બોમ્બ બ્લાસ્ટની ધમકી:અમદાવાદ એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાનો કોલ મળ્યો, તપાસમાં માનસિક રીતે અસ્થિર બાળકો કોલ કર્યો હોવાનું સામે આવ્યું

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ એરપોર્ટની ફાઈલ તસવીર - Divya Bhaskar
અમદાવાદ એરપોર્ટની ફાઈલ તસવીર
  • 12 વર્ષ બાળકે ધમકી ભર્યો ફોન કરતા એરપોર્ટના સત્તાધીશો દોડતા થઈ ગયા

અમદાવાદ એરપોર્ટ પર ધમકીભર્યો ફોન આવતા એરપોર્ટ સંચાલકો દોડતા થઈ ગયા હતા. અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર એક અજાણ્યો કોલ આવ્યો હતો. જેમાં એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. જેને લઇ એરપોર્ટના સત્તાધીશો સતર્ક બન્યા અને ફોન ક્યાંથી અને કોણે કર્યો તે અંગેની તપાસમાં લાગ્યા હતા. જોકે અંતે તપાસમાં એક બાળક દ્વારા આ ફોન કરવામાં આવ્યો હોવાનું સામે આવતા એરપોર્ટ સત્તાધીશોએ રાહતનો શ્વાસ લીધો હતો.

ઇન્ટરનેશનલ એરપોર્ટ પર 12 વર્ષના એક બાળક દ્વારા કોલ કરવામાં આવ્યો હતો. જેમાં તેને એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપી. જેને લઇને CISFના જવાનો સહિત એરપોર્ટના સત્તાધીશો એલર્ટ બન્યા અને પોલીસ તથા ક્રાઈમ બ્રાન્ચને આ મામલે જાણ કરી. જે બાદ પોલીસ અધિકારી તથા બોમ્બ સ્ક્વોડ સાથે એરપોર્ટ પર પહોંચી તપાસની શરૂઆત કરી હતી. જોકે કોઈ ચિંતાજનક બાબત સામે ન આવી હતી.

મૂળ રાજસ્થાનમાંથી એક બાળકે પોતાના પિતાના મોબાઈલ થકી કોલ કર્યો હતો. હેલ્પ ડેસ્ક પર કરવામાં આવેલા ફોન અંગે તપાસ એજન્સીઓએ વિગતો મેળવવાની શરૂઆત કરી હતી. તપાસ બાદ સામે આવ્યું કે આ ફોન રાજસ્થાનમાંથી એક બાળક દ્વારા કરવામાં આવ્યો હતો. જે બાદ સ્થાનિક પોલીસ દ્વારા રાજસ્થાન પોલીસને આ અંગે જાણ કરવામાં આવી હતી. જે નંબરથી કોલ આવ્યો તે વ્યક્તિની પૂછપરછ હાથ ધરવામાં આવી હતી, જોકે તપાસમાં સામે આવ્યું કે આ કોલ બાળક દ્વારા કરાયો હતો, જેની માનસિક સ્થિતિ અસ્થિર છે.

અન્ય સમાચારો પણ છે...