તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • Agitation If The Offline Examination Of The University Is Not Postponed; NSU Youth Congress Handed Over The Application Form To The Registrar

રજૂઆત:યુનિવર્સિટીની ઓફલાઇન પરીક્ષા મોકૂફ નહિ રખાય તો આંદોલન; NSU-યુવક કોંગ્રેસે રજિસ્ટ્રારને આવેદનપત્ર આપ્યું

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • ‘શું આપણાં વિદ્યાર્થી કોરોના પ્રૂફ છે? ઓફલાઇન પરીક્ષા દરમિયાન વિદ્યાર્થી સંક્રમિત થશે તો જવાબદાર કોણ?’

એનએસયુઆઈ, યુવક કોંગ્રેસ સહિતના વિદ્યાર્થી પ્રતિનિધિઓએ ઓફલાઇન પરીક્ષા મોકૂફ રાખવા લેખિતમાં રજૂઆત કરી છે. તેમણે કહ્યું કે, કોલેજોમાં અભ્યાસ કરતા ઘણાં વિદ્યાર્થીઓએ 30થી વધુ વખત ઓનલાઇન રજિસ્ટ્રેશન કરવાનો પ્રયાસ કર્યો હોવા છતાં વેક્સિનેશનથી વંચિત છે, છતાં ગુજરાત યુનિવર્સિટીના સત્તાવાળાઓએ ઓફલાઇન પરીક્ષા આયોજિત કરવાનાે નિર્ણય કર્યો છે. એનએસયુઆઈ, યુવક કોંગ્રેસ તથા અન્ય વિદ્યાર્થી પ્રતિનિધિઓએ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓનું નિ:શુલ્ક વેક્સિનેસન કરીને યુજી, પીજીની ઓફલાઇન પરીક્ષા મોકૂફ રાખવા માગ કરી છે, સાથે જ જો ઓફલાઇન પરીક્ષાની ફરજ પડાશે તો આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે.

નિઃશુલ્ક વેક્સિનેશનની માગ કરાઈ
એનએસયુઆઈ અને યુવક કોંગ્રેસના પાર્થિવરાજસિંહ કઠવાડિયા, દક્ષ પટેલ, કૃણાલસિંહ જેતાવતે લેખિત રજૂઆત કરી છે કે, ‘માનનીય કુલપતિ ડો. હિમાંશુ પંડ્યા શું આપણાં વિદ્યાર્થીઓ કોરોના પ્રૂફ છે? ઓફલાઇન પરીક્ષા દરમિયાન વિદ્યાર્થી સંક્રમિત થશે તો જવાબદાર કોણ?’ તેમણે ગુજરાત યુનિવર્સિટીની દરેક કોલજોમાં યુનિવર્સિટી ડેવલપમેન્ટ ફંડમાંથી નિ:શુલ્ક વેક્સિનેશન કરવા માટેની માગણી છે.

ડેવલપમેન્ટ ફી ઉઘરાવવામાં આવી
તેમણે કહ્યું કે, ‘યુનિવર્સિટીએ યુજી અને પીજીની પરીક્ષાના કાર્યક્રમની જાહેરાત કરી છે, જેનો અમે વિરોધ કરીએ છીએ. કોરોનાની ત્રીજી લહેર આવવાના અણસાર છે, તેવી પરિસ્થિતિમાં વિદ્યાર્થીઓને ઓફલાઈન પરીક્ષા માટે એકત્ર કરવા કેટલા હિતાવહ છે? ગુજરાત યુનિવર્સિટી સાથે સંકળાયેલ કોલેજોમાં ચાલુ વર્ષ દરમિયાન વિદ્યાર્થીઓ પાસેથી વિવિધ પ્રવૃત્તિઓ માટેની ડેવલપમેન્ટ ફી ઉઘરાવવામાં આવી છે. આ પૈસામાંથી દરેક કોલેજોમાં નિ:શુલ્ક વેક્સિનેશનનો કાર્યક્રમ યોજવો જોઈએ.’

આ બાબતે નિયમાનુસાર કાર્યવાહી થશે
એનએસયુઆઈ અને યુવક કોંગ્રેસે કોવિડની ગાઇડલાઇનનું પાલન કરીને રજિસ્ટ્રાર પીયૂષ પટેલને આવેદનપત્ર આપ્યું હતું. આ અંગે રજિસ્ટ્રારને પૂછતાં તેમણે કહ્યું હતું કે, વિદ્યાર્થીઓની રજૂઆત મળી છે અને આ બાબતે નિયમાનુસાર કાર્યવાહી થશે.

અન્ય સમાચારો પણ છે...