• Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • Ahmedabad: A Company In Gota Area Of Ahmedabad Was Caught Selling Illegal Remedivivir tocilizumab Injections, Suspected To Be In Large Quantities.

રેમડેસિવિરનું કાળાં બજાર:અમદાવાદના ગોતાની ધ્રુવી ફાર્મા પર બાતમીને આધારે ક્રાઇમ બ્રાંચની રેડ, 400 રેમડેસિવિર ઇન્જેક્શન મળી આવ્યાં

અમદાવાદ10 મહિનો પહેલા
  • કૉપી લિંક
બાતમીને આધારે ક્રાઇમ બ્રાન્ચે કંપનીમાં રેડ પાડી છે - Divya Bhaskar
બાતમીને આધારે ક્રાઇમ બ્રાન્ચે કંપનીમાં રેડ પાડી છે
  • લોકો એક તરફ ઇન્જેક્શન માટે તરફડિયાં મારે છે, ત્યારે આ કંપની પાસે મોટો જથ્થો હતો
  • રેમડેસિવિરની અછત વચ્ચે હજુ કાળાં બજારની પ્રવૃત્તિઓ ચાલી રહી છે
  • મુખ્ય સ્ટોકિસ્ટ હતો, પણ તે હોલસેલ આપવાને બદલે રિટેઇલમાં વેચતો હોવાની બાતમી પોલીસને મળી

રેમડેસિવિર ઇન્જેક્શનની અછત વચ્ચે ઘણા લોકો તેને કાળાં બજારમાં વેચવાની પ્રવૃત્તિ ચાલી રહી છે. અમદાવાદ ક્રાઇમ બ્રાંચે ગોતામાં આવેલી ધ્રુવી ફાર્માસ્યુટિકલમાં રવિવારે રાત્રે રેડ પાડી હતી, જેમાં 400 જેટલા ઇન્જેક્શનનો જથ્થો મળી આવ્યો હતો. જોકે આ બાબતે હજુ પોલીસે સત્તાવાર કોઈ માહિતી આપી નથી. ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ નિખિલ બ્રહ્મભટ્ટ અને સ્ટાફે ગોતામાં રેડ કરી હતી, જ્યાં ગેરકાયદે જણાતા 400 જેટલા ઇન્જેક્શન રખાયા હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે. આ અંગે ક્રાઇમ બ્રાન્ચના એસીપી ડી. પી. ચુડાસમાએ જણાવ્યું કે, હાલના તબક્કે તપાસ ચાલી રહી છે. ઉલ્લેખનીય છે કે, ડીજીપી આશિષ ભાટિયાએ પોલીસ તંત્રને ઇન્જેક્શનનાં કાળાં બજાર કરનારા લોકો સામે ફરિયાદ દાખલ કરી પગલાં લેવાનો આદેશ કર્યો છે, જેના પગલે વડોદરામાં બે ફાર્મા કંપની સામે કાર્યવાહી કરાઈ હતી.

VVIP અને અધિકારીઓએ ઇન્જેક્શનનો સ્ટોક કર્યાની શંકા
કેમિસ્ટ એસોસિયેશનના પ્રમુખ જશુ પટેલે કહ્યુંં કે, વીવીઆઈપી-અધિકારીઓએ ઇન્જેક્શનનો સ્ટોક કરી લીધો હોય તેમ લાગી રહ્યું છે, જેને લીધે રેમડેસિવિરની અછત ઊભી થઈ છે. આ એક પ્રકારનું સ્ટીરોઇડ હોવાથી આંતરડામાં કાણાં, લિવર-કિડની ફેલ્યોરનો ખતરો છે, જેથી તેના માટે ગાઇડલાઇન બહાર પાડવી જોઈએ.

બાતમીને આધારે રેડ પાડી
સૂત્રોના જણાવ્યા અનુસાર શહેરના ગોતા વિસ્તારમાં આજે સાંજે કંપનીમાં સ્ટોકિસ્ટ રેમડેસિવિર અને ટોસિલિઝુમેબ ઇન્જેક્શન રાખીને લોકોને રિટેલમાં વેચતો હતો. જેની જાણ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને થતાં ક્રાઇમ બ્રાન્ચના બે પોલીસ ઇન્સ્પેક્ટર સહિત આખી ટીમ ત્યાં પહોચી હતી. જ્યાં કંપનીમાં રેમડેસિવિર અને ટોસિલિઝુમેબ ઇન્જેક્શન હતા.

પોલીસે લાઇસન્સ મામલે તપાસ હાથ ધરી
પોલીસે તેમની કડક પૂછપરછ કરતા જાણવા મળ્યું કે, આ કંપનીમાં આ ઇન્જેક્શન સ્ટોકિસ્ટ છે. જે હોલસેલમાં ઇન્જેક્શન આપી શકે છે. તેણે આજે કેટલાક રીટેઇલ ઇન્જેક્શન પણ વેચ્યા છે. જે અંગે હજી સ્થાનિક પોલીસ દ્વારા તેની ગણતરી હાથ ધરવામાં આવશે. બીજી તરફ તેની પાસે રિટેઇલનું લાઇસન્સ છે કે કેમ તેની પણ તપાસ હવે પોલીસ કરી રહી હોવાનું સૂત્રોએ જણાવ્યું છે.

રેમડેસિવિર મેળવવા માટે લોકો લાંબી લાઇનો લગાવે છે
રેમડેસિવિર મેળવવા માટે લોકો લાંબી લાઇનો લગાવે છે

ઇન્જેક્શનનો જથ્થો ક્યાંથી આવ્યો?
ચોંકાવનારી બાબત એ છે કે એક તરફ લોકો લાંબી લાઈન લગાવીને આ જ વિસ્તારમાં એક હોસ્પિટલની બહાર ઇન્જેક્શન માટે વલખાં મારતા હતા ત્યારે આ વિસ્તારમાં આવેલા એક સ્ટોકિસ્ટ પાસે ઇન્જેક્શનનો જથ્થો ક્યાંથી આવ્યો તેની તપાસ ચાલી રહી છે.

અન્ય સમાચારો પણ છે...