નિકોલ વિસ્તારમાં અનેક વાર ગાયનો આતંક સામે આવા પામ્યો છે. ત્યારે એક્ટિવા પર પોતાના મામાને ઘરે જતી યુવતીને ઘાયના આતંકનો ભોગ બનવું પડ્યું છે.
પ્રગતિ ઘાનાણી એક્ટિવા લઈને મામાના ઘરે જવા નીકળી હતી. અને સોસાયટી પાસે શેફ્રોન બિલ્ડિંગ સુરભી ફ્લેટ પાસે રસ્તામાં ગાયને જોઈને ઉભી રહી ગઈ હતી. ત્યારે અચાનક ગાયે તેના ઉપર હુમલો કર્યો હતો. ગંભીર રીતે ઘાયલ યુવતીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જેમાં યુવતીને અલગ અલગ 6 જગ્યા ઉપર ફ્રેક્ચર અને 15થી વધુ જગ્યા ઉપર ટાંકા લેવા પડ્યા હતા.
અનેકવાર નિકોલ વિસ્તારમાં ગાયોનો આતંક જોવા મળતો હોય છે. પરંતુ ઠોર પકડવાના અધિકારીઓના ભ્રષ્ટાચાર અને હપ્તાખોરીને લઈને નાગરિકોએ અવારનવાર રખડતા ઠોરના આતંકનો ભોગ બનવું પડતું હોય છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.