તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજ્યના ખેડૂતોને રાહત:પાક ધિરાણની રકમ ચૂકવવાની મુદત 30 જૂન સુધી લંબાવાઈ, સમયસર ચૂકવશે તો વ્યાજ પણ માફ થશે

અમદાવાદ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • ખેડૂતો પરના વ્યાજ રાહત નો વધારાનો કુલ 16.30 કરોડનો ખર્ચ સરકાર ભોગવશે
  • સહકારી ધિરાણ માળખાના ખેડૂતો માટેના રાજ્ય સરકારના 4 ટકા તેમજ ભારત સરકારના 3 ટકા મળી કુલ 7 ટકા વ્યાજ રાજ્ય સરકાર ચૂકવશે

કોરોનાના કપરાકાળમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યના ખેડૂતોને પાક ધિરાણની રકમ ચુકવવામાં રાહત આપતો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. ખેડૂતો માટે પાક ધિરાણ ભરપાઇ કરવાની મુદત 30 જૂન સુધી લંબાવી છે. માત્ર એટલું જ નહીં, સહકારી ધિરાણ માળખાના ખેડૂતો માટે રાજ્ય સરકારના 4 ટકા તેમજ ભારતના 3 ટકા મળી કુલ 7 ટકા વ્યાજ રાહતની રકમ રાજ્ય સરકાર ચૂકવશે. આ કિસાન હિતકારી નિર્ણયના પરિણામે ખેડૂતો પરના વ્યાજ રાહતનો વધારાનો કુલ રૂા. 16.30 કરોડનો ખર્ચ રાજ્ય સરકાર ભોગવશે.

સમયસર ધિરાણ પરત કરતાં ખેડૂતોને 3 ટકા વ્યાજ રાહત
રાજ્યના કૃષિ કલ્યાણ વિભાગ દ્વારા આ અંગે ની યાદીમાં વધુમાં જણાવાયું છે કે નાબાર્ડની ક્રેડિટ પોલિસી મુજબ રાજ્યમાં ખેડૂતોને ટૂંકી મુદતનું પાક ધિરાણ,ધિરાણ સંસ્થાઓ મારફત 7 ટકાના દરે પુરૂં પાડવામાં આવે છે જે પૈકી સમયસર ધિરાણ પરત ભરપાઇ કરતાં ખેડૂતોને 3 ટકા વ્યાજ રાહત ભારત સરકાર દ્વારા પૂરી પાડવામાં આવે છે. જ્યારે 4 ટકા વ્યાજ રાહત ગુજરાત સરકાર દ્વારા પૂરી પાડવામાં આવે છે. પરિણામે ગુજરાત રાજ્યના આવા ખેડૂતોને ઝીરો ટકા વ્યાજ દરે પાક ધિરાણ ઉપલબ્ધ થાય છે.

કોરોનાને કારણે ખેડૂતો ધિરાણ પરત કરવાની સ્થિતિમાં નથી
Covid-19ના સેકન્ડ વેવમાં પણ માર્ચ-2021થી મહામારીના કેસોમાં વધારો થયેલ છે. જેના પરિણામે ચાલુ વર્ષે પણ ખેડૂતો દ્વારા 31 માર્ચ 2021 સુધીમાં ધિરાણ પરત ભરપાઇ ના કરી શકે તેવી પરિસ્થિતિ ઉદ્દભવી છે. આ સંજોગોમાં 1 એપ્રિલ 2020થી 30 સપ્ટેમ્બર 2020 સુધીનું સહકારી ધિરાણ માળખા મારફત પાક ધિરાણ લીધેલું હોય તેવા ખેડૂતો દ્વારા પાક ધિરાણની રકમ પરત ભરપાઇ કરવાની મુદત 30 જૂન 2021 સુધી વધારવા અંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીના માર્ગદર્શનમાં રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે.

4 ટકા વ્યાજ રાહતની રકમ રાજ્ય સરકાર ચૂકવશે
આ નિર્ણયના પરિણામે જે ખેડૂતો દ્વારા સહકારી ધિરાણ માળખા મારફત તા. ૦1-૦4-2020 થી તા. 30-09-2020 સુધીમાં પાક ધિરાણ લીધેલ હશે તેવા પાક ધિરાણની રકમ પરત ભરપાઇ કરવાની મુદત તા. 30-06-2021 સુધી વધારવામાં આવી છે. તા. 01-04-2021 થી તા. 20-06-2021 સુધીમાં લહેણી થયેલ પર ધિરાણની રકમ અથવા લહેણી થનાર રકમ તા. 30-06-2021 સુધીમાં અથવા ખેડૂતો દ્વારા ખરેખર પાક ધિરાણ પરત ભરપાઇ કરે તે બેમાંથી જે વહેલું હોય તે તારીખ સુધીમાં પાક ધિરાણ પરત ભરપાઇ કરે તેવા સહકારી ધિરાણ માળખાના ખેડૂતોને ભારત સરકાર દ્વારા મળતી 3 ટકા વ્યાજ રાહતની રકમ તથા રાજ્ય સરકાર દ્વારા મળતી 4 ટકા વ્યાજ રાહતની રકમ રાજ્ય સરકાર દ્વારા ચૂકવવા અંગે નિર્ણય કરવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

વધુ વાંચો