તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગ્રાઉન્ડ સરવે:અનલૉક બાદ રેસ્ટોરાંમાં 20%, હોટલોમાં 28% લોકો પાછા ફર્યા, 45% લોકો જિમ, 35% ક્લબમાં જવા લાગ્યા

અમદાવાદ3 મહિનો પહેલાલેખક: ગૌરવ તિવારી
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતીકાત્મક તસવીર.
  • અનલૉકના 28 દિવસ પછી સાવચેતી સાથે જીવન પાટા પર ચઢી રહ્યું છે, 6 મહિને વેપાર ટ્રેક પર પાછો ફરવાની આશા
  • નાઇટ કર્ફ્યૂમાં રાહત બાદ હોટલ, રેસ્ટોરાં અને અન્ય બજારોમાં તેજીની આશા: વેપારી
  • સુપર માર્કેટ-કરિયાણાની દુકાનો પર ઘરાકી 65% વધી, 35% લોકો સ્વીટ્સની દુકાને પાછા ફર્યા

લૉકડાઉન ખૂલ્યા પછી ગુજરાતનાં મુખ્ય શહેરોમાં ધીમી ગતિએ પણ વ્યાપારિક પ્રવૃત્તિઓ વધવા લાગી છે. હોટલ, રેસ્ટોરાં, કાફે, ફૂડકોર્ટ, ટૂર એન્ડ ટ્રાવેલ્સ, રેડીમેડ ગાર્મેન્ટ, ફૂટવેર જેવા ધંધામાં ધીમે ધીમે ઘરાકી વધી રહી છે. હાલ 9 વાગ્યા પછી નાઈટ કર્ફ્યૂ લાગુ થઈ જાય છે એટલા માટે જેવી એમાં છૂટ વધશે બજારમાં રોનક પાછી ફરશે. દિવ્ય ભાસ્કરે માર્કેટ સેન્ટિમેન્ટ જાણવા અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ સહિત 7 મુખ્ય શહેરમાં 18 વ્યવસાયોનો ગ્રાઉન્ડ સરવે કર્યો હતો.

દુકાનદારો, સંચાલકો અને એસોસિયેશનથી અનલૉક થયા બાદ આવનારા કન્ઝ્યુમર પરિવર્તન વિશે વિગતો મેળવી હતી. મોટાં શહેરોમાં રેસ્ટોરાંમાં 20 તો હોટલોમાં 28% ઘરાકી પાછી ફરી છે, જ્યારે જિમ જનારા લોકોની સંખ્યા 45% અને ક્લબ જનારા લોકોની સંખ્યા 35% સુધી પહોંચી ગઈ છે. ટૂર એન્ડ ટ્રાવેલ્સમાં ઈન્ક્વાયરી વધી છે, પણ બુકિંગ 10% છે. એનું કારણ વિદેશી તથા અન્ય રાજ્યોમાં અવર-જવર પર મુકાયેલો પ્રતિબંધ છે.

હોટલ વ્યવસાય સાથે સંકળાયેલા નરેન્દ્ર પુરોહિતે કહ્યું હતું કે કોરોનાકાળમાં 43% ફૂડ પાર્ક, રેસ્ટોરાં તથા કાફે ઠપ થઈ ગયાં હતાં, પણ બીજી લહેર પછી અનલૉક થવાની શરૂઆત થતાં નાની રેસ્ટોરાંમાં વેપાર વધતો દેખાઈ રહ્યો છે. જૂન મહિનો સારી રીતે વીતશે તો આવનારા છ મહિનામાં વેપાર ફરી ટ્રેક પર આવી જશે. એવી પણ શક્યતા છે કે એ પહેલાંની તુલનાએ વધારે હોય.

હોટલ અને રેસ્ટોરન્ટ એસોસિયેશનના અધ્યક્ષ સનત રેલિયાએ કહ્યું હતું કે 15-20% લોકો બહાર જમવા જઈ રહ્યા હતા, કેમ કે ભોજન કરવાના સમયે જ કર્ફ્યૂ લાગી જાય છે. એકવાર તમામ રાજ્યોમાં લૉકડાઉન ખૂલશે તો બહાર આવનારા લોકોની સંખ્યા વધશે, જેનાથી હોટલ અને રેસ્ટોરાં પર સીધી સકારાત્મક અસર થશે.

સરવે : ત્રીજી લહેર નહીં આવે તો જુલાઈથી માર્કેટમાં તેજી આવશે, નવરાત્રિ-દિવાળી સુધીમાં 80થી 85% જેટલી રોનક પાછી ફરવાની આશા

...અહીં તેજી દેખાઈ

27.70%

ઘરાકી પાછી ફરી હોટલ ઈન્ડસ્ટ્રીમાં

20%

લોકો રેસ્ટોરાંમાં જમવા પહોંચી રહ્યા છે

35%

ઠાઈની દુકાનોમાં ઘરાકી પાછી ફરી

35%

લોકોએ ટૂર એન્ડ ટ્રાવેલ્સ બુકિંગની ઈન્ક્વાયરી કરી

42%

સલૂનની દુકાનો પર ઘરાકી દેખાવા લાગી

40%

ઘરાકી રેડીમેડ ગાર્મેન્ટ, 35% ઘરાકી ફૂટવેરમાં પાછી ફરી

35%

લોકો ફર્નિચર, 25% ઘરેલુ વસ્તુઓ, વાસણ માર્કેટમાં પાછા ફર્યા

45%

લોકોની સંખ્યા ઈલેક્ટ્રિક એપ્લાયન્સિસની દુકાનો પર દેખાઈ

...અને અહીં ઘેરાતું સંકટ

43%નાના ફૂડ પાર્ક, રેસ્ટોરાં અને કાફે બંધ
39%કર્મચારીઓને નાના વેપારીઓ છૂટા કરી ચૂક્યા
54%સ્ટાફ ઘટાડી ચૂક્યા છે સલૂન, જિમ, ફર્નિચર વેપારી
50%ઘટાડો સીઝનલ વેપાર, આર્ટ, ટૂરિઝમ અને મનોરંજનક્ષેત્રમાં થયો
5000%

જિમ અમદાવાદ, સુરત 30, વડોદરામાં 10 બંધ. નવરાત્રિમાં તેજીની આશા.

10%ઈવેન્ટ અને બેન્ક્વિટનો વેપાર રહ્યો.

તમામ રાજ્યોથી અવરજવર વધશે તો વેપારમાં તેજી આવશે
એચઆરએ ગુજરાત ચેપ્ટરના નરેન્દ્ર સોમાણીએ કહ્યું હતું કે કોઈપણ રેસ્ટોરાંનો મુખ્ય સમય સાંજનો હોય છે. હાલ એ સમયે લૉકડાઉન લાગી જાય છે. જ્યાં સુધી ડાઈન ઈન શરૂ નહીં થાય ત્યાં સુધી વેપારમાં હાલ 20% લોકો જ રેસ્ટોરાંમાં આવી રહ્યાં છે. જ્યારે આંતરરાજ્ય અવર-જવર ઓછી હોવાને લીધે હોટલો પણ આશરે એની ક્ષમતાથી 60-70 ઓછી ચાલે છે. જ્યારે યાતાયાત સુધરશે તો તમામ વેપાર પર સકારાત્મક અસર જોવા મળશે.

કેટેગરીઘરાકી
સેવા/રેસ્ટોરાં 20%-30%
કાફે22%
રેસ્ટોરાં20%
ફૂડ પાર્ક10%
હોટલ28%
બેન્ક્વેટ10%
ઇવેન્ટ કેટરિંગ10%
બેકરી25%
મીઠાઈની દુકાન35%
પ્રવાસ/મુસાફરી35%
સુંદરતા/તંદુરસ્તી 32%-35%
ક્લબ35%
સલૂન42%
જિમ45%
ઝવેરાત15%
ઓટો/સર્વિસ 40%-45%
મોટરગાડી45%
સેવા કેન્દ્ર25%
ઓટો ભાગ50%
એપરલ 31%-35%
તૈયાર વસ્ત્રો40%
ગાર્મેન્ટ સ્ટિચિંગ, ટેલરિંગ20%
ફૂટવેર35%
ડેકોરેશન/કરિયાણા 35%-40%
ફ્લોરિસ્ટ25%
ફર્નિચર35%
સુપર માર્કેટ-કરિયાણું55%
ઘરગથ્થુ, વાસણો25%
ઇલેક્ટ્રિક ઉપકરણો45%

સરવે આ રીતે કર્યો...
રાજ્યનાં 7 મુખ્ય શહેરો (અમદાવાદ, ગાંધીનગર, સુરત, વડોદરા, રાજકોટ, જામનગર, ભાવનગર)નાં રેસ્ટોરાં, હોટલ, કાફે, ગાર્મેન્ટ, સહિત 18 મુખ્ય વ્યવસાય, સંચાલકો અને ઓનર્સ પાસેથી અનલૉક પહેલાં અને અનલૉક બાદ આવનારા ગ્રાહકોની વિગતો માગી હતી.

આ લોકો સાથે વાતચીત કરી
અનુજ પાઠક (ટૂર ઑપરેટર એન્ડ ટ્રાવેલ એજન્ટ એસો.) , દિનેશ દેવરા (સલૂન ચેન), દિનેશ નાવડ઼િયા (SGCCI, ચેરમેન) , યુવરાજ સિંહ (ફર્નિચર સ્ટોર) , સનત રેલિયા (હોટલ એન્ડ રેસ્ટોરેન્ટ એસો.) , અનિલ જેતવાની (ઇલેકટ્રૉનિક્સ શૉરુમ ચેનના એમડી), પુર્વેશ રાણા (ઇલેકટ્રોનિક્સ મશીન સપ્લાયર), ભરત ગાંધી (ફિયાસ્વી) , નિકેચ પટેલ ( ગાર્મેન્ટ ચેન ), દીક્ષિત શાહ ( ઓટોમોબાઇલ એસો. ), ગોપીનાથ અમીન (જીસીસી) સાથેની વાતચીતના આધારે