શિયાળો:અમદાવાદ શહેરમાં સાંજ પછી ઠંડીનો ચમકારો, બે દિવસમાં ઠંડી વધવાનો વર્તારો, કાંકરિયા ઝૂમાં પ્રાણી-પક્ષીઓના પાંજરામાં હિટર મૂકાયા

અમદાવાદ10 મહિનો પહેલા
  • કૉપી લિંક
ઠંડી વધતા કાંકરિયા ઝૂમાં પ્રાણી-પક્ષીઓના પાંજરામાં હિટર મૂકાયા છે. - Divya Bhaskar
ઠંડી વધતા કાંકરિયા ઝૂમાં પ્રાણી-પક્ષીઓના પાંજરામાં હિટર મૂકાયા છે.

સાઈક્લોનિક સર્ક્યુલેશનની અસરથી 10 શહેરોમાં ઠંડીનો પારો 15 ડિગ્રીથી નીચે નોંધાયો હતો. 5 ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડુ હતું. અમદાવાદમાં મોડી સાંજ બાદ ઠંડીનો ચમકારો વધ્યો હતો. આગામી બે દિવસમાં ઠંડીનું જોર વધવાની શક્યતા છે.

મંગળવારે અમદાવાદના મહત્તમ અને લઘુતમ તાપમાનમાં ખાસ ફેરફાર ન હતો. મહત્તમ તાપમાન સામાન્યથી 1.9 ડિગ્રી ગગડીને 27.4 ડિગ્રી અને લઘુતમ સામાન્ય કરતાં 3.8 ડિગ્રી વધીને 17.1 ડિગ્રી નોંધાયું હતું.

અન્ય સમાચારો પણ છે...