૅજમેન્ટ દ્વારા સોશિયલ ડિસ્ટન્સ જળવાય રહે એ માટે 3 સીટ વચ્ચે એક સીટ પર સ્ટિકર લગાવવામાં આવ્યાં છે, જેથી આ સીટિંગ વ્યવસ્થા પ્રમાણે 100 લોકો જ બેસી શકે.

ફોર્મ સબમિટ કરવા 10 કાઉન્ટર હતાં, પરંતુ 5 કાઉન્ટર બંધ હતાં.
ફોર્મ સબમિટ કરવા 10 કાઉન્ટર હતાં, પરંતુ 5 કાઉન્ટર બંધ હતાં.

10 કાઉન્ટરમાંથી 5 બંધ
લોકોની ભીડ વધતાં તમામ લોકો આ રિઝર્વ સીટ પર જોડે જોડે બેઠા હતા. વેટિંગ એરિયામાં આ તમામ લોકો ભીડનું એક જ કારણ હતું, જેમાં કોરોના ટેસ્ટ માટે તમામ લોકોને મેન્યુઅલી ફોર્મ ભરવાનું હતું અને એને સબમિટ કરવાનું હતું, જેના માટે 10 કાઉન્ટર હતાં, પરંતુ તેમનાં 5 કાઉન્ટર બંધ હોવાનું મુસાફરે જણાવ્યું હતું, સાથે આ ફોર્મ ભરવા માટે ગાઈડ કરનાર કોઈ એરપોર્ટના કર્મચારીઓ પણ ઉપસ્થિત ન હતા, જેથી લોકોને હેરાન થવાનો વારો આવ્યો હતો.

ટેસ્ટ માટે ફોર્મ ભરીને સબમિટ કરવામાં અવ્યવસ્થા
દુબઇથી આવેલા સાનાનંદન સુધીરે દિવ્યભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે કોરોના ટેસ્ટિંગ માટે એક ફોર્મ ભરીને સબમિટ કરવામાં અવ્યવસ્થા હતી, જેમાં તેઓ આ ફોર્મમાં તમામ ડિટેલ્સ ભરાવ્યા બાદ તેઓ આ ફોર્મની ડિટેલ્સ ઓનલાઈન તેમના કમ્પ્યુટરમાં સેવ કરીને પ્રિન્ટ આઉટ આપતા હતા અને ત્યાર બાદ જ કોરોનાના ટેસ્ટ માટે મુસાફરોને મોકલવામાં આવતા હતા, એમાં તેમના સર્વરમાં ખામી હોવાને કારણે લોકોની લાંબી લાઈનો એરપોર્ટ પર જોવા મળી હતી. તેમણે લોકોને જણાવ્યું હતું કે પ્રિન્ટરમાં ખરાબી છે.

લોકોને 2 કલાક ફ્લાઇટમાંથી ઊતર્યા બાદ એરપોર્ટ પર જ વિતાવવા પડ્યા.
લોકોને 2 કલાક ફ્લાઇટમાંથી ઊતર્યા બાદ એરપોર્ટ પર જ વિતાવવા પડ્યા.

મુસાફરોનું અંદર અને સ્વજનોનું બહાર વેઈટિંગ
આ બાબતે એરપોર્ટનો કોઈ જવાબદાર અધિકારી પણ ફરિયાદ સાંભળવા માટે ક્યાંય જોવા મળ્યો ન હતો, સાથે આ તમામ પ્રોસીજર માટે જેટલો સ્ટાફ હોવો જોઈએ એ પણ ન હતો, એટલે લોકોને 2 કલાક જેટલો સમય ફ્લાઇટમાંથી ઊતર્યા બાદ એરપોર્ટ પર જ વિતાવવો પડ્યો હતો. મુસાફરોને લેવા માટે આવેલા તેમનાં સ્વજનોને પણ એરપોર્ટ બહાર રાહ જોવાનો વારો આવ્યો હતો.

કરન્સી એક્સચેન્જમાં મોટા ડિફરન્સથી મુસાફરો હેરાન થયા.
કરન્સી એક્સચેન્જમાં મોટા ડિફરન્સથી મુસાફરો હેરાન થયા.

કરન્સી એક્સચેન્જના ડિફરન્સ પર આક્રોશ
સાનાનંદન સુધીરે વધુમાં જણાવ્યું હતું કે RT-PCR ટેસ્ટ માટે એરપોર્ટ પર ખાનગી લેબને કોન્ટ્રેક્ટ આપવામાં આવ્યો છે, જેમાં તેઓ RT-PCR ટેસ્ટ માટે 800 રૂપિયા ચાર્જ કરે છે. હું દુબઇથી આવ્યો હતો. મારી જોડે 500 રૂપિયા જ હતા અને બીજા મારી જોડે દુબઇની કરન્સી દિરહામ હતી. મેં તેમને કહ્યું, મારી જોડે 500 રૂપિયા જ કેસ છે, હું 300 રૂપિયા ઇન્ડિયન બેન્ક ડેબિટ કાર્ડ કે ઓનલાઇન વોલેટ મનીથી ચૂકવી દઈશ, પણ તેમણે જણાવ્યું, અમે માત્ર ઇન્ડિયન કરન્સી જ સ્વીકારીએ છે અને એ પણ કેસ. જેથી હું કરન્સી એક્સચેન્જ કાઉન્ટરે ગયો ત્યાં મેં દિરહામને ઇન્ડિયન કરન્સીમાં એક્સચેન્જ કરવા માટે કહ્યું, જેમાં ગઈકાલે 1 દિરહામનો રેટ 19.98 રૂપિયા હતો, પરંતુ અહીં મેં 30 દિરહામના 360 રૂપિયા જ મળ્યા, એટલે તેઓ મને 1 દિરહામના 12 રૂપિયા પ્રમાણે જ આપ્યા. આ મને બિલકુલ અયોગ્ય લાગ્યું. આટલું બધો ડિફરન્સ કરન્સી એક્સચેન્જમાં ન હોવો જોઈએ. આ તમામ અવ્યવસ્થાથી અમે લોકો ઘણા પરેશાન થયા છીએ.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

વધુ વાંચો