ફરી સગીરાઓ ગાયબ!:અમદાવાદના પાલડી વિકાસગૃહની બે સગીરા ગાયબ થઈ કે ભાગી ગઈ, પોલીસે શોધખોળ આદરી

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક

અમદાવાદના પાલડી વિસ્તારમાં આવેલું વિકાસગૃહ ફરી વિવાદમાં આવ્યું છે. અગાઉ આ વિકાસગૃહમાંથી યુવતીઓ જતી રહી હતી. ત્યારે ફરી એક વખત બે કિશોરીઓ રાતે અચાનક ગાયબ થઈ ગઈ છે. કિશોરીઓ ગાયબ થઈ છે કે કોઈ શંકાસ્પદ બાબત છે તે અંગે ચર્ચા થઇ રહી છે. આ બનાવ અંગે હાલ પાલડી પોલીસે ગુનો નોંધી બાળકીઓને શોધવા પ્રયાસ શરૂ કર્યા છે.

ગૃહ માતાએ પાલડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી
વિકાસ ગૃહમાં ગૃહ માતા તરીકે ફરજ બજાવતા કૃપાબેને પાલડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે, તેમના ત્યાં રહેતી 16 વર્ષની બે સગીરાઓ ગઈકાલે રાતે 9:30 પછી ગાયબ થઈ ગઈ છે. આ અંગેની જાણ મહિલા છાત્રાલયમાં રહેતી અન્ય યુવતી હોય તેમને કરી હતી. ત્યારબાદ તેમણે અલગ અલગ જગ્યાએ તપાસ કરી પણ આ સગીરાઓ મળી આવી ન હતી. જેના કારણે આખરે તેમણે પોલીસને જાણ કરી હતી. પોલીસે આ મામલે હાલ સગીરા ગાયબ થઈ હોવા અંગેની ફરિયાદ નોંધીને તેમને શોધવા માટે પ્રયાસો કર્યા છે.

વિકાસગૃહમાંથી અગાઉ યુવતીઓ ભાગી ગઈ હતી
ઉલ્લેખનીય છે કે, વિકાસગૃહમાં અગાઉ પણ યુવતીઓ જતી રહી હતી. તે સમયે પણ ખૂબ વિવાદ થયો હતો. ત્યારે આ વખતે ફરીથી બે સગીરાઓ જતી રહેતા સમગ્ર ગતિવિધિ પણ શંકાની સોય ચોંટી છે. વિકાસ ગૃહમાંથી રહેલી બે સગીરાઓ સાથે કોઈ અજૂગતું બન્યું છે કે તેની સાથે કોઈ દૂર્વ્યવહાર કરવામાં આવ્યો છે તે અંગેની પણ ચર્ચા થઇ રહી છે. આ સમગ્ર મામલે પાલડી પોલીસ સ્ટેશનના પીઆઇ રિદ્ધિ દવેએ જણાવ્યું હતું કે, અમે હાલ બાળકીઓને શોધવા માટે પ્રયાસ કરી રહ્યા છે. તેમના વિશે તેમજ તેમની સાથે રહેતી અન્ય કિશોરીઓને પણ ઉજવળ પર જ કરવામાં આવી રહી છે અને અલગ અલગ વિસ્તારના સીસીટીવી ચેક કરવામાં આવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...