તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હજારો લોકો બહાર નીકળ્યા, અમદાવાદના કમિશનરે કહ્યું, ‘સંયમ નહીં રાખીએ તો કેસ લાખોમાં પહોંચશે’

અમદાવાદ10 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • લૉકડાઉન છતાં ખુલેલી 20 દુકાન સીલ કરાઈ, 9 વેપારી સામે પોલીસ ફરિયાદ
  • સરખેજ-ગાંધીનગર હાઈવે પર વૈષ્ણોદેવી સર્કલ પાસે એન્ટ્રી-એક્ઝિટ પોઈન્ટ બંધ કરાયા
  • ગઈકાલે સાંજે 5 વાગ્યે 50 લોકોનું ટોળું ભેગું થઈ હાથમાં થાળી વગાડી ગરબા રમતા હતા

અમદાવાદઃ મ્યુનિ. કમિશનરે કહ્યું કે, કોર્પોરેશન પાસે 5થી 10 હજાર લોકોને ક્વોરન્ટાઈનમાં રાખી શકાય એટલી વ્યવસ્થા છે. કેસ 10થી 20 હજાર તો પણ મ્યુનિ. પહોંચી વળવા સક્ષમ છે. પરંતુ જો 80 લાખની વસતી ધરાવતા શહેરમાં બે-પાંચ ટકા લોકોને પણ કોરોનાનો ચેપ લાગે તો લાખોની સંખ્યામાં કેસ થઈ જાય. આ સંજોગોમાં વહીવટી તંત્ર મુશ્કેલીમાં મુકાશે અને પહોંચી વળાશે નહીં. માટે દરેક અમદાવાદીને બે સપ્તાહ સુધી ઘરમાં જ રહેવાની વિનંતી છે.

દિવસ દરમિયાન 258 વાહનો ડિટેઇન કરાયા
રવિવારે જનતા કર્ફ્યૂ પછી સોમવારે લોકો શહેરમાં રાબેતા મુજબ ઉતરી આવતાં મ્યુનિસિપલ કમિશનરે પ્રેસ કોન્ફરન્સ કરી ચેતવણી આપી હતી કે, આપણે કેવો સંયમ અને શિસ્ત રાખીએ છીએ તેને આધારે નક્કી થશે કે કોરોનાના કેસ સેંકડોની સંખ્યામાં રહેશે કે લાખોની સંખ્યામાં પહોંચશે. શહેરમાં લૉકડાઉનનો આદેશ હોવા છતાં કેટલાક વેપારીઓએ દુકાનો ખોલતા 20 દુકાન સીલ કરી 9 સામે પોલીસ ફરિયાદ કરાઈ હતી. જ્યારે 258 વાહન ડિટેઈન કરાયા. 

બેજવાબદાર લોકોને કારણે શહેર તકલીફમાં મૂકાશે
તેમણે કહ્યું કે, કોરોના સામે રક્ષણ માટે શહેરની કિલ્લેબંધી કરાઈ છે. પણ જો ક્યાંક છીંડું દેખાશે તો દુશ્મન તેમાંથી ઘૂસી જશે. શહેરના થોડાક લોકોના બેજવાબદાર વર્તનથી આખું શહેર તકલીફમાં મુકાઈ જશે. સોમવારે જાણે બધું સામાન્ય થઈ ગયું હોય એમ કેટલાક લોકો ઘરની બહાર નીકળી ગયા. જ્યારે આખું શહેર કટોકટીનો સામનો કરવા પૂરી તાકાત લગાવી રહ્યું હોય ત્યારે આ મહામારીને ઘૂસવાની તક આપીશું તો ખૂબ કપરા સંજોગો ઊભા થશે. કમિશનરે અિનવાર્ય ન હોય ત્યાં સુધી બે અઠવાડિયા સુધી ઘરની બહાર ન નીકળવા અપીલ કરી. તેમણે કહ્યું કે, એક વ્યક્તિ બહાર જાય અને ચેપ લઈને આવે તો ઘરના બધા જ સભ્યોનો જીવ જોખમમાં મુકાશે. તેમણે બાળકોને બહાર રમવા ન જવા દેવા કે વડીલોને મોર્નિંગ-ઈવનિંગ વોક માટે પણ બહાર ન જવા અપીલ કરી હતી. તેમણે માતાઓ અને બહેનોને આ જવાબદારી
અદા કરવાની વિશેષ અપીલ કરી હતી.

ચીન-યુરોપિય દેશોની પદ્ધતિથી સેનિટાઈઝેશન
મ્યુનિસિપલ કમિશનર નેહરાએ કહ્યું, મ્યુનિ. છેલ્લા બે મહિનાથી તૈયારી કરી રહી છે. ચીન અને યુરોપિય દેશોમાં જાહેર સ્થળોને સેનિટાઈઝ કરી લોકોના બચાવ માટે જે પદ્ધતિ અપનાવવામાં આવી હતી તે તમામ પદ્ધતિનો અમે પ્રયોગ કરી રહ્યા છીએ. રવિવારે અમે જાહેર સ્થળોને સેનિટાઈઝ કર્યા હતા. 

રિક્ષા-કેબ સહિતનાં કોમર્શિયલ વાહન પર 31મી સુધી પ્રતિબંધ
રિક્ષા, બસ, ટ્રક, ટેક્સી, ઓલા, ઉબેર સહિતનાં તમામ કોમર્શિયલ વાહનોને અમદાવાદની અંદર 31 માર્ચ સુધી ફરવા પર પ્રતિબંધ લાદી દેવાયો છે. જ્યારે ગુજરાત બહાર જતા અને ગુજરાતમાં આવતા કોમર્શિયલ વાહનો પર પણ 25 માર્ચ સુધી પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો છે, જેમાં ફક્ત જીવનજરૂરી ચીજ વસ્તુઓનું પરિવહન કરતા વાહનોને મુક્તિ આપવામાં આવી છે. 

લોકોની સુરક્ષા માટે હજારો કર્મીઓની ટીમ કામ કરે છે
રાજ્યના તમામ વિભાગો એકબીજાના સંકલનમાં કામ કરી રહ્યા છે. કોરોના સામેના જંગમાં  પોલીસ તથા મ્યુનિ. તંત્ર સહિતના તમામ વિભાગો સંકલનમાં કામ કરી રહ્યા છે. હજારો કર્મચારીઓની ટીમ દુકાનો બંધ કરાવવાથી લઇને, ક્વોરન્ટાઇન લોકોના ઘર પાસે પોસ્ટર લગાવવા સહિતની કામગીરીમાં જોતરાયેલા છે. 

પાલડી, વાસણા, આંબાવાડી જેવા વિસ્તારોમાં ટ્રાફિક ધમધમ્યો
સોમવારે સવારથી જ લોકો પોત પોતાના કામે નીકળી પડતાં પાલડી, વાસણા, આંબાવાડી, બહેરામપુરા, જુહાપુરા સહિતના વિસ્તારોમાં રવિવારની સરખામણીએ 30થી 40 ટકા ટ્રાફિક જોવા મળ્યો હતો. પાલડીના એક મોલમાં દિવસ દરમિયાન ભારે ભીડ જોવા મળી હતી. જો કે, બપોર પછી પોલીસે કડકાઈ લૉકડાઉનનો અમલ શરૂ કર્યો હતો. રવિવારના જનતા કર્ફૂય પછી સરકારે લૉકડાઉનની જાહેરાત કરતાં શહેરના મોટાભાગના વિસ્તારોમાં દુકાનો, મોલ, કોમ્પ્લેક્સ સહિતના વેપારી સંકુલો બંધ રહ્યા હતા. છૂટાછવાયા કિસ્સાને બાદ કરતાં કોઈ દુકાનો કે બજારો ખુલ્યા ન હતા. જો કે, દૂધ, શાકભાજી અને કરિયાણાની દુકાનોને ખુલ્લી હતી. 

લોકો ટોળે વળતાં પોલીસે ‘ઘરમાં જતા રહો’ની અપીલ કરવી પડી
લૉકડાઉનની જાહેરાત છતાં કોટ વિસ્તાર સહિત કેટલાક વિસ્તારોમાં લોકો બહાર નીકળવા ઉપરાંત ચાર રસ્તા કે નાકા પર ટોળે વળ્યા હતા. કેટલાક વિસ્તારમાં પોલીસે વાનમાંથી જાહેરાત કરવી પડી હતી કે, તકેદારી માટે ઘરમાં જતા રહો. પોલીસ કમિશનર આશિષ ભાટિયાએ કહ્યું કે, કલમ 144નો હવે કડક અમલ કરાવાશે અને તેનો ભંગ કરનારાની ધરપકડ સહિતના પગલાં લેવામાં આવશે. કાલુપુર ટાવર પાસે ટોળા એકત્ર થતાં પીસીઆર વાનમાંથી લોકોને ઘરમાં જવાની અપીલ કરવામાં આવી હતી.   નિકોલમાં સવારે જ કેટલીક દુકાનો ખૂલી ગઈ હતી. કોર્પોરેશનની ટીમોએ આ દુકાનો બંધ કરાવી વેપારીઓને દંડ ફટકાર્યો હતો.

બ્રિજ સીલ કરી દઈ પોલીસે લોકોને પાછા કાઢ્યા
સોમવારે સવારથી જાણે બધું રાબેતા મુજબ થઈ ગયું હોય તેમ માની લોકોએ અવર-જવર શરૂ કરી દીધી હતી. જો કે, પોલીસે ચંદ્રનગર પાસેના આંબેડકર બ્રિજ સહિતના બ્રિજ સીલ કરી દઈ લોકોને પાછા કાઢ્યા હતા.

એઝિથ્રોમાઈસિન, ક્લોરોક્વીન ખરીદવા દવાની દુકાનો પર ભીડ
નોવેલ કોરોનાની સારવારમાં એઝિથ્રોમાઈસીન અને હાઈડ્રોક્લોરોક્વીન અસરકારક હોવાના અહેવાલ પછી આ બંને દવા ખરીદવા શહેરના અનેક વિસ્તારોમાં લોકોએ મેડિકલ સ્ટોર પર ધસારો કર્યો હતો. જો કે, ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર આ દવા નહીં આપવાની મેડિકલ સ્ટોરે સ્પષ્ટતા કરવી પડી હતી. એક મેડિકલ સ્ટોરના માલિકે જણાવ્યું હતું કે, સ્વસ્થ વ્યક્તિએ આ દવા લેવાની કોઈ જરૂર નથી. બિનજરૂરી દવાના ડોઝથી ગંભીર આડઅસર પણ થઈ શકે છે. આ ઉપરાંત વહેલી સવારે કેટલાક વિસ્તારોમાં દૂધ માટે પણ લોકો ઉમટી પડ્યા હતા. જીવનજરૂરી ચીજવસ્તુની અછત નહીં હોવાની સરકારની સ્પષ્ટતા છતાં લોકોમાં ગભરાટ હતો. 

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- જે કામ માટે તમે છેલ્લાં થોડા સમયથી કોશિશ કરી રહ્યા હતાં, તે કાર્ય માટે કોઇ યોગ્ય સંપર્ક મળી જશે. વાતચીતની મદદથી તમે કોઇ મામલાનું સમાધાન શોધી લેશો. કોઇ જરૂરિયાતમંદ મિત્રની મદદ કરવાથી તમને આત્...

વધુ વાંચો

Open Divya Bhaskar in...
  • Divya Bhaskar App
  • BrowserBrowser