અમદાવાદમાં સૌથી વધુ ગરમી નોંધાઈ:ત્રણ દિવસ પછી કલાકના 30થી 40 કિમીની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા

અમદાવાદ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 43.4 ડિગ્રી સાથે અમદાવાદમાં સૌથી વધુ ગરમી નોંધાઈ

રાજ્યમાં શરૂ થયેલાં પશ્ચિમી પવનોને કારણે છેલ્લા બે દિવસમાં અમદાવાદમાં ગરમીનું જોર વધ્યું છે. ગુરુવારે અમદાવાદ 43.4 ડિગ્રી રાજ્યનું સૌથી ગરમ શહેર હતું. અમદાવાદ ઉપરાંત રાજ્યના 7 શહેરોમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રીથી વધુ નોંધાયું હતું. પરંતુ, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી સાંજે વાતાવરણમાં પલટા સાથે 10 કિલોમીટરની ગતિએ પવન ફૂંકાયો હતો.

ગરમીમાં ઘટાડો થવાના સંકેત હવામાન વિભાગે આપ્યા
હવામાન વિભાગના આંકડાઓ મુજબ, 24 મેથી પવનની દિશા બદલાઇને પશ્ચિમના ગરમ પવનો શરૂ થતાં મહત્તમ તાપમાન 1 ડિગ્રી વધીને 43 ડિગ્રીથી વધુ નોંધાયું છે. 24 મે બુધવારે મહત્તમ તાપમાન 43.2 ડિગ્રી અને 25 મે ગુરુવારે મહત્તમ તાપમાન 43,4 ડિગ્રી નોંધાયું હતું. આગામી 3 દિવસો દરમિયાન અમદાવાદ સહિત રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં 30થી 40 કિલોમીટરની ગતિના ફૂંકાવાની શક્યતા હોવાથી ગરમીમાં ઘટાડો થવાના સંકેત હવામાન વિભાગે આપ્યા છે.