ફી ઝીરો ને છોકરા શીખે ડ્રોન-રોબોટિક્સ!:અહીં મ્યુનિ. સ્કૂલમાં ભણતા ભૂલકાં મેળવે છે જાતે ડ્રોન બનાવી ઉડાડવાનું, રોબોટિક્સનું પણ 'સ્માર્ટ નોલેજ' મળે છે

અમદાવાદએક મહિનો પહેલાલેખક: આનંદ મોદી

એક સમય હતો કે જ્યારે મ્યુનિ. હસ્તકની સરકારી સ્કૂલોને ડબ્બો, ડોઘલું વગેરે ઉપનામો મળતા હતા. પરંતુ આજે સ્થિતિ બદલાઈ ગઈ છે અને અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન હસ્તકની સ્કૂલો 'સ્માર્ટ ક્લાસ' વાળી બની છે. આ સ્માર્ટ ક્લાસના છોકરાઓને નાનપણથી ડ્રોન બનાવીને ઉડાડવા ઉપરાંત 3D પ્રિન્ટિંગ અને રોબોટિક્સ સહિતના અનેક એડવાન્સ કોર્ષ ભણાવવામાં આવી રહ્યા છે. મ્યુનિ. સ્કૂલના વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ તથા સ્કિલ ડેવલપમેન્ટ માટે કેટલાક વિષયોનું પ્રેક્ટિકલ નોલેજ પણ અપાશે.

ધો. 6થી 8ના બાળકો સ્માર્ટ સ્કૂલમાં ભણશે
અમદાવાદ કોર્પોરેશનની સ્માર્ટ સ્કૂલોમાં ધોરણ 6થી 8ના વર્ગના બાળકોને આ પ્રેક્ટિકલ અભ્યાસ કરવામાં આવશે. આ અભ્યાસ કરાવવા સ્માર્ટ સ્કૂલ બનાવનાર એજન્સીને કામ સોંપવામાં આવ્યું છે. એજન્સી તરફથી ટ્યુટર સ્કૂલમાં શિક્ષકને અત્યારે શીખવાડે છે. સંપૂર્ણ શીખી ગયા બાદ શિક્ષક જ બાળકને પ્રેક્ટિકલ ભણાવશે. આ પ્રકારે અભ્યાસ કરવામાં બાળકોમાં પણ અભ્યાસને લઈને રૂચી જોવા મળી રહી છે.

અન્ય સમાચારો પણ છે...