તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સ્કૂલની દાદાગીરી:અમદાવાદની આનંદ નિકેતન સ્કૂલની મનમાની સામે DEO મૌન, RTEના વિદ્યાર્થીઓ માટે અલગ ગ્રુપ બનાવ્યું છતાં કોઈ કાર્યવાહી નહીં

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
સ્કૂલ બહાર એકઠા થયેલા વાલીઓની - Divya Bhaskar
સ્કૂલ બહાર એકઠા થયેલા વાલીઓની
  • અમને જાણ કર્યા વિના જ અમને સ્કૂલના ગ્રુપમાંથી નીકાળી દીધા
  • DEOએ કહેતા RTEના વાલીઓનું નવું ગ્રુપ બનાવી 1 કલાકની જગ્યાએ 15 મિનિટનો સેશન લીધો
  • ફી ભરનારા વિદ્યાર્થીઓ અને RTE હેઠળ ભણતા વિદ્યાર્થીઓ માટે અલગ અલગ શિક્ષણ

સેટેલાઈટમાં આવેલ આનંદ નિકેતન સ્કૂલ દ્વારા બીજા દિવસે પણ મનમાની કરવામાં આવી રહી છે. સ્કૂલ દ્વારા RTE હેઠળ એડમીશન મેળવેલ વિદ્યાર્થીઓ સાથે ભેદભાવ કરવામાં આવી રહ્યો છે. ગઈકાલે ગ્રુપમાંથી કાઢ્યા હોવાની વાલીઓ ફરિયાદ લઈને DEO પહોંચ્યા હતા, ત્યારે મૌખિક વાતચીત કરીને DEOએ માત્ર વાલીઓને ગ્રુપમાં એડ કરવા જણાવ્યું હતું. ત્યારે બીજા દિવસે સ્કૂલ દ્વારા RTEના વાલીઓ માટે અલગ ગ્રુપ બનાવવામાં આવ્યું છે, જેની સામે હજુ પણ માત્ર કાર્યવાહી જ કરવામાં આવી રહી છે.

RTE હેઠળ એડમીશન લેનારા વાલીઓનું નવું ગ્રુપ
સેટેલાઈટની આનંદ નિકેતન સ્કૂલ દ્વારા ગઈકાલે RTE હેઠળ એડમીશન લીધેલ 28 વાલીઓને ઓનલાઈન સ્ટડીના ગ્રુપમાંથી નીકાળી દેવામાં આવ્યા હતા. તે બાદ DEOને વાલીઓએ રજૂઆત કરતા સ્કૂલે ઇન્સ્પેકટરને મોકલી માત્ર વિદ્યાર્થીઓના વાલીઓને ગ્રુપમાં એડ કરવા જ જણાવ્યું. બાદમાં સ્કૂલે સાંજે નવું ગ્રુપ બનાવ્યું જેમાં 28માંથી 21 વાલીઓને એડ કર્યા હતા. એક જ સ્કુલ અને એક જ વર્ગના વાલીઓ હોવા છતાં ફી ભરનાર વિદ્યાર્થીઓ માટે અલગ સ્ટડી ગ્રુપ અને RTE હેઠળ ફ્રીમાં એડમીશન લેનાર વિદ્યાર્થીઓ માટે અલગ ગ્રુપ બનાવ્યું હતુ. એટલે કે સ્કૂલ દ્વારા મનમાની જ કરવામાં આવી રહી છે. ત્યારે DEO દ્વારા માત્ર કાર્યવાહી કરવાની વાત કરવામાં આવી રહી છે. પરંતુ કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી જ જેના કારણે સ્કૂલને પણ ખુલ્લો દોર મળ્યો હોય તેમ વિદ્યાર્થીઓ અને વાલીઓ સાથે મનમાની કરી રહી છે.

સ્કૂલના ગ્રુપમાંથી RTE હેઠળ એડમિશન લેનારા બાળકોના વાલીઓને કઢાયા
સ્કૂલના ગ્રુપમાંથી RTE હેઠળ એડમિશન લેનારા બાળકોના વાલીઓને કઢાયા

DEOએ સૂચના આપી છતાં સ્કૂલ માનતી નથી
જીલ્લા શિક્ષણાધિકારી આર.સી.પટેલે જણાવ્યું હતું કે, ગઈકાલે ગ્રુપમાંથી વાલીઓને કાઢ્યા હોવાની ફરિયાદ અમને મળી હતી. જેના આધારે તાત્કાલિક ગ્રુપમાં એડ કરવા સુચના આપવામાં આવી હતી. આજે અલગ ગ્રુપ બનાવ્યું હોવાનું અમને જાણવા મળ્યું છે જેથી સ્કૂલનો સંપર્ક કરવા પ્રયત્ન કર્યો છે. પરંતુ ફોન સ્વીચ ઓફ આવે છે. આ મામલે કયો એક્ટ લાગે તે જાણીને તપાસ કરીશું. શાળાને સામાન્ય વિદ્યાર્થીઓ સાથે આ વિદ્યાર્થીઓને ભણાવવા જણાવીશું.

1 કલાકની જગ્યાએ 15 મિનિટનું સેશન લેવાયું
સ્કૂલના વાલી કેતુલ પટેલે જણાવ્યું હતું કે, ગઈકાલે ફરિયાદ કર્યા બાદ જ અલગ ગ્રુપ બનાવવામાં આવ્યું હતું. જેમાં અમને એડ કરવામાં આવ્યા હતા. આ ગ્રુપમાં અમે 28 RTE હેઠળના વાલીઓમાંથી 21 વાલીઓને એડ કરવામાં આવ્યા હતા. રોજ 1 કલાકનો સેશન હોય છે તેની જગ્યાએ આજે 15 મિનિટનો જ સેશન લેવામાં આવ્યો હતો.