ફોર્મ ભરવાની મુદત પૂરી:કોરોનાના બે વર્ષ બાદ 12 સાયન્સમાં સવા લાખ ફોર્મ ભરાયા, 18 હજાર વિદ્યાર્થીઓ વધ્યા

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ધોરણ 10 અને 12ની ગુજરાત બોર્ડની પરીક્ષા આગામી માર્ચ મહિનામાં યોજાવવાની છે. આ પરીક્ષા માટે ટાઈમ ટેબલ પણ જાહેર કરવામાં આવ્યું છે. ધોરણ 10 અને 12ની પરીક્ષા માટે વિદ્યાર્થીઓ પરીક્ષા ફોર્મ અને ફી પણ ભરી રહ્યા છે, ત્યારે ધોરણ 12 સાયન્સના ફોર્મ ભરવાની મુદત પૂર્ણ થઈ છે. ધોરણ 12 સાયન્સમાં કુલ 1,26,416 વિદ્યાર્થીઓએ પરીક્ષા ફોર્મ અને ફી ભરી છે.

95982 રેગ્યુલર અને 11984 રિપીટર
કોરોના અગાઉ વર્ષ 2020ની બોર્ડની પરીક્ષા માટે 1.43 લાખ વિદ્યાર્થીઓએ નોંધાયા હતા, ત્યારે કોરોના આવતા 12 સાયન્સમાં 2021ની પરીક્ષા માટે 1.07 લાખ અને 2022ની પરીક્ષા માટે પણ 1.07 લાખ વિદ્યાર્થીઓ નોંધાયા હતા. પરંતુ હવે 2023ની પરીક્ષા માટે 1.26 લાખ વિદ્યાર્થીઓ નોંધાયા છે, જેમાં 95982 રેગ્યુલર અને 11984 રિપીટર વિદ્યાર્થીઓ છે. ગત વર્ષ કરતા 18 હજાર વિદ્યાર્થીઓનો વધારો નોંધાયો છે. કોરોના બાદ ફરીથી વિદ્યાર્થીઓએ સાયન્સ વિષયને પસંદ કર્યું છે.

લેટ ફી સાથે ફોર્મ ભરવાની મુદત 3 જાન્યુઆરીએ પુરી થઈ
ધોરણ 12 સાયન્સની પરીક્ષા 14 માર્ચથી શરૂ થશે. નવેમ્બર મહિનાથી બોર્ડના ફોર્મ ભરવાના શરૂ કરવામાં આવ્યા હતા. લેટ ફી સાથે ફોર્મ ભરવાની મુદત 3 જાન્યુઆરીએ પુરી થઈ છે. વર્ષ 2020માં કોરોના શરૂ ત્યારે પરીક્ષા યોજાઈ હતી.2021માં કોરોનાને કારણે માસ પ્રમોશન આપવામાં આવ્યું હતું.વર્ષ 2022માં બોર્ડની પરીક્ષા લેવામાં આવી હતી ત્યારે વર્ષ 2023માં પણ ઓફલાઇન પરીક્ષા રાબેતા મુજબ લેવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...