તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભરૂચ:અહેમદ પટેલના પરિવારજનો બુધવાર સુધી પિરામણ રહેશે,  બુધવાર બપોર પછી દિલ્હી જવા રવાના થશે

અમદાવાદ8 મહિનો પહેલા
  • કૉપી લિંક

કોંગ્રેસના નેતા અહેમદ પટેલના અવસાન બાદ તેમની દફનવિધિ તેમના વતન ભરૂચ જિલ્લાના પીરામણ ગામમાં કરવામાં આવી હતી. અંતિમ વિધિ પછી તેમના પુત્ર ફૈઝલ તથા પુત્રી મુમતાઝ પટેલ-સિદ્દીકી વતન પિરામણમાં રોકાયા છે. તેઓ તા. 2 ડીસેમ્બર,2020 અ્ને બુધવાર બપોર સુધી પિરામણમાં રહેશે તેમ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું હતું.

પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાના કહ્યા પ્રમાણે સ્વ.અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલ અને પુત્ર મુમુતાઝ પટેલ-સિદ્દીકી પિરામણ રોકાયા છે. પુત્ર ફૈઝલ પટેલ અને પુત્ર મુુમતાઝ પટેલે-સિદ્દીકીએ તેમના પિતાના અવસાનના સમયે તેમની પડખે ઉભા રહીંને તેમને રૂબરૂ, ટેલિફોનિક, સોશીયલ મિડીયાના માધ્યમથી સાંત્વના આપનાર તમામ લોકોના આભાર વ્યકત કર્યો છે. બંન્ને ભાઇ બહેન ફૈઝલ અ્ને મુમતાઝ તા. 2 ડીસેમ્બર,2020 બુધવાર બપોર સુધી પિરામણમાં રહેશે, બુધવાર બપોર પછી તેઓ દિલ્હી જવા રવાના થશે તેમ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...