તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોર્પોરેટરના પતિ ભાન ભૂલ્યા:અમદાવાદમાં જાહેરમાં બિયરની છોળો ઉડાડનારા ભાજપ કોર્પોરેટરના પતિની અટકાયત, કુલ 11 આરોપીઓ સામે ગુનો નોંધાયો

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
કોર્પોરેટરના પતિએ દારૂબંધીના - Divya Bhaskar
કોર્પોરેટરના પતિએ દારૂબંધીના
  • ઉચ્ચ અધિકારીએ સચિન પરમારની બંને ગુનામાં અટકાયત કરી હોવાની સ્પષ્ટતા કરી
  • અસારવા રેલવે સ્ટેશનની બહાર દારૂ બંધીની ઠેકડી ઉડાડતો વીડિયો સામે આવ્યો હતો

અમદાવાદના અસારવા રેલવે સ્ટેશનની બહાર ગુજરાતની દારૂ બંધીની ઠેકડી ઉડાડતો વીડિયો સામે આવ્યો હતો. બિયરની છોળો ઉડાડતા ભાજપના કોર્પોરેટર નીતુ પરમારના પતિ સચિન પરમાર અને તેના સાથીદારોને વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે. ત્યારે અમદાવાદ રેલવે પોલીસે અખિલેશ પાંડે સહીત 10 અન્ય આરોપીઓ સામે ગુનો દાખલ કર્યો હતો. પરંતુ કોર્પોરેટરના પતિને બચાવવાના પ્રયાસ થઈ રહ્યા હતા. હવે રેલવે પોલીસે બંને ગુનામાં સચિન પરમારની અટકાયત કરી લીધી છે.

વીડિયોમાં કોર્પોરેટરના પતિ દારૂ સાથે દેખાયા
અસારવા રેલ્વે સ્ટેશન બહાર જાહેરમાં અખિલેશ પાંડે, સચિન પરમાર સહીત 10 થી 12 લોકોની ટોળી બિન્દાસ્ત ગુજરાતની દારૂ બંધીનો છડે ચોક વિરોધ કરતી હોય તેમ બર્થ-ડે પાર્ટી દારૂની મહેફિલ સાથે ઉજવાતા હોય જેનો વિડીયો આજ માથાભારે લોકો દ્વારા સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યો. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલ વિડીયોમાં ભાજપના કોર્પોરેટર નીતુ પરમારના પતિ સચિન પરમારને સ્પષ્ટ જોઈ શકાય છે. ત્યારે અમદાવાદ રેલવે પોલીસે બુટલેગર અખિલેશ પાંડે સહીત અન્ય 10 લોકો સામે ગુનો નોંધ્યો હતો.

આ પણ વાંચોઃ ભાજપના કોર્પોરેટરનો પતિ બર્થ-ડે પાર્ટીમાં જાહેરમાં બિયરની છોળો ઉડાડતા દેખાયો, વીડિયો સામે આવ્યો

કોર્પોરેટરના પતિને બચાવાતા પોલીસ સામે સવાલ
જોકે કોર્પોરેટરના પતિનું નામ ફરિયાદમાં ન હોવાથી પોલીસની કામગીરી સામે સવાલ ઉઠ્યા હતા. પી.આઇ ચુડાસમાએ ધરપકડ અંગે સ્પષ્ટતા કરી નહોતી. છેવટે ઉચ્ચ અધિકારીએ સચિન પરમારની બંને ગુનામાં અટકાયત કરી હોવાની સ્પષ્ટતા કરી દીધી હતી. સોશિયલ મીડિયામાં ફરતા થયેલા વિડીયોના આધારે રેલવે પોલીસ તપાસ કરે તો મોસ્ટ વોન્ટેડ આરોપીઓ પણ પોલીસને હાથ લાગી શકે તેમ છે પોલીસને બુટલેગરો અને માથાભારે માણસોને સાચવવામાં કેમ રસ છે તે એક સવાલ છે.

શું હતો મામલો?
શહેરના અસારવામાં બર્થડે પાર્ટીમાં દારૂની મહેફિલ માળતા વીડિયો વાયરલ થયો છે. જેમાં અસારવા રેલવે સ્ટેશનની બહાર રીતસર ટેબલ ગોઠવીને કેક મુકવામાં આવી છે. જેમાં એક યુવક બિયરની બોટલ હલાવીને તેની છોળો ઉછાળી રહ્યો છે. આ વીડિયોમાં દેખાતો શખ્સ ઇન્ડિયા કોલોની વોર્ડના ભાજપના મહિલા કોર્પોરેટરનો પતિ છે.