હવામાન વિભાગની આગાહી:અમદાવાદમાં બે દિવસ ગરમીનું પ્રમાણ રહ્યા બાદ વાતાવરણમાં પલટો આવશે

અમદાવાદ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શહેર સહિત રાજ્યના ઘણા વિસ્તારોમાં વરસાદની આગાહી
  • વરસાદી માહોલ સર્જાતા ઠંડીનો પારો 3થી 4 ડિગ્રી ગગડ્યો
  • 11.2 ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડંુ, 32.2 ડિગ્રી સાથે સુરત સૌથી ગરમ

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી આગામી ત્રણ દિવસમાં રાજ્યના વિવિધ વિસ્તારોમાં માવઠુુ થવાની શક્યતા છે. જો કે, હાલમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી અમદાવાદ સહિત રાજ્યમાં ઠંડીનું જોર ઘટ્યું છે. સમગ્ર રાજ્યમાં 11.2 ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડુ અને 32.2 ડિગ્રી સાથે સુરત સૌથી ગરમ શહેર બન્યું હતું. આગામી બે દિવસ વરસાદી માહોલ સર્જાતા ઠંડીનો પારો 3થી 4 ડિગ્રી ગગડતા ઠંડીમાં વધારો થવાની વકી હવામાન વિભાગે વ્યક્ત કરી છે.

હવામાન વિભાગના આંકડાઓ મુજબ, સોમવારે અમદાવાદનું મહત્તમ તાપમાન 29.2 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 17. 1 ડિગ્રી નોંધાયુ હતું, પરંતુ અમદાવાદમાં દિવસ દરમિયાન વાદળિયા વાતાવરણ વચ્ચે ઠંડા પવનો ચાલુ રહ્યાં હતા. જેને કારણે ઠંડકમાં સામાન્ય વધારો નોંધ્યા હતો.આગામી બે દિવસો દરમિયાન અમદાવાદમાં ગરમીનું પ્રમાણ ય‌થાવત રહ્યાં બાદ વાતાવરણમાં પલટો આવશે. તેમજ 6 અને 7 જાન્યુઆરી બાદ વરસાદી માહોલ વચ્ચે ઠંડીનો પારો 3થી 4 ડિગ્રી ગગડતાં ઠંડીમાં વધારો થવાની શક્યતા છે.

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરોથી 6થી 7 જાન્યુઆરીના રોજ અમદાવાદ સહિત રાજ્યના કેટલાંક વિસ્તારોમાં વરસાદી માહોલ વચ્ચે માવઠું થઇ શકે છે. ખાસ કરીને રાજ્યના ઉત્તર ગુુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાંક વિસ્તારોમાં 30થી 40 કિલોમીટરની ગતિ સાથે ઠંડા પવનો સાથે હળવો વરસાદ પડવાની શક્યતા છે, ત્યારબાદ રાજ્યમાં ફરીથી ઠંડીમાં વધારો થવાની વકી હવામાન વિભાગે વ્યક્ત કરી છે.

અન્ય સમાચારો પણ છે...