અમદાવાદને આ લોકો રાખે છે ચોખ્ખું ચણાક:અમદાવાદીઓ ભરનિંદરમાં પોઢતા હોય ત્યારે 14 હજાર સફાઈકર્મી જાગી જાય છે, શહેરની ગંદકી હટાવે છે

12 દિવસ પહેલાલેખક: ચેતન પુરોહિત

કોઈપણ કુદરતી આફત હોય કે દુર્ઘટના. આગ હોય કે વાવાઝોડું કે પછી શહેરમાં જળબંબાકાર જેવી સ્થિતિ. આવી પરિસ્થિતિમાં તંત્રની સાથે સૌથી પહેલા પહોંચનાર વ્યક્તિ સફાઈ કર્મચારી હોય છે. થોડા સમય પહેલા સમગ્ર વિશ્વ કોરોનાની મહામારીમાં સંપડાયું હતું. તે સમયે ભારત જેવા મોટી વસ્તી ધરાવતા દેશમાં લોકો કોણ કોની મદદ કરશે અને ઘણા અંશે સ્વજનો પણ મોઢું ફેરવતા જોવા મળ્યા હતા, ત્યારે આ સફાઈ કર્મચારીઓ પોતાનો જીવ જોખમમાં મૂકીને કામ કરતા હતા. આ સમયે તે જે પરિસ્થિતિમાં હતા. હાલ પર તેજ પરિસ્થિતિમાં કામ કરી રહ્યા છે, જે જગ્યાએ તેઓ રહી રહ્યા છે. તે જગ્યાના મકાનો જર્જરિત છે. તેની સાથે ગટરમાં કામ કરવા સમયે પણ ઘણા લોકોના મોત નીપજ્યા છે. હવે આ લોકો પણ સમાજમાં એક સ્થાન મેળવવા માંગે છે અને તે પણ માનભેર જિંદગી જીવવા માંગે છે.

ભલે શૂટબુટ પહેરતા નથી પરંતુ દિલથી શહેર સાફ રાખે છે
અમદાવાદ શહેરમાં શહેરીજનો જ્યારે મીઠી નીંદર મળતા હોય છે, ત્યારે એવા લોકો શહેરને આશીર્વાદ આપવા બહાર નીકળે છે. એટલે કે તેમના કામના કારણે શહેરીજનો સ્વસ્થ રહે છે, તેવા સફાઈ કામદાર રોજેરોજ મુશ્કેલીઓનો સામનો કરે છે. સફાઈ કામદારને મળતી મુશ્કેલીઓ અંગે દિવ્ય ભાસ્કર દ્વારા તેમની પરિસ્થિતિ જવાનો પ્રયાસ કરતા ઘણી વિગતો સામે આવી છે. આ લોકો ભલે ટાઈ શૂટબુટ પહેરીને ના ફરતા હોય પરંતુ તેમનું જુસ્સો અને શહેર માટે કશું કરવાની એક વાત જ અલગ છે. તેઓ જીવના જોખમે પણ તમામ કામ કરે છે, પરંતુ તેઓ જે પરિસ્થિતિમાં જીવે છે એ ખૂબ જ કમનસીબ છે.

સ્લમ ક્વાર્ટરમાં જર્જરિત મકાનોમાં આશરો
અમદાવાદના સરસપુર વિસ્તારમાં આવેલા સ્લમ ક્વાર્ટરમાં સફાઈ કામદારો રહે છે. આ સફાઈ કામદાર ખૂબ જ હાલાકી ભોગવે છે, નાના બાળકોને મૂકીને પતિ-પત્ની બંને વહેલી સવારે અમદાવાદ શહેરની સાફ-સફાઈ માટે નીકળી જાય છે. તેઓ કહે છે કે, અમારા માટે અમદાવાદ શહેરની સફાઈ અને સ્વચ્છતા એ અમારું ફરજ છે. અમે વહેલી સવારે અમારા ઓર્ડર પ્રમાણે કામ પર જઈએ છે. અમારી નાની-નાની માંગો હોય છે. અમે કોઈ હાઈ પ્રોફાઈલ ફેસિલિટી માંગતા નથી. અમારા બાળકો ઘરે એકલા હોય છે, ત્યારે તેમને સાચવવાની પણ તકલીફ પડે છે. પરંતુ અમારી મહત્વની પ્રાથમિકતા અમદાવાદ શહેરને સ્વચ્છ અને તંદુરસ્ત રાખવાની છે.

આમની સમસ્યાઓ સરકાર કે કોઈ સાંભળતું નથી
અમદાવાદ શહેરમાં સફાઈ કામદાર તરીકે 14000 લોકો કામ કરે છે, જે રોજીંદુ સાફસફાઈનું કામ કરે છે, તેમાં કાયમી અને હંગામી બંને સફાઈ કર્મચારીઓનો સમાવેશ થાય છે. આ બધાની વચ્ચે અમદાવાદમાં સફાઈ કામદાર માટે નાની મોટી સમસ્યાઓ હોય છે, ત્યારે તેમની સમસ્યામાં માટે કોઈ ખાસ વાત સાંભળતું નથી. અમે ઈચ્છીએ છીએ કે અમારો કોઈ પ્રતિનિધિ સરકાર સુધી અમારી વાત પહોંચાડે અને સરકારમાં અમને સ્થાન મળે. આ વખતે વાલ્મિકી સમાજમાંથી ભાજપે વાલ્મિકી સમાજની મહિલાને ટિકિટ આપી છે, એટલે હવે અમારો અવાજ ઉપર સુધી જશે.

રિ-ડેવલપમેન્ટની લોલીપોપ અપાય છે
રિ-ડેવલપમેન્ટ કરવાની વાતો ઘણા લોકો કર્યા અને આ અંગેની રજૂઆત છેક મુખ્યમંત્રી સુધી થઈ, પરંતુ કોઈ નિવેડો ન આવતા તેઓ હાલ જર્જરિત મકાનમાં રહી રહ્યા છે. તેમણે જણાવ્યું કે, અમે તો સારી જગ્યાએ અમારા પરિવાર સાથે રહેવા માંગીએ છીએ. પરંતુ ઘણી જગ્યાએ એમને મકાન મળતા નથી અને જે છે તેને રિ-ડેવલપમેન્ટ કરવાની વાતો ઉડાડી દેવાય છે. જ્યારે અમારા સમાજના લોકો અહીંયા જ મકાન મળે તે માટે અમે પૈસા આપવા પણ તૈયાર છે, પરંતુ અમારું કોઈ સાંભળતું નથી.

અન્ય સમાચારો પણ છે...