શેરબજાર:યુદ્ધ ઠંડું પડતા રોકાણકારોની આક્રમક ખરીદી શરૂ થઈ, બે દિવસમાં રોકાણકારોની મૂડી 7.21 લાખ કરોડ વધી

અમદાવાદ7 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • સેન્સેક્સ 1223 પોઇન્ટ ઊંચકાતા શેરબજારમાં રોનક પાછી ફરી

યુક્રેનના રાષ્ટ્રપતિનું યુદ્ધ પ્રત્યે નરમ વલણને ધ્યાનમાં લેતા રશિયા યુદ્ધ પર પૂર્ણ વિરામ મૂકશે તેવા અહેવાલે વૈશ્વિક સ્તરે ઇક્વિટી માર્કેટમાં પોઝિટીવ ટ્રેન્ડ જોવા મળ્યો છે. ભારતીય શેરબજારમાં સતત બીજા દિવસે 1223 પોઇન્ટની તેજી સાથે 54000ની સપાટી કુદાવી છે. જ્યારે બે દિવસમાં સેન્સેક્સમાં 1805 પોઇન્ટ સુધર્યો છે જ્યારે રોકાણકારોની મૂડીમાં 7.21 લાખ કરોડનો વધારો થયો છે. સેન્સેક્સ ઇન્ટ્રા-ડે 1469.64 પોઈન્ટ વધીને 54893.73 પર પહોંચ્યા બાદ 54647.33 પર બંધ રહ્યો હતો.

ચૂંટણી પરિણામ - માર્કેટમાં 1500 પોઇન્ટથી વધુ મૂવમેન્ટ જોવાશે
પાંચ રાજ્યોમાં યોજાયેલ ચૂંટણી પરિણામો રજૂ થશે જેના કારણે શેરબજારમાં 1500 પોઇન્ટથી વધુની મૂવમેન્ટ જોવા મળશે તેવો નિર્દેશ માર્કેટ એનાલિસ્ટો દર્શાવી રહ્યાં છે. પાંચ રાજ્યોમાં સૌથી વધુ આધાર ઉત્તરપ્રદેશમાં બીજેપીને કેટલી બેઠકો મળે છે તેના પર નિર્ભર રહેશે.

અન્ય સમાચારો પણ છે...