ફરી ગુંજશે ગુજરાત:બે વર્ષ બાદ ગુજરાતમાં DJ અને ગાયકોના કાર્યક્રમને મંજૂરી આપવા કેબિનેટમાં ચર્ચા, સાંજે લેવાશે નિર્ણય

અમદાવાદ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આ વર્ષે ગણેશોત્સવ તેમજ નવરાત્રિમાં ડીજેની રમઝટ જોવા મળી શકે છે

છેલ્લાં બે વર્ષથી બંધ DJ, મ્યૂઝિક બેન્ડ, ગાયકો માટે કાર્યક્રમને શરૂ કરવા અંગે આજે કેબિનેટ બેઠકમાં ચર્ચા થઈ હતી. બેઠકમાં તહેવારો તેમજ પ્રસંગોમાં ડી.જે. સહિતના અન્ય કાર્યક્રમ યોજવા અંગે નિર્ણય લેવામાં આવ્યો છે, પરંતુ સાંજે મળનારી કોર કમિટીની બેઠકમાં અંતિમ નિર્ણય લેવાશે અને એ નિર્ણયના આધારે ગૃહ વિભાગ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવશે. મુખ્યમંત્રીએ કેબિનેટ બેઠકમાં ગૃહ વિભાગને આજે સાંજ સુધીમાં નોટિફિકેશન કરવાની સૂચના આપી છે. કોરોનાની લીધે છેલ્લાં બે વર્ષથી ડીજે અને બેન્ડ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો, મુખ્યમંત્રીને મળેલી રજૂઆત મુજબ છૂટછાટ અપાશે. આ નિર્ણય બાદ આ વર્ષે ગણેશોત્સવની ધૂમધામ ઉજવણી થશે તેમજ નવરાત્રિમાં પણ ડીજેની રમઝટ જોવા મળી શકે છે.

સાંજ સુધીમાં જાહેરનામું બહાર પાડવા સીએમની સૂચના
ગાંધીનગરમાં CM રૂપાણીની અધ્યસ્થાને કેબિનેટની મીટિંગ મળી હતી. જેમાં અલગ-અલગ મુદ્દા પર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. ત્યારે રાજ્યમાં ઘણા સમયથી કોરોના સ્થિતિમાં સુધારો થતા તેમજ કેસની સંખ્યામાં પણ ઘટાડો થતા સરકાર દ્વારા અનેક તહેવારો તેમજ પ્રસંગો માટે છૂટછાટ વધારી દીધી છે. ત્યારે આજની કેબિનેટ મીટિંગમાં DJ, મ્યૂઝિક બેન્ડ, ગાયકો એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો હતો. બેઠકમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગૃહ વિભાગને સાંજ સુધીમાં જાહેરનામું બહાર પાડવાની સૂચના આપી છે.

જન્માષ્ટમીમાં પણ રાત્રિ કર્ફ્યૂમાં એક કલાકની છૂટ આપવામાં આવી હતી
ગત વર્ષે કોરોનાની બીજી લહેરમાં ગુજરાતની સ્થિતિ ખૂબ જ ગંભીર બનતાં તમામ તહેવારો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો, પણ હવે રાજ્યમાં કોરોનાની સ્થિતિ કાબૂમાં હોવાથી સરકાર દ્વારા તહેવારો તેમજ ઈન્વેટમાં છૂટછાટ આપી રહી છે. જન્માષ્ટમીમાં પણ રાત્રિ કર્ફ્યૂમાં એક કલાકની છૂટ આપવામાં આવી હતી. ત્યાર બાદ ગણેશ ઉત્સવમાં 8 મહાનગરના રાત્રિ કર્ફ્યૂના સમયમાં ફેરફાર કરાયો છે, સાથે સરકાર દ્વારા આ વર્ષે તમામ પ્રકારના કાર્યક્રમો શરૂ થાય એવી વ્યવસ્થા થઈ ગઈ છે. ભાદરવી પૂનમ અંગે પણ રાજ્ય સરકાર દ્વારા ટૂંક સમયમાં નિર્ણય લેવામાં આવી શકે છે.

ઈવેન્ટ બંધ થતાં 7થી 8 લાખનું નુકસાન
કોરોનાને લીધે છેલ્લાં બે વર્ષથી દરેક સેલિબ્રેશન પર પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો, પરંતુ હવે કેસની સંખ્યામાં ઓછી થતાં સરકાર દ્વારા ધીરે-ધીરે છૂટછાટ આપવામાં આવી રહી છે. બીજી તરફ, કોરોનાકાળમાં ઈવેન્ટ ઓર્ગેનાઇઝર તેમજ DJને ખૂબ જ નુક્સાન થયું છે. દિવાળી-નવરાત્રિ-હોળી સહિતના તહેવારોમાં એક પાર્ટી ઈવેન્ટના 7થી 8 લાખની કમાતા DJ ઘણા સમયથી બેકાર બન્યા હતા. જ્યારે કેટલાક ગુજરાત બહાર જઈ ઈવેન્ટ કરતા હતા, પરંતુ આજના સરકારના નિર્ણય બાદ હવે ઈવેન્ટ ઓર્ગેનાઇઝર તેમજ DJ તેમજ ગાયકોને રાહત મળશે.

એક દિવસમાં 5 લાખનું નુક્સાન
દર વર્ષે ફેમિલી મેમ્બર્સને રેન્ટ પર પાર્ટી પ્લોટ આપતા હોય છે અને આ વર્ષે કોરોનાને લીધે 4થી 5 લાખનું નુક્સાન જશે. ફેમિલી મેમ્બર્સ માટે પાર્ટી પ્લોટમાં દરેક ડીજે સ્ક્રીન, ડેકોરેટ્સ, જમવાની સાથે દરેક પ્રકારનાં સેલિબ્રેશન માટે તૈયારીઓ કરતા હોય છે. જ્યારે આ વર્ષે કોરોનાને લીધે કરવામાં આવેલા પ્રતિબંધને લીધે એક જ દિવસમાં 4થી 5 લાખનું નુક્સાન થશે. જ્યારે એ નુક્સાનને પહોંચી વળવા માટે બીજો કોઈ વિકલ્પ પણ નથી.-બિપિનભાઈ પટેલ, ઈવેન્ટ ઓર્ગેનાઇઝર.

અન્ય સમાચારો પણ છે...