વિકૃત પતિ:અમદાવાદમાં IT કંપની ચલાવતો પતિ પોર્ન ફિલ્મો જોઈ અપ્રાકૃતિક સેક્સની માંગણી કરતો, પત્ની ઈન્કાર કરે તો ઢોર માર મારતો

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • નવરંગપુરામાં રહેતી 45 વર્ષીય મહિલાએ તેના પતિ સામે પોલીસ ફરીયાદ

અમદાવાદ શહેરમાં દિવસેને દિવસે પતિ-પત્નીના સંબંધો વણસવાના કિસ્સાઓ વધી રહ્યા છે. જેમાં મોટા ભાગના કિસ્સા આડાસંબંધો અને વિકૃત હરકતો અંગેના હોય છે. આજે(18 ઓક્ટોબર)પણ એક આવો જ મામલો સામે આવ્યો છે. શહેરના પોશ ગણાતા નવરંગપુરામાં વિકૃત પતિ પોર્ન ફિલ્મો જોઈને પત્ની પાસે અપ્રાકૃતિક સેક્સની માંગણી કરતો હતો અને જો પત્ની ઇન્કાર કરે તો તેને માર મારતો હતો. પતિની આ પ્રકારની માંગણીથી કંટાળી મહિલાએ પતિ અને સાસરિયાઓ સામે નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

આ પણ વાંચોઃ અમદાવાદમાં સસરા-જેઠ પરિણીતાના જબરદસ્તીથી કપડાં કાઢી છાતી-પેટ પર હાથ ફેરવતા, પતિને વાત કરતા કહ્યું-આવું જ રહેશે

પતિને આઈટી કંપની છે તો પત્ની ખાનગી કંપનીમાં નોકરી કરે છે
નવરંગપુરા વિસ્તારમાં રહેતી 45 વર્ષીય મહિલાએ તેના પતિ સામે પોલીસ ફરીયાદ નોંધાવી છે, જેમાં તેણીએ અપ્રાકૃતિક સેક્સ અને ઘરેલું હિંસાનો આરોપ લગાવ્યો છે. ફરીયાદી મહિલા એક ખાનગી કંપનીમાં કામ કરે છે, જ્યારે તેનો પતિ એક આઇટી કંપની ચલાવે છે. મહિલાએ પોલીસ ફરિયાદમાં જણાવ્યા અનુસાર, લગ્ન પછી તુરંત જ તેના પતિએ તેના પર નાની નાની અને સામાન્ય વાતો પર તેની સાથે મારઝૂડ કરવાનું શરૂ કર્યુ હતુ.

પતિ જ્યારે અપ્રાકૃતિક સેક્સ કરવા દબાણ કરે અને જો મહિલા કોઇ વાંધો ઉઠાવે તો તેને માર મારતો હતો. આ મામલે પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર, આરોપી પતિએ તેની પત્નીને અશ્લિલ ફિલ્મોના પ્રભાવમાં આવીને અપ્રાકૃતિક સેક્સ કરવા માટે દબાણ કર્યું હતું. મહિલાની ફરિયાદના આધારે કલમ 377 અને ઘરેલું હિંસા હેઠળ નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે.

17 ઓક્ટોબરઃ પતિ જબરદસ્તીથી શારીરિક સંબંધ બાંધતો
આ પહેલા શહેરમાં 17 ઓક્ટોબરે પણ પતિના ત્રાસના બે કિસ્સા સામે આવ્યા હતા. જેમાં શહેરના સોલા વિસ્તારમાં રહેતી પરિણીતાએ પતિ, સાસુ, સસરા, જેઠ જેઠાણી, મોટા સસરા અને સાસુ સામે સોલા પોલીસ સ્ટેશનમાં શારિરીક માનસિક ત્રાસ, બળાત્કાર, છેડતી સહિતની ફરિયાદ કરી હતી. પરિણીતાએ નોંધાવેલી પોલીસ ફરિયાદ મુજબ પતિ અને સાસરિયાઓ દહેજની માગણી કરતા હતા. જ્યારે પતિ જબરદસ્તી શારીરિક સંબંધ બાંધતો અને માર મારતો હતો.

17 ઓક્ટોબરઃ પતિ કહેતો ટોયલેટ ગયા બાદ પણ ન્હાવું પડશે
જ્યારે 17 ઓક્ટોબરના રોજ ઇસનપુર વિસ્તારમાં રહેતી પરિણીતાએ પણ પતિ, સાસુ-સસરા અને નણંદ સામે શારીરિક અને માનસિક ત્રાસ અંગેની ફરિયાદ વટવા જીઆઇડીસી પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે. ઓનલાઇન શાદી ડોટકોમ વેબસાઈટ પરથી બંને વચ્ચે ઓળખાણ થયા બાદ તેમણે લગ્ન કર્યા હતા. ત્રણ મહિના બાદ પતિએ પરિણીતાને કહ્યું હતું કે, હું ગોરા વર્ણનો છું અને તું શ્યામ વર્ણની છે.'

અવારનવાર આ રીતે સાસરીયાં હેરાન પરેશાન કરતા હતા. સાથે પતિ કહેતો, ઘરમાં મારી માતા અને બહેન ઓમ શાંતિનો ધર્મ પાળે છે જેથી નાહ્યા બાદ જ રસોડામાં જવાનું તેમજ ટોયલેટ ગયા બાદ પણ નહાવાનું એમ કહેતા હતા. પરિણીતાએ, 'બને એટલા નિયમ પાળીશું' કહેતા સાસુ-સસરા તેમજ પતિએ બોલાચાલી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...