તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઈમ:અમદાવાદમાં સોશિયલ મીડિયામાં ચાઈલ્ડ પોર્નોગ્રાફીનો વીડિયો શેર કરી મોબાઈલમાં સ્ટોર કરનાર યુવકની અટકાયત

અમદાવાદ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • સાયબર ક્રાઈમ અગેન્સ વુમન એન્ડ ચિલ્ડ્રન પોર્ટલ પર ટીપ આધારે પોલીસને જાણ કરવામાં આવતા કાર્યવાહી કરાઈ.

કેન્દ્ર સરકાર દ્વારા સાયબર ક્રાઈમ અગેન્સ વુમન એન્ડ ચિલ્ડ્રન પોર્ટલ શરૂ કરવામાં આવેલું છે. ચાઈલ્ડ પોર્નોગ્રાફી સામે કડક કાર્યવાહી કરવા સુચનાને પગલે સાયબર ક્રાઈમ સોશિયલ મીડિયા પર ચાઈલ્ડ પોર્નોગ્રાફી શેર કરતા અને મોબાઈલમાં સ્ટોર કરતા લોકો સામે કડક કાર્યવાહી કરે છે. અમદાવાદ રેન્જ સાયબર ક્રાઈમની ટીમે માણેકચોકમાં રહેતા યુવક સામે ચાઈલ્ડ પોર્નો ગ્રાફીનો વીડિયો સોશિયલ મીડિયામાં શેર અને મોબાઈલમાં રાખવા બદલ ગુનો નોંધી તેની અટકાયત કરી છે.

મેસેન્જર પરથી ચાઈલ્ડ પોર્નોગ્રાફીનો વીડિયો શેર થયો
સાયબર ક્રાઈમ અગેન્સ વુમન એન્ડ ચિલ્ડ્રન પોર્ટલ અંતર્ગત નેશનલ સેન્ટર ફોર મિસિંગ એન્ડ એક્સપ્લોઇટેડ ચિલ્ડ્રન નામની સંસ્થા સોશિયલ મીડિયામાં ચાઈલ્ડ પોર્નોગ્રાફીની ટીપ સરકારને આપે છે. જે અંતર્ગત ગુજરાત પોલીસને કાર્યવાહી કરવા માટે સૂચના આપવામાં આવે છે. સીઆઇડી ક્રાઇમ સેલ તરફથી અમદાવાદ સાયબર ક્રાઈમ વિભાગને જાણ કરવામાં આવી હતી કે સોશિયલ મીડિયામાં મેસેન્જર પરથી એક ચાઈલ્ડ પોર્નોગ્રાફીનો વીડિયો શેર કરવામાં આવ્યો છે.

પોલીસે નિખિલ સામે ગુનો નોંધી તેની અટકાયત કરી
પોલીસે તપાસ કરતા માણેકચોકમાં કંસારાની પોળના નાકે રહેતા નિખિલ કંસારાએ શેર કર્યો હોવાનું બહાર આવ્યું હતું. જેથી પોલીસે નિખિલની અટકાયત કરી અને મોબાઈલમાં તપાસ કરતા ટીપ મુજબ શેર કરેલો વીડિયો મળી આવ્યો ન હતો પરંતુ આરોપીના મોબાઇલની તપાસ કરતા તેમાંથી અન્ય ચાઈલ્ડ પોર્નોગ્રાફીના વીડિયો મળી આવ્યા હતા. જેથી અમદાવાદ સાયબર ક્રાઈમ રેન્જ પોલીસે નિખિલ સામે ગુનો નોંધી તેની અટકાયત કરી છે.

અગાઉ પોલીસે વાડજના સંજય ગાવરીની અટકાયત કરી હતી
અગાઉ પોલીસે વાડજના સંજય ગાવરીની અટકાયત કરી હતી

તાજેતરમાં વાડજનો યુવક ઝડપાયો હતો
અમદાવાદ શહેરમાં કેટલાક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ચાઇલ્ડ પોર્નોગ્રાફી વીડિયો સતત ફરતા થયા હતા. બાળકો સાથેના ખરાબ શારીરિક દ્રશ્યો હોવાથી આ દિશામાં પોલીસે તાત્કાલીક તપાસ હાથ ધરી હતી. પોલીસે તપાસ કરતા માલુમ પડ્યુ કે વાડજ પાસે રહેતો એક યુવક આ પ્રકારના વીડિયો ડાઉનલોડ કરીને સોશિયલ મીડિયા પર અપલોડ કરતો હતો. પોલીસે આરોપીની અટકાયત કરીને ફોન ચેક કરતા તેમા અનેક ચાઇલ્ડ પોર્નોગ્રોફી વિડીયો હતાં.

પોલીસે સંજય ગાવસી વિરૂદ્ધ પણ કાર્યવાહી કરી હતી
પોલીસ બાળકો સાથેના આવા કૃત્યના વીડિયો સોશિયલ મીડિયા પર ક્યાંથી અપલોડ થાય છે તે શોધવાનો પ્રયાસ કરી રહી હતી. તે સમયે ચંદ્રભાગા બ્રિજ પાસે રહેતા સંજય ગાવરી નામના શખ્સની કડી મળી હતી. પોલીસે તેની પુછપરછ કરતા તે આ વીડિયો ઇન્ટરનેટ પરથી ડાઉનલોડ કરીને સોશિયલ મીડિયામાં વાયરલ કરતો હતો. હાલ પોલીસે સંજયની ધરપકડ કરી તેની સામે ગુનો નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.