આયોજન:અગ્રવાલ સમાજનું 28-29 મેએ રાષ્ટ્રીય પરિચય સંમેલન યોજાશે, સંમેલનમાં ભાગ લેવા રજિસ્ટ્રેશન જરૂરી

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગાંધીનગરમાં યોજાનાર રાષ્ટ્રીય પરિચય સંમેલનમાં દેશવિદેશનાં યુવક-યુવતીઓ મોટી સંખ્યામાં જોડાશે

ગાંધીનગરમાં અગ્રવાલ સમાજનાં યુવક-યુવતીઓ માટે આગામી 28 અને 29 મેના રોજ રાષ્ટ્રીય પરિચય સંમેલન યોજવામાં આવશે.

શ્રી અગ્રવાલ વિકાસ મહાસભાના નેતૃત્વમાં અરાવલી અગ્રવાલ સમાજ-અમદાવાદ દ્વારા આગામી 28-29 મે (બે દિવસીય) રાષ્ટ્રીય યુવક-યુવતી પરિચય સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. ગાંધીનગરમાં આવેલા નારાયણી હાઈટ્સ હોટેલ એન્ડ રિસોર્ટ ખાતે યોજાનારા આ રાષ્ટ્રીય પરિચય સંમેલનમાં દેશ વિદેશથી મોટી સંખ્યામાં યુવક યુવતીઓ ભાગ લેશે તેમ સંસ્થાના મહામંત્રીએ જણાવ્યું હતું. લોકો મોટી સંખ્યામાં જોડાય તે માટે સંસ્થા તરફથી પસંદગી પામનારા યુગલોને પુરસ્કારરૂપે આર્થિક સહાય અાપવામાં આવશે. ઉચ્ચ યોગ્યતા ધરાવતા લોકોની સાથે ત્યક્તા, વિધવા અને વિધુર પણ રજિસ્ટ્રેશન કરાવી ભાગ લઈ શકશે.

આ રાષ્ટ્રીય પરિચય સંમેલનમાં બહારગામથી આવનારા યુવક-યુવતીઓ માટે સંમેલન સ્થળ ખાતે રોકાણની વ્યવસ્થા સાથે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન પણ કરાયું છે. તેમ સંસ્થાના મહામંત્રી કપૂરચંદ ગુપ્તાએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...