તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોનાના કેસ ઘટ્યાં:અમદાવાદના ઘોડાસર, ઘાટલોડિયા અને થલતેજ 11 ઘરના 55 લોકો માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં, હવે 132 માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન અમલી

અમદાવાદ4 મહિનો પહેલા
  • કૉપી લિંક

અમદાવાદ શહેરમાં કોરોનાની ગતિ હવે ધીમી પડવા લાગી છે. જેને પગલે માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન પણ ઘટવા લાગ્યા છે. આજે 3 નવા વિસ્તારોના 11 ઘરના 55 લોકોને માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં મુકવામાં આવ્યાં છે. તેમજ 13 વિસ્તારોને માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનમાંથી મુક્ત કરવામાં આવ્યા છે. આમ હવે 132 માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન અમલી બન્યા છે. ત્રણ નવા માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન ઘોડાસર, ઘાટલોડિયા અને થલતેજમાં અમલમાં આવ્યા છે.

જ્યારે મણિનગર, લાંભા, શાહીબાગ, જોધપુર, નવા વાડજ, સાબરમતી, ઘાટલોડિયા, ગોતા અને ચાંદલોડિયાના 13 માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનને મુક્ત કરવામાં આવ્યા છે.

નવા માઈક્રો કન્ટેનમેન્ટ વિસ્તારો સહિત શહેરમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ ડિપાર્ટમેન્ટ દ્વારા આવતીકાલે (10 મે )થી સઘન અને ઘનિષ્ઠ ડોર ટુ ડોર સર્વેલન્સ અને સ્કિનિંગની કામગીરી હાથ ધરાશે. સર્વે દરમિયાન ધ્યાને આવેલા કોરોનાના લક્ષણ ધરાવતા શંકાસ્પદ વ્યક્તિઓના સેમ્પલ લેવાશે.

શહેર અને જિલ્લામાં 2955 નવા કેસ અને 19ના મોત
9 મેના રોજ અમદાવાદ શહેર અને જિલ્લામાં 3 હજારથી ઓછા એટલે કે 2955 કેસ નોંધાયા છે. શહેર અને જિલ્લામાં સતત બીજા દિવસે રેકોર્ડબ્રેક 6637 દર્દીઓએ કોરોનાને માત આપી છે અને 19 દર્દીના મોત થયા છે. આમ 14 દિવસમાં 3000 જેટલા કેસ ઘટી ગયા છે. 25 એપ્રિલના રોજ 5864 કેસ નોંધાયા હતા.

8 મેની સાંજથી 9 મેની સાંજ સુધીમાં શહેરમાં 2883 અને જિલ્લામાં 72 નવા કેસ નોંધાયા છે. તેમજ શહેરમાં 6577 અને જિલ્લામાં 60 દર્દી સાજા થતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. તેમજ શહેરમાં 18 અને જિલ્લામાં 1 દર્દીનું મોત થયું છે. આ સાથે જ શહેર અને જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો આંકડો 2 લાખ 3 હજાર 875 થયો છે. જ્યારે 1 લાખ 42 હજાર 512 દર્દી સાજા થઈને ઘરે પરત ફર્યા છે. જ્યારે મૃત્યુઆંક 3,108 થયો છે.

અન્ય સમાચારો પણ છે...